રેકોર્ડબ્રેક ઉત્પાદન થયેલુ હોવાં છતાં સૌરાષ્ટ્રનાં ખેડૂતોને થયું અંદાજે 10,000 કરોડનું નુકસાન -જાણો કેવી રીતે ?

Share post

ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ચોમાસામાં વાવેતર તથા ઉત્પાદનના અંદાજો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પાછોતરા વરસાદને લીધે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું પાક કાઢ્યા પછી ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના અદાજો હતા એમાં કુલ 40% નો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજને લીધે તેલનો ભાવ ખુબ ઊંચો છે. માત્ર 15 કિલો મગફળીના તેલનો ભાવ કુલ 2500 રૂપિયાની આસપાસ રહે છે.

કૃષિ વિભાગનો અંદાજ :
વર્ષ 2020માં વાવેતરમાં વધારો થતાં ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા ચોમાસું પૂરું થાય એની પહેલાં એવો અંદાજ મૂકવામાં આવ્યો હતો કે, કુલ 20.72 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થશે તેમજ કુલ 54.65 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે. સરેરાશ એક હેક્ટરદીઠ કુલ 2,637 કિલો મગફળી થશે એવો અંદાજ ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા મુકવામાં આવ્યો હતો.

કોણ સાચું ?
વર્ષ 2019માં ચોમાસુ તથા ઉનાળુ એમ બે ઋતુ મળીને કુલ 15.66 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ કૃષિ નિયામકનો હતો. કુલ 22 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે એવી ધારણા હતી. હેક્ટર દીઠ કુલ 1,378 કિલો મગફળી થવાની ધારણાં કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આમ, માત્ર 1 વર્ષમાં જ આવા આડેધડ અંદાજ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા છે તે અંગે રૂપાણી સરકારે તપાસ કરવી જોઈએ એવું ખેડૂત આગેવાનોનું માનવું છે. બમણા ઉત્પાદનના અંદાજ અધિકારીઓ ફક્ત કચેરીમાં બેસીને ખેડૂતોની આવક બમણી કરી આપવા આંકડા સાથે રમત રમી રહ્યાં છે.

અંદાજ ખોટા ઠર્યા :
એમના અંદાજો કુદરતે ખોટા ઠેરવી દીધા છે. વરસાદ થવાથી મગફળીના ડોડવાને ખુબ નુકસાન થયું છે. પાક તૈયાર હતો એના ઉપર વરસાદ પડ્યો હતો. જેથી જમીનની અંદર ડોડવા સડી ગયા હતા તેમજ વધારે પાણી મળવાને લીધે વજન ઘટી ગયું હતું. આમ કુલ 40% નુકસાન થયું છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર – ચોમાસા પહેલાનું કરેલું તે સદંતર નિષ્ફળ રહ્યું છે.

તેલનું ઓછું પ્રમાણ :
તેલનું કુલ 50% ઉત્પાદન થશે. મગફળીનું કુલ 60% ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતોને કુલ 40% નુકસાની થઈ છે. એક તો દાણા નબળા છે, દાણામાં ભેજ છે. ડોડવા પલળી ગયા છે. ડોડવાનું વજન પણ ખુબ ઓછું છે. દાણા ભરેલા ન હોવાને કારણે તેલનું પ્રમાણ આ વખતે માંડ 40% મળી રહ્યું છે કે, જે સામાન્ય રીતે કુલ 50% સુધી તેલ મળે છે.

કયા જિલ્લાને સૌથી વધારે નુકસાન ?
સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, સોમનાથ જિલ્લાને સૌથી વધારે નુકસાન થયું છે. કુલ 6.50 લાખ હેક્ટરમાં સૌથી વધારે આ જિલ્લાઓમાં નુકસાન થયું છે. કુલ વાવેતરના 70% વાવેતર માત્ર આ 4 જિલ્લામાં થયું હતું.

હેક્ટર દીઠ કુલ 1,000 કિલોની ખોટ :
કુલ 2,637 કિલો એક હેક્ટર દીઠ મગફળી પાકશે એવો અંદાજ કૃષિ વિભાગ દ્વારા મુકવામાં આવ્યો હતો. જેમાં કુલ 1,000 કિલોથી લઈને કુલ 1,200 કિલોનો ઘટાડો એક હેક્ટર દીઠ થઈ શકે છે. એનો અર્થ એ થાય છે કે, કુલ 20.65 લાખ હેક્ટર મગફળીના પાકમાં માત્ર 25 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે.

