કળયુગનું અમૃત છે દહીં, શાસ્ત્રો અનુસાર શરીરને એવાએવા ચમત્કારી ફાયદા થાય છે કે… જાણી તમે પણ ચોંકી જશો

Share post

હિંદુ ધર્મની માટેની આ ખાસ પરંપરા છે કે, કોઇપણ શુભ કામ કરવા માટે જતાં પહેલાં દહીં તેમજ ખાંડ ખાવામાં આવે છે. આયુર્વેદિક હોસ્પિટલ વારણસીનાં તબીબી અધિકારી વૈદ્ય પ્રશાંત મિશ્રનાં જણાવ્યાં અનુસાર આ પરંપરાથી શરીરને તાત્કાલિક ઊર્જા મળે છે. આ ઊર્જાથી મૂડ પણ સારો બને છે. દહીં અને ખાંડ ખાવાથી પેટની વધારાની ગરમી પણ દૂર થાય છે. જેનાં લીધે માથામાં પણ ગરમી વધતી નથી તેમજ મગજને આરામ મળે છે તથા મનની એકાગ્રતા વધારો થાય છે.

કાશીનાં જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રનાં જણાવ્યાં મુજબ પુરાણોમાં દહીંને અમૃત ગણવામાં આવ્યું છે. પોતાનાં આયુર્વેદિક ગુણોનાં લીધે દહીંનો ઉપયોગ પૂજામાં ખાસ કરવામાં આવે છે. ભગવાનનાં અભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવેલાં પંચામૃત એટલે પાંચ અમૃતોમાં દહીંનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે ખાવાથી પોઝિટિવ ઊર્જમાં વધારો થાય છે તેમજ નકારાત્મક વિચાર દૂર થાય છે. જેનાં લીધે ધર્મ ગ્રંથોમાં દહીં અને ખાંડ ખાવાનું વિધાન છે.

સ્વાસ્થ્ય માટે દહીં તેમજ ખાંડ બહુ ફાયદાકારક છેઃ
દહીં, ભોજનને પચાવવામાં મદદરૂપ થાય છે ઉપરાંત નેચરલ લેક્સેટિવ એટલે ભોજનને મુલાયમ બનાવવામાં પણ મદદરૂપ બને છે. દૂધમાંથી બનવાનાં લીધે તેમાં કેલ્શિયમ, વિટામિન બી-2, બી-12, પોટેશિયમ તેમજ મેગ્નિશિયમ તથા મિનરલ્સ જેવાં શરીર માટે જરૂરી ઘણા તત્વ પણ મળી આવે છે. ખાંડને દહીંમાં ભેળવવાથી તેનાં ગુણ વધે છે. ખાંડથી દહીંમાં રહેલાં જીવાણુંમાં વધારો થાય છે. તેથી પાચન ક્રિયાને મદદ મળે છે તેમજ દહીં શરીરની ગરમી ઘટાડે છે. દહીં અને ખાંડ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે.

દહીં અને ખાંડ સાથે ખાવાનું આયુર્વેદિક કારણઃ-
આયુર્વેદ અનુસાર દહીં શરીરમાં ઠંડક આપે છે. જેના લીધે શરીરમાં રહેલી ગરમી ઘટે છે. ખાંડને ગ્લૂકોઝનો મુખ્ય સોર્સ માનવામાં આવે છે. જ્યારે આપણે આ બન્ને વસ્તુઓને ભેળવીને ભોજનમાં લઈએ છીએ ત્યારે આપણાં શરીરને ઠંડું રાખવામાં મદદ કરે છે. અને સાથે જ દિવસભર માટે જરૂરી ઇન્સ્ટન્ટ એનર્જીઓ પણ આપે છે. આ પ્રકારે આખા દિવસની ચિંતા તેમજ સ્ટ્રેસમાં રાહત મળે છે. દહીં અને ખાંડ ખાવાથી શરીરને ઘણી એનર્જી તેમજ ન્યૂટ્રીશન પણ મળે છે.

શરીર માંથી તણાવ દૂર કરી બોડીને રિલેક્સ કરે છેઃ-
દહીં અને ખાંડનું મિશ્રણ પોષત તત્વોથી ભરપૂર હોવાને લીધે સાથે જ આપણાં શરીરને તણાવ મુક્ત પણ બનાવે છે. તે શરીરને રિલેક્સ કરવામાં મદદરૂપ બને છે. એટલે જ્યારે નેગેટિવિટી તેમજ સ્ટ્રેસ દૂર થાય છે તે સમયે કોઇપણ વ્યક