અતિભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ભયજનક વધારો થતાં આ શહેરોમાં પાણી ફરી વળ્યા- જાણો વિગતવાર

Share post

અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની તમામ નદીઓમાં નવાં નીરનાં આગમનની સાથે જ ઘણાં ચેકડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હાલમાં એને લઈને જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.નર્મદા ડેમમાંથી કુલ 11 લાખ ક્યૂસેક પાણી છોડાતાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી ભયજનક સપાટીને પાર કરી કુલ 32 ફૂટ પર પહોંચી ગઈ છે.

જેને કારણે નર્મદા કાંઠાનાં ગામડામાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચમાં આવેલ ફૂરજા તથા દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા નદીનાં નીર ઘૂસી જતાં રોડ પર હોડીઓ ફરવા લાગી છે. જેને કારણે ભરૂચવાસીઓ મુશ્કેલીમાં મૂકાઇ .તાંભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતાં બોટ બંધ થઇ જતાં કુલ 5 લોકો નર્મદા નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહમાં ફસાઇ ગયા હતાં.

તેઓને NDRFની ટીમ સાથે રેસ્ક્યૂ કરીને સ સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. નર્મદા નદી કાઠાનાં વડોદરાનાં કુલ 12, ભરૂચનાં કુલ 21 તથા નર્મદા જિલ્લાનાં કુલ 19 મળીને કુલ 52 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ભરૂચ, અંકલેશ્વર તથા ઝઘડિયા તાલુકાનાં કુલ 22 ગામોમાં રહેતાં કુલ 2,540 લોકોને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યાં છે.

નર્મદા નદીનું જળસ્તર હાલમાં કુલ 32.14 પર પહોંચી ગયું છે, જે બપોરનાં 12 વાગ્યે કુલ 35 ફૂટ પર પહોંચવાની સંભાવના રહેલી છે, જેને કારણે ભરૂચ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post