વીજ કંપનીએ ખેડૂતના ઘરે મોકલ્યું 3.71 કરોડનું વીજળી બીલ- ખેડૂત પરિવારને આંખે અંધારા આવી ગયા

Share post

રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના એક ગામના ખેડૂતને વિજળીના વપરાશ પેટે જે રકમનો બિલ મળી હતી તેને જોઇ ખેડૂતના હોશ ઉડી ગયા હતા. માત્ર બે મહિનાના રૂપિયા ૩.૭૧ કરોડ ભરવાના હોવાથી ખેડુત પેમરામ ગભરાઇ ગયો હતો. તપાસ કરતાં ખબર પડી કે મીટર રીડીંગ અને તેમના અસલ બિલમાં લખવામાં આવેલી રકમમા મોટો તફાવત હતો. ૨૨ ઓગસ્ટે બિલ મોકલવામાં આવ્યું હતું અને ચુકવણી કરવાની અંતિમ તારીખ ૩ સપ્ટેમ્બર હતી. પરંતુ જ્યારે એણે રકમ જોઇ તો ડરી ગયો હતો.

તરત જ રાજસ્થાન સરકાર દ્વારા સંચાલીત ઇ-મિત્ર કેન્દ્ર પર દોડી ગયો હતો. ઉદયપુર જિલ્લાના ગીંગલા ગામમાં રહેતા ૨૨ વર્ષના પેમરામ પટેલ બિલની રકમ જોઇ પહેલા તો ગભરાઈ ગયો હતો. એણે જે દુકાન ભાડે આપી હતી ત્યાં ઓટો ગેરેજ ચાલે છે. વિજળી કંપનીએ મોકલેલ  બિલ  આ દુકાનનું હતું. દુકાનમાં વીજળી જોડાણ અજમેર વિદ્યુત વિતરણ નિગમ લિ. પાસેથી લીધુ હતું.

‘હું ઇ-મિત્રમાં ગયો ત્યારે જ મને જાણ થઇ કે આ બિલની રકમ તો ખુબ જ તોતિંગ હતી. ખબર પડી હતી કે આ તો પ્રિન્ટીંગ મિસ્ટીક હતી, ખરેખર મારે માત્ર ૬,૪૧૪ રૂપિયા જ ભરવાના હતા જે મેં ઇ-મિત્ર મારફતે ભરી દીધા હતા. વીજળી કંપનીના અધિકારીએ કહ્યું હતું કે મીટર રીડીંગનો રેકોર્ડ રાખનાર ઓપરેટરે ભુલથી અન્ય કી દબાઇ દીધી હશે.’ તરત જ એમાં સુધારો કરવામાં આવ્યો હતો અને ખેડૂતને નવું બિલ અપાયુ હતો’એમ એન્જીનીયર ગીરીશ જોશીએ આજે જણાવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો. અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.  https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…