ઉંચી ડીગ્રી હોવાં છતાં આ પટેલ ભાઈએ શરુ કર્યું પશુપાલન, હાલમાં 44 ગીર ગાયોના સંવર્ધનની સાથે ગાય આધારિત ખેતીમાંથી કરી રહ્યાં છે મબલખ કમાણી

Share post

પશુપાલન તેમજ ખેતીમાંથી લોકો મબલખ કમાણી કરી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આવેલ પાટણ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. મિકેનિકલ એન્જિનિયરે ફેબ્રિકેશનનો ચાલતો ધંધો બંધ કરીને અચાનક જ વિચાર આવતાં પશુ સંવર્ધન કરવાનનું શરુ કર્યું છે. પાટણના માત્ર 35 વર્ષનાં એન્જિનિયરે બોરતવાડા ગામમાં પોતાના બાપ-દાદાની માલિકીના ખેતરમાં ગૌશાળાની શરૂઆત કરી છે, જેમાં ગીર ઓલાદની કુલ 44 ગાયનું સંવર્ધન કરી વર્ષે કુલ 8 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

આટલું જ નહીં, પશુપાલનની આડપેદાશ એવાં છાણ તથા ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કરીને પોતાની કુલ 30 વીઘા જમીન પર ખેતીમાં થતો રાસાયણિક ખાતરનાં ખર્ચની પણ બચત કરી રહ્યાં છે. એન્જિનિયર યુવક ગાયોના દૂધમાંથી ઘી બનાવે છે, જેની વડોદરા, સુરત, મુંબઈ જેવાં મોટાં શહેરોમાં પણ ખુબ માંગ રહેલી છે. માત્ર 4  ગાયથી શરૂઆત કરનાર યુવકની પાસે હાલમાં નાની-મોટી મળીને કુલ 44 ગાય છે પણ કુલ 100 ગાયનું સંવર્ધન કરવાની એની ઈચ્છા રહેલી છે. પશુપાલનમાં મેળવેલ મહારથને કારણે રાજ્ય સરકાર દ્વારા એમને ‘શ્રેષ્ઠ પશુપાલક’નો અવૉર્ડ આપીને સન્માન પણ કરવામાં આવ્યું છે.

માત્ર 4 ગાયથી શરૂઆત કરી :
પાટણ શહેરમાં રહેતા તથા મિકેનિકલ એન્જિનિયર એવા માત્ર 35 વર્ષનાં હરેશ પટેલે પિતા તથા ભાઈની સલાહથી પાટણ તાલુકામાં આવેલ બોરતવાડા ગામ ખાતે આવેલ એમની ખેતીની જમીનમાં ગૌશાળાની શરૂઆત કરી છે. ત્યાં તે ગીર ઓલાદની ગાયોનું સંવર્ધન કરે છે. એમણે ફક્ત 4 ગાય લાવીને પશુપાલનની શરૂઆત કરી હતી. હાલમાં એમની પાસે નાની-મોટી મળીને કુલ 44 ગાય છે.

ગીર ગાયના સંવર્ઘનની સાથે કમાણી :
હરેશ પટેલ જણાવતાં કહે છે કે, તેઓ બોરતવાડા ગામમાં માધવ ગૌશાળા તથા સંવર્ઘન કેન્દ્ર ચલાવે છે, જેમાં તેઓ દેશી ગીર પાળે છે. હાલમાં એમની પાસે નાની-મોટી મળીને કુલ 44 ગાય છે. ગાયોના દૂધમાંથી ઘી બનાવી એનું વેચાણ કરતાં બજારમાં કુલ 1,700 રૂપિયા મળે છે. આની ઉપરાંત ગાયના મૂત્રમાંથી અર્ક તથા છાણમાંથી ઈકોફ્રેન્ડલી ઘૂપબત્તી (વિવિધ ફ્લેવરમાં ગૂગળ, લોબાન વગેરે), પંચદ્રવ્યમાંથી નસ્ય જેવી બાયપ્રોડક્ટથી કમાણી કરી રહ્યાં છે.

ગાય આધારિત ખેતીની શરૂઆત કરી ;
હરેશ પટેલની પાસે કુલ 30 વીઘા જમીન છે, જેમાં તેઓ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. ખેતીમાં ગૌમૂત્ર તથા છાણનો ઉપયોગ કરીને જીવામૃત બનાવીને ખેતીમાં એનો ઉપયોગ કરે છે. ગૌ અમૃત્તમ બેક્ટેરિયા, ડિકમ્પોઝર તથા ખાટી છાશનો ઉપયોગ કરવામાં આવે છે. આટલું જ નહીં પણ ગાય માટે ઘાસચારા પણ ત્યાં વાવવામાં આવે છે.

દૂધમાંથી ઘી બનાવે છે :
ઔષધિય ગુણોથી ભરપૂર એવા ગીર ગાયના શુદ્ધ ઘીની માંગને ધ્યાનમાં રાખી બીજા વર્ષે હરેશે મેળવેલ બધાં દૂધ ઉત્પાદનનો ઘી બનાવવા માટે ઉપયોગ કર્યો હતો. વાર્ષિક દૂધ ઉત્પાદનમાંથી કુલ 400 કિલો કરતાં વધારે ઘી તૈયાર કરીને કુલ 7 લાખ રૂપિયા જેટલી આવક મેળવે છે. આની સાથે આયુર્વેદમાં આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ ગણવામાં આવેલ ગૌમૂત્રનો અર્ક બનાવીને એનું વેચાણ કરી આવક પણ મેળવે છે.

કુલ 100 ગીર ગાયો પાળવાનું ધ્યેય :
ફક્ત કમાણીના સાધન તરીકે જ નહીં પરંતુ ઉચ્ચ ઓલાદની ગાયોનાં સંવર્ધન માટે પણ હરેશ પટેલ પ્રયત્નશીલ છે. તેઓ સમયાંતરે એમની ગૌશાળામાં રહેલ ખૂંટ દ્વારા ગીર ઓલાદની ગાયોના બ્રીડિંગ માટે બીજદાન પણ કરાવે છે. રાજ્ય સરકારે આપેલ સહાયથી બીજી ગાયોની ખરીદી કરી આગામી સમયમાં કુલ 100 જેટલી ગાયોના સંવર્ધનનો હરેશભાઈનો લક્ષ્ય રહેલું છે.

‘શ્રેષ્ઠ પશુપાલક’નો અવૉર્ડ પણ મળ્યો :
આ વર્ષે જ દાહોદમાં યોજવામાં આવેલ ‘શ્રેષ્ઠ પશુપાલક અવૉર્ડ’ વિતરણ સમારોહમાં હરેશભાઈને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તથા રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડના હસ્તે પાટણ જિલ્લાના ‘શ્રેષ્ઠ પશુપાલક’ તરીકે અવૉર્ડ તથા કુલ 15,000 રૂપિયાની પ્રોત્સાહક રકમનો ચેક આપવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post