અતિભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ડેમોની હાલત કફોડી- જાણો વિગતવાર

Share post

હાલમાં સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાલમાં ઘણી નદીઓમાં નવાં નીરનું આગમન પણ થયું છે તેમજ ઘણાં ડેમો તો ઓવરફલો પણ થઈ ગયાં છે. આવાં સમયમાં હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં સમગ્ર રાજ્યમાંથી ડેમોની જાણકારી સામે આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસતાંની સાથે જ ઘણાં જળાશયોમાં પાણીની આવક વધતી રહી છે. રાજ્યમાં ઘણાં મોટા ડેમ નવાં નીરનાં આગમનથી છલકાઈ પણ ચૂક્યા છે તો કુલ 120 ડેમને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે કુલ 14 ડેમ એલર્ટ પર રહેલાં છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો એમાં જળસપાટી સતત વધી રહી છે.

એક અહેવાલ મુજબ સરદાર સરોવર ડેમમાં દર કલાકે કુલ 10 સેમી જેટલી જળસપાટી વધતી જાય છે. ઉપરવાસમાં અતિભારે વરસાદને લીધે એમાંથી કુલ 95,659 ક્યુસેક પાણીની આવક પણ થઈ રહી છે. નર્મદા ડેમની હાલની જળસપાટી કુલ 128.55 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા માત્ર 12 જ કલાકમાં ડેમની સપાટી કુલ 1.31 મીટર વધી ગઈ છે. ડેમમાં કુલ 2889 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો યથાવત છે.

રાજ્યમાં અતિભારે વરસાદને લીધે રાજ્યભરમાં ઘણાં મોટા ડેમોની સ્થિતિ વિશે વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં કુલ 1,12,515 ક્યુસેક નવાં નીરની આવક થઈ છે. હાલમાં ડેમની સપાટી કુલ 128.51 મીટરે પહોંચી ગઈ છે તથા આ ડેમ કુલ 70.62% ભરાઈ ગયો છે. વણાકબોરી ડેમમાં કુલ 1,43,329 ક્યુસેક નવાં પાણીની આવક થઈ રહી છે તેમજ કુલ 1,43,329 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે.

વડોદરામાં આવેલ કરજણ ડેમમાં કુલ 6,288 ક્યુસેક નવાં નીરની આવક થઈ રહી છે, જ્યારે કુલ 18,488 ક્યૂસેક પાણીની જાવક પણ થઈ રહી છે. ડેમનાં કુલ 4 દરવાજાને ખોલી દેવામાં આવ્યા છે. હડફ ડેમમાં કુલ 2,000 ક્યુસેક નવાં પાણીની આવક થઈ રહી છે, એમાંથી કુલ 2,005 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. આ ડેમનાં પણ કુલ 3 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

આની ઉપરાંત કડાણા ડેમમાં કુલ 79,430 ક્યુસેક નવાં પાણીની આવક થઈ રહી છે તથા કુલ 20,000 ક્યૂસેક પાણીની જાવક થઈ રહી છે. ઉકાઈ ડેમમાં કુલ 1,06,327 ક્યુસેક પાણીની આવકની સાથે જ કુલ 76,386 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કુલ 6 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમમાં કુલ 18,500 પાણીની આવકની સાથે જ કુલ 18,500 કયુસેક પાણીની જાવક થઈ રહી છે. રાજકોટમાં આવેલ ભાદર-1 ડેમમાં કુલ 16,039 આવકની સામે એટલી જ જાવક પણ છે જયારે આ ડેમનાં કુલ 10 દરવાજાને ખોલી પણ દેવામાં આવ્યા છે, આ જ રીતે ભાદર-2 ડેમમાં કુલ 66,649ની આવકની સામે એટલી જ જાવક પણ છે.

આ ડેમનાં પણ કુલ 6 દરવાજા 2.4 મીટર સુધી ખોલી રદેવામાં આવ્યા છે. મોરબીમાં આવેલ મચ્છુ-2 ડેમમાં કુલ 25,856 ક્યુસેક પાણીની આવક એટલી જ જાવક છે. આ ડેમનાં પણ કુલ 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રમાં કુલ 140 ડેમમાં 88.56% પાણીનો જથ્થો છે, તો કચ્છનાં કુલ 20 ડેમમાં 55.87% પાણીનો જથ્થો છે.

ઉત્તર ગુજરાતનાં કુલ 15 ડેમમાં 46.15% પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતનાં કુલ 17 ડેમમાં 80.29% પાણીનો જથ્થો છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં કુલ 13 ડેમમાં 73.13% પાણીનો જથ્થો છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમમાં પણ કુલ 65.64% પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે.

અહી ઉલ્લેખનીય ,છે કે મોરબીમાં ટંકારા, કચ્છમાં માંડવી તથા રાજકોટમાં ધોરાજી, જામકડોરણામાં કુલ 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. પાટણમાં કુલ 4 ઈંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. શંખેશ્વર તાલુકામાં આવેલ લોટેશ્વર ગામનાં કુલ 17 કુટુંબોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે.

લોટેશ્વર ગામમાં ઈન્દિરા વસાહત ઠાકોર વાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવતાં કુંટુંબોને સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે. કુલ 14 કુટુંબના નાના-મોટા કુલ 73 લોકોનું સ્થળાંતર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. રવદથી પસાર થતો વોકળામાં પાણી આવતાં નીચાણવાળા વિસ્તારનાં લોકોને સ્થળાંતર કરી દેવામાં આવ્યાં છે. શંખેશ્વર TDO સહિત તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post