વિપક્ષ નેતા ધાનાણીએ ખેડૂતોના ખેતરમાં જઈને શરુ કરાવ્યો પાક નુકશાનનો સર્વે

Share post

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાય જવાથી ઉભેલા પાકને ભારે નુકશાન થયું છે. ત્યારે ગુજરાત કોગ્રેસના ધારાસભ્ય દ્વારા દરેક ખેડૂતોના ખેતરે-ખેતરે જઈને સર્વે કરવા આવી રહ્યો છે. વંથલી, કેશોદ અને માંગરોળ આમ માત્ર ત્રણ તાલુકામાં જ અંદાજે 20,000 હેકટરમાં પાકને નુકસાન થયું હોવાનું કોંગ્રેસે કરેલા સર્વેમાં બહાર આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ટી.સીડાએ જણાવ્યું હતું કે ,જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકના ગામડા બેટમાં ફેરવાઇ ગયા છે. ત્યારે ખેડૂતોને થયેલ પાક નુકસાનીનો અંદાજ મેળવવા કોંગ્રેસી કાર્યકરોએ પુર અસરગસ્ત ગામોની મુલાકાત લીધી હતી.

છેલ્લા 7 દિવસથી રાજ્યમાં વરસાદ વિરામ લેતા ગુજરાત વિધાન સભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણી, જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ નટુભાઇ પોંકીયા વગેરેએ ગામડે ગામડે જઇ ખેતરો ખૂંદયા હતા. પાણી ભરાયેલા ખેતરોની વચ્ચે જઇ પાકને થયેલ નુકસાનીની જાત માહિતી મેળવી હતી.

ખેડૂતોના ખેતરમાં પાકને થયેલ ભારે નુકસાનને જોઇને પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું કે, વંથલી, કેશોદ, માંગરોળ પંથકના ગામોના ખેતરો હજુ પણ પાણીથી લથબથ છે, પાક નિષ્ફળ ગયો છે, પશુ માટેનો ચારો પણ નાશ પામ્યો છે, રસ્તા ધોવાઇ ગયા છે, અમુક ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. ત્યારે સરકારે ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરી નુકસાનીનું વળતર આપવું જોઇએ.

આ ગામોમાં કર્યો સર્વે
ગુજરાત કોગ્રેસના ધારાસભ્યએ અત્યાર સુધી વંથલી તાલુકાના ગાદોઇ, અખોદર, બાલાગામ અને સરોડ, ટિકર,આખા અને ટિનમસ, કેશોદ તાલુકાના બામણાસા જ્યારે માંગરોળ તાલુકાના આખા ગામમાં સર્વે કરી બાદમાં ગડુ જવા રવાના થયા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post