કોરોના અને ભયંકર મંદી વચ્ચે પણ આ ખેડૂતો કરી રહ્યા છે મબલખ કમાણી -જાણો કેવી રીતે…

Share post

કોરોનાને લીધે જિલ્લામાં તમામ ધંધા-ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે સફરજનના વેપારીઓ દરરોજ અંદાજે 30 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. જિલ્લામાં સફરજનની આવકમાં વધારો થતાં કુલ 50-80 રૂપિયે કિલો સફરજન વેચાઈ રહ્યાં છે. શાકભાજી કરતાં પણ સસ્તા અથવા તો સરખા ભાવે વેચાતાં હોવાને લીધે જિલ્લાના કુલ 2,000 જેટલા વેપારીઓ દરરોજ અંદાજે 60,000 કિલો સફરજનનું વેચાણ કરી રહ્યાં છે.

ગાંધીનગર તથા જિલ્લામાં હાલમાં શાકમાર્કેટમાં ચોળી તથા ગુવાર કુલ 100 રૂપિયે કિલો જ્યારે ટીંડોળા, ભીંડા, કારેલાં, ટામેટા કુલ 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યાં છે. જિલ્લામાં કુલ 20 વર્ષથી સફરજનનો હોલસેલ વેપાર કરી રહેલ પ્રકાશ પટ્ટણીએ સફરજનની મબલખ કમાણીનું કારણ આપતાં જણાવતાં કહ્યું હતું કે, દર વર્ષે હિમાચલથી ઑગસ્ટ-સપ્ટેમ્બર માસમાં સફરજન આવતાં હોય છે.

ત્યારબાદ શીમલાથી ઑક્ટોબર-ડિસેમ્બર મહિના સુધીમાં કમાણી થાય છે પરંતુ આ વર્ષે હિમાચલ તથા શીમલાથી એકસાથે સફરજન આવતાં ભાવમાં ઘડાડો થયો છે. સફરજનનો હોલસેલ ભાવ પ્રતિ કિલો કુલ 30-70 રૂપિયાનો ભાવ હોય છે. પ્રત્યેક પેટીમાં કુલ 20-25 કિલો સફરજન હોય છે, જેમાંથી કુલ 10% જેટલો બગાડ આવે છે. જ્યારે ઉનાળામાં કુલ 20% બગાડ નિકળતો હોય છે. જેને કારણે વેપીરીને નુકસાન થતુ હોય છે.

જિલ્લાના બજારમાં કુલ 5 પ્રકારનાં સફરજનનું થઈ રહેલ વેચાણ :
જિલ્લાનાં બજારોમાં હાલમાં કુલ 5 જાતનાં સફરજનનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં શીમલા, ડેલીસન, ઑસ્ટ્રેલિયન, લીચી રેડ, કશ્મીરી તથા ગ્રીન એપલનો સમાવેશ કરવામાં આવે છે. ઑસ્ટ્રેલિયન સફરજન વિદેશથી આવે છે. શીમલા સફરજન એકદમ લાલ તથા રસદાર હોય છે. જ્યારે ડેલીસન લીલા તથા ગુલાબી પડતાં અને મીઠાં હોય છે.જેને લીધે ગ્રાહકો પણ આવા સફરજનની હોંશેહોંશે ખરીદી કરતા જોવાં મળી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post