ખેતી કરતા યુવાનોને હવે લગ્ન માટે કન્યા નહિ શોધવી પડે, આ ખેડૂતે એવી અનોખી પહેલ શરુ કરી કે…

Share post

સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને છેલ્લા 6 મહિનાથી શાળાઓ તથા કોલેજો સહિત વધારે પડતાં લોકોને એકત્ર થવાં પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જેને લીધે લગ્ન પ્રસંગો પણ આ વર્ષ દરમિયાન બંધ રાખવામાં આવ્યા છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં સમયે જ્યારે માતા-પિતા પોતાની દિકરી માટે ભણેલો-ગણેલો, સારી નોકરી ધરાવતો એવો મુરતિયો મળે એવી આશા રાખતા હોય છે પણ આ બધા લોકોથી ઈતર કરીમનગર જિલ્લામાં એક માત્ર 40 વર્ષનાં ખેડૂત એવા યુવાનો માટે દુલ્હન શોધવાની પહેલ શરુ કરી છે કે, જેઓ વ્યવસાયે ખેડૂત હોય એટલે કે, ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલ યુવકો હોય.

તેલંગણામાં આવેલ કરીમનગર ટાઉન વિસ્તારમાં આવેલ ટિમ્માપુર ગામમાં એક ખેડૂત અંજી રેડ્ડીએ ખેડૂતોની માટે કન્યા શોધવા માટે ગયાં અઠવાડિયે એક્સક્લૂઝિવ મેરેજ બ્યૂરોની શરૂઆત કરી છે. આ મેરેજ બ્યૂરોનું નામ ‘રયાથુ મેરેજ બ્યૂરો’ રાખવામાં આવ્યું છે. જે જ્ઞાતિ-જાતિ, ધર્મથી ઈતર ફક્ત ખેડૂતોની માટે જ છે. રેડ્ડીએ જણાવતાં કહ્યું કે, દેશના તમામ વિસ્તારમાં ભાગમાં તમામ જ્ઞાતિ, ધર્મ તથા સમુદાયો માટે મેરેજ બ્યૂરો છે પણ મેં તે વાત પર ધ્યાન દોર્યું છે કે, કેટલાંક લોકો કે, જેમણે મેરેજ બ્યૂરોમાં રજિસ્ટર્ડ કરાવ્યું છે તેઓ કર્મચારી, વેપારી, એન્જિનિયર, ડોક્ટર તથા અન્ય વ્યવસાયની સાથે સંકળાયેલ છે પરંતુ કોઈપણ ખેડૂત નથી.

જો, કોઈ એક ખેડૂત મેરેજ બ્યૂરોમાં રજિસ્ટર્ડ કરાવે છે તો એ પણ કોઈ મોટા જમીનદાર હોય છે કે, જેમનાં બીજા ઘણાં વ્યવસાય પણ હોય છે. એવા વ્યક્તિ કે, જેની જીવિકા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર રહેલી છે તેઓ મુશ્કેલીથી કન્યા શોધી શકે છે. જો કોઈ શિક્ષિત ખેડૂત મેરેજ બ્યૂરોમાં પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવે છે તો તેમને સારો રિસ્પોન્સ મળતો નથી. આને લીધે જ મેં ખેડૂતોની માટે એક્સક્લૂઝિવ મેરેજ બ્યૂરોની શરૂઆત કરી છે.

રેડ્ડીનાં મત મુજબ, અત્યાર સુધીમાં ખેતી એ એક સમ્માનજનક વ્યવસાય હતો તથા ગામડાંઓમાં પણ કન્યા શોધવી ખુબ સરળ હતી પરંતુ ખેડૂત પરિવારોની હાલની પેઢીની છોકરીઓ ખુબ શિક્ષિત તથા મહત્વકાંક્ષી થઈ ગઈ છે. તેઓ શિક્ષિત તથા નોકરી કરતા યુવકોની શોધ કરે છે. એનું પરિણામ એ મળે છે કે, જે યુવાનોએ ખેતીને પોતાના વ્યવસાય તરીકે અપનાવ્યો છે એમના લગ્ન કરવાં માટે કન્યા શોધવામાં ખુબ મુશ્કેલી પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post