અતિભારે વરસાદને કારણે પાક બળીને ખાક થતાં ખેડૂતો મગફળીનાં પાથરા લઈને પહોંચ્યા મામલતદાર કચેરી અને પછી… 

Share post

અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના તમામ ખેઉદ્તોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લામાં આવેલ સિહોર તાલુકામાં આ વર્ષે અતિભારે વરસાદને લીધે મગફળી તથા કપાસનો પાક બળીને ખાક થઈ ગયો છે. મગફળીનો પાક તૈયાર થવાની તૈયારીમાં જ હતો. અતિભારે વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટા સમાન જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. આજે સિહોર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતો બળી ગયેલ મગફળીના પાથરા લઈને પહોંચ્યા હતા તથા ‘જય જવાન જય કિસાન, ખેડૂતોને ન્યાય આપો, ખેડૂતોને વળતર આપો’ ના સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા.

18 ઓક્ટોબરનાં રોજ સિંહોર પંથકમાં કુલ 92 મિમિ વરસાદ ખાબકતા મગફળીને નુકસાન પહોંચ્યું :
સિહોર પંથકમાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલ મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. સરકાર દ્વારા CM કિસાન સહાય યોજના હેઠળ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં કુલ 2 ઈંચ કે તેના કરતા વધારે વરસાદ પડે તો એને કમોસમી ગણાશે તેમજ વળતર ચૂકવવામાં આવશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પણ સિહોર પંથકમાં ગત 18 ઓકટોબરે કુલ 92 મિમિ વરસાદ પડ્યો હતો. માત્ર 48 કલાકમાં કુલ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લીધે ખેતરોમાં મગફળી, કપાસ સહિત ઘણાં પાકને નુકસાન પહોંચ્યું છે તેમજ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

માત્ર 4 દિવસમાં સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગણી :
સરકારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હોવા છતાં સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્ર દ્વારા વળતર માટે સર્વે સહિતની કામગીરી શરુ કરવામાં આવી નથી. જેને કારણે ખેડૂતોમાં નારાજગી તથા રોષ જોવા મળી રહ્યો છે. આજે ખેડૂતોએ એકત્ર થઈને વરસાદમાં નિષ્ફળ ગયેલ મગફળીના પાકની સાથે સિહોર મામલતદાર કચેરીએ આવીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ એમની રજૂઆતમાં જણાવતાં કહ્યું હતું કે, સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પ્રમાણે કુલ 2 ઈંચ અથવા તો એનાંથી વધારે કમોસમી વરસાદ ગણીને કુલ 4 દિવસમાં ખેતરોમાં સર્વે કરીને વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post