સરગવા માંથી કેન્સર અને ડાયાબિટિસ જેવી બીમારીઓને દૂર કરતા તત્વો મળ્યા- જાણો કેવી રીતે?

Share post

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ની ફુડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં ત્રણ વર્ષથી સરગવા પર સંશોધન ચાલી રહ્યું હતું.આ સંશોધન દરમિયાન સરગવાની સીગમાંથી કેન્સર,ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારી દૂર કરવામાં મદદરૂપ તત્વો મળ્યા હતા.આ ઉપરાંત સરગવા ના પાવડર થી દુષિત પાણી પીવા લાયક બન્યાનું અને તેમાં બેક્ટેરિયા પણ ઓછા થયાનું સામે આવ્યું છે.

સરગવામાં લીંબુ સંતરાં કરતાં સાત ગણું વિટામિન સી:

આ સંશોધન દરમ્યાન સરગવાના બી તથા તેની સાલ માં થી લીંબુ અને સંતરા કરતાં ૭ ગણો વિટામીન સી હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત વિટામિન એ અને બી પણ મળ્યા છે. સંશોધન કરનાર આસિસ્ટન્ટ પ્રોફેસર જણાવ્યું હતું કે સવારે આ પાવડરનું સૂપ પીવાથી વજન પણ ઓછુ થાય છે.

સરગવા ના પાવડર માંથી બિસ્કીટ બનાવવાનું આયોજન:

સરગવા ના પાવડર માં કડવાશ હોવાથી કૃષિ યુનિવર્સિટીની લેબમાં સંશોધનકોએ કડવાશ દૂર કરી,દરેક લોકો સરગવા ના પાવડર નો ઉપયોગ કરી શકે તે માટે FSSAI નું લાયસન્સ પણ મેળવ્યું છે.આગામી સમયમાં આ પાવડર માંથી બિસ્કીટ બનાવી માર્કેટમાં મુકવાનું આયોજન છે જેથી સરગવાનું શાક,સુપ જેને પસંદ ન હોય તે આ રીતે ઉપયોગ કરી શકશે.

જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીમાં સંશોધન દરમ્યાન સરગવા ના પાવડર થી દૂષિત પાણી પણ પીવા લાયક થતું હોવાનું અને બેક્ટેરિયાની સંખ્યા પણ ઓછી થયાનું સામે આવ્યું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post