એવું તો શું થયું કે, આ પટેલ ભાઈએ પશુઓ માટે ખોલી નાખ્યા પોતાના 60 વીઘાના ખેતરના દરવાજા

Share post

હાલમાં કોરોના મહામારીને કારણે ગૌશાળા માં સહાય બંધ થઈ જતાં કેટલીક ગૌશાળાનાં સંચાલકોએ ગાયોને રસ્તા પર મૂકી દીધી હોય એવાં સમાચાર સામે આવતાં હોય છે પરંતુ હાલમાં જે સમાચાર સામે આવી રહ્યાં છે. જેને જાણીને આપને પણ આનંદની લાગણી થશે. આ સમાચાર અમદાવાદ પંથકમાંથી સામે આવી રહ્યાં છે.

અરવલ્લી જિલ્લામાં આવેલ બાાયડ તાલુકાનાં જોધપુર ગામમાં ખરીદેલ જમીનનો કોર્ટે કબજો સોંપી દેતાં અમદાવાદનાં વ્યક્તિએ ઊભો પાક ગાયોનાં ચારા માટે આપી દીધો હતો. કુલ 60 વીઘા જમીનમાં ઊભેલ બાજરી સહિતનાં પાકને ખેતરોની ખરીદી કરનાર અમદાવાદીએ ગાયો સહિત પશુઓની માટે આપી દીધો હતો. એણે આજુબાજુના પશુપાલકોને જાણ કરીને ખેતરમાં ઊભેલ પાકને વાઢી જવા અથવા તો ખેતરમાં ગાયો-ભેંસો સહિતના પશુને છોડી ચરાવવી દેવા માટે કહેણ મોકલવામાં આવ્યુ હતું.

અરવલ્લી જિલ્લાનાં બાયડ તાલુકામાં આવેલ જીતપુર પાસે જોધપુર ગામે આવેલ કુલ 60 વીઘા જમીન અમદાવાદનાં રહેવાસી ચંદ્રકાંત પટેલ દ્વારા ખરીદવામાં આવી હતી પણ જમીનનો કબ્જો ન મળતાં સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. ખેતર પર કબજો મેળવવાં માટે કેટલાંક સમયથી કોર્ટમાં લડત ચાલી રહી હતી. તેમણે વિના વિવાદે જમીનનો કબ્જો રાજી-ખુશીથી મળી જાય એની માટે માનતા રાખવામાં આવી હતી. જમીનનો કબ્જો રાજી-ખુશીથી એમને મળી જતાં કુલ 60 વીઘા ખેતરમાં વાવેલ બાજરીનો ઊભો પાક ગાયોને ચરાવી દેવા માટે આપવામાં આવ્યો હતો.

ચંદ્રકાંત પટેલે આજુબાજુના વિસ્તારોના પશુપાલકોને જાણ કરીને કુલ 60 વીઘા જમીનમાં વાવેતર કરેલ બાજરીનો ઊભો પાક ગાયોની માટે દાન કરી આપ્યો હતો. ગાયોને ચારા માટે ઊભો પાક આપ્યાની એમની માનતા પૂર્ણ કરી હતી. પશુને ઘાસચારો ખવડાવવાનાં અમદાવાદીનાં આ માનવતાભર્યા કાર્યને લઇને સમગ્ર પંથકના પશુપાલકો તથા જીવદયાપ્રેમીઓ જનતામાં આનંદની લાગણી પ્રસરી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post