SEAની વાત સાચી ઠરી :
2 ઓક્ટોબરે ખરીફ મગફળીનું ગુજરાતમાં કુલ 35 લાખ ટન પાક થવાની ધારણા ‘સોલ્વન્ટ એકસટ્રેકટર્સ અસોસિએશન ઓફ ઈન્ડિયા’ દ્વારા કરવામાં આવી હતી. જે વર્ષ 2019માં કુલ 32 લાખ ટન ઉત્પાદન કરતાં 10% વધારે દર્શાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડતાં ઊપજને ખુબ નુકસાન પહોંચ્યું છે. SEAએ જાહેર કર્યું હતું કે, શરૂઆતના વાવેતર બાદ કુલ 42 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ હતો. વાવેતર કુલ 33% વધીને કુલ 21 લાખ હેક્ટર થયું હોવા છતાં અતિશય વરસાદ અને પૂરની સ્થિતિને લીધે ઊપજમાં કુલ 17%નો ઘટાડો થયો હોવાનું SEA દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. હેક્ટર દીઠ કુલ 1,715 કિલો ઘટાડો થશે. જે ગયા વર્ષેકુલ  2,070 કિલો હતો.

કુલ 10,000 કરોડનું નુકસાન :
માત્ર 40 રૂપિયે કિલો મગફળીનું વેચાણ થાય છે. આ હિસાબે કુલ 10,000 કરોડનું નુકસાન ખેડૂતોને ઉત્પાદનમાં થયું છે. ખરેખર તો વીમો મળવા પાત્ર હતો પરતું સરકારે વીમો લેવાનું બંધ કર્યું છે. હવે સહાય આપી રહી છે. જેથી ખેડૂતોને ઉત્પાદનમાં નુકસાન પેટે કુલ 10,000 કરોડનું નુકસાન આપવાનું થાય છે. ખેડૂતો જેને નુકસાન માને છે એને સરકાર નુકસાન માનતી નથી.

વર્ષ 2017-’18માં શ્રેષ્ઠ ઉત્પાદન :
સૌથી સારું ચોમાસું વર્ષ 2017-’18માં થયું હતું ત્યારે કુલ 91.79 લાખ ટન મગફળીમાંથી માત્ર 20.82 લાખ ટન તેલ નિકળયુ હતું. જેમાં મગફળીમાં કુલ 45% તથા ટ તેલમાં કુલ 50% હિસ્સો ગુજરાતનો હતો. આ વર્ષે હેક્ટરદીઠ કુલ 2,361 કિલો મગફળીનું ઉત્પાદન થયું હતું, જે સમગ્ર દેશમાં સૌથી વધારે હતું. આ વખતે વિક્રમ તૂટી શકે તેમ હતો.

ટેકાના ભાવ :
કેન્દ્ર સરકારે વર્ષ 2014-’15માં કુલ 100 કિલો મગફળી માત્ર 4,000માં ખરીદી હતી. ખેડૂતોને માત્ર 1 કિલોના કુલ 40 રૂપિયા મળ્યા હતા. આની સામે વર્ષ 2018-’19માં કુલ 100 કિલોના 4,890 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા માત્ર 1 કિલો મગફળી 50 રૂપિયામાં લીધી હતી. આમ ખેડૂતોને ભરપુર મદદ મળી હતી.

ઉત્પાદન ખર્ચ :
ગુજરાતના ખેડૂતોએ એક હેક્ટરદીઠ મગફળીના ઉત્પાદન પાછળ કુલ 58,000 નો ખર્ચ કર્યો છે. આની સામે હેક્ટરદીઠ કુલ 1,853 કિલો મગફળી સરેરાશ પાકે છે. આંધ્રપ્રદેશના ખેડૂતે કુલ 43,000 રૂપિયાનો ખર્ચ તથા કર્ણાટકના ખેડૂતો કુલ 41,000 રૂપિયાનો ખર્ચ એક હેક્ટરદીઠ કરવામાં આવે છે. આમ, ગુજરાતના ખેડૂતે હેક્ટર દીઠ કુલ 15,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. જો કે, આની સામે ઉત્પાદન પણ માત્ર 800 કિલો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post