મેથીની ભાજી કહી ઘરના સભ્યોને ખવડાવ્યો ગાંજો, અને પછી…

Share post

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં એક પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ છે. કારણ કે, આ લોકો ગાંજાનું શાક સમજી રાંધી અને ખાઈ ગયા હતા. પરિવારને લાગ્યું કે, તેઓ મેથીની ભાજી બનવી રહ્યા છે. તબિયત લથડતાં પડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તમામ બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાંજા આપવાના આરોપમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ ઘટના ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના મિયાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. આરોપીએ પીડિતના પરિવારની મેથીની જગ્યાએ ગાંજો આપ્યો હતો. ગામના નવલ કિશોર નામના વ્યક્તિએ ઓમપ્રકાશના પરિવારને ગાંજો આપી દીધો હતો. ગાંજો ઓમપ્રકાશના પુત્ર નિતેશ લઈ ગયો. નવલે નિતેશને કહ્યું કે, તે સુકી મેથી છે. ઘરે લઇ જાવ શાકભાજી બનાવજો.

નિતેશ તેને ઘરે લાવ્યો અને તે ભાભીને આપી. ઘરના લોકો એ ગાંજાનું શાક બનાવી ખાધું. શાકભાજી ખાધા બાદ ઓમપ્રકાશ, નિતેશ, મનોજ, કમલેશ, પિંકી અને આરતી બીમાર થઈ ગયા હતા. આ પછી, આ બધા લોકોની તબિયત વધુ ખરાબ થઈ ગઈ. ત્યાર બાદ ઓમપ્રકાશના પરિવારમાંથી કોઈએ પડોશીઓને પોલીસને કહેવાનું કહ્યું. ત્યારબાદ બધા લોકો બેહોશ થઈ ગયા. પડોશીઓની માહિતી પર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પોલીસે પરિવારના તમામ સભ્યોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે તપેલીમાં રાખેલા શાકભાજી અને વધેલા બીજા ગાંજા ને કબજામાં લઇ લીધો. આ પછી પોલીસે નવલ કિશોરની અટકાયત કરી હતી. નવલ કિશોરે પોલીસને જણાવ્યું કે, તેણે મજાકમાં નીતેશને ગાંજો આપ્યો હતો. તેણે નીતેશને કહ્યું કે, તે સુકી મેથી છે. તેની શાકભાજી સારી બનશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post