‘EVM હજુ પ્રેગનેન્ટ છે’, જો નોર્મલ ડિલિવરી થઇ તો…, AAP નેતાનું વિચિત્ર નિવેદન

Share post

ભારતની રાજધાની દિલ્હીમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયું છે. 11 ફેબ્રુઆરી એટલે કે આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. દીલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થતા દેખાઇ રહ્યા છે. હવે તમામ દળો ચૂંટણી પરિણામની રાહ જોઇ રહ્યાં છે. જો કે, હવે EVMને લઇને નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીના હરિયાણામાં પ્રવક્તા અને આઇટી તથા સોશિયલ મીડિયા પ્રમુખ સુધીર યાદવે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હજુ EVM પ્રેગનેન્ટ છે. જો નોર્મલ ડિલિવરી થઇ તો આમ આદમી પાર્ટી પેદા થશે અને જો ઓપરેશન થશે તો બીજેપી.

મળતી માહિતી પ્રમાણે, ચૂંટણી બાદ લોકોમાં અત્યાર સુધી તે વાતની ચર્ચા થઇ રહી છે કે દિલ્હીમાં આખરે કોણ સરકાર રચશે? દિલ્હી ચૂંટણીનો મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે છે. એક્ઝિટ પોલમાં આપની સરકાર ફરીથી રચાશે તેવું લાગી રહ્યું છે. આ ચૂંટણીની જંગમાં મુખ્ય રીતે બે વાતો સામે આવી છે. પહેલી એ કે આ વખતની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ સામાન્ય મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું છે. બીજી વાત એ કે જ્યાં આ ચૂંટણીની જંગની શરૂઆતમાં ભાજપને ઘણી ઓછી સીટો મળતી નજરે આવી હતી. ત્યાં હવે તેનાં ઉમદા પ્રદર્શનનો દાવો સામે આવ્યો છે.

મુખ્ય મુદ્દો શાહીન બાગ

દિલ્લીમાં આપ સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તથા ભાજપના સાંસદ અને દિલ્હી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આ લડાઇ ખૂબ જ સારી રીતે લડી. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીએ શાહીન બાગ મુદ્દો ઉઠાવીને આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કર્યો. સાથે જ આમ આદમી પાર્ટી તરફથી તેને લઇને શરૂઆતમાં કોઇ નિવેદન આપવામાં આવ્યું અને ન તો તેનો વિરોધ કરવામાં આવ્યો. જો કે પછીથી આ મુદ્દે જ્યારે પીએમ મોદીએ એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે શાહીન બાગ સંયોગ નહી પ્રયોગ છે. તે બાદ આમ આદમી પાર્ટી પણ તેના પર સ્પષ્ટ થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ તેની પાછળ ભાજપને ગણાવતા આરોપ લગાવ્યાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post