એવી તો શું આફત આવી પડી કે, ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા પાકને જ ચાંપી દીધી આગ – કારણ છે અતિ ચોંકાવનારૂ

Share post

એકબાજુ કોરોનાની મહામારી અને બી બાજુ રાજ્યમાં આવેલ અતિભારે વરસાદ એમ બંને બાજુથી ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન થયું છે. ઘણાં ખેડૂતોને તો આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. આવા સમયમાં રાજ્યમાં આવેલ વેરાવળ જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. વેરાવળ જીલ્લામાં આવેલ સુત્રાપાડા તાલુકાના બીજ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થયો છે.

સુત્રાપાડાનાં બીજ નામના ગામના એક ખેડૂતે પાક નિષ્ફળ જતા પાકને સળગાવી નાખ્યો છે. ખેડૂતે મગફળીનાં પાકનું વાવેતર કર્યું હતું પણ રાજ્યમાં આવેલ અતિભારે વરસાદને લીધે તમામ પાક નિષ્ફળ ગયો હતો. આની સાથે જ  મજૂરી ખર્ચ પણ ન નીકળતા પાકનો ઢગલો કરીને સળગાવી દેવામાં આવ્યો હતો. અતિભારે વરસાદને લીધે મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતને પડ્યા પર પાટા જેવી પરીસ્થિતિ ઉભી થઈ છે.

ગીર પંથકમાં ઘણાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે :
આ વર્ષ દરમિયાન ગીર પંથકમાં આવેલ અતિભારે વરસાદને લીધે ઘણાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે ત્યારે ગીર સોમનાથના સૂત્રાપાડાના બીજ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતાં મગફળી સળગાવી હોવાનું સામે આવી રહ્યું છે. મજૂરી ખર્ચ પણ ન નીકળતા મગફળી સળગાવી હોવાની જાણકારી મળી રહી છે. મગફળી સળગાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે.

પાક નિષ્ફળ જવા વિશે સરકારે પણ સર્વે કરવા માટે જણાવ્યું છે:
સૌરાષ્ટ્રમાં આ વર્ષમાં ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ ગીર પંથકમાં પડ્યો છે. અતિભારે વરસાદને લીધે ઘણાં ખેડૂતોના મગફળીના પાથરા પણ પાણીમાં તણાઇ ગયા હતા. અતિભારે વરસાદને કારણે અમુક જિલ્લાઓમાં પાકને નુકસાનની ભીતિ કરવામાં આવી રહી છે. જેને લીધે સરકારે પણ પાક નિષ્ફળ જવા અંગે તંત્રને સર્વે કરવા માટે જણાવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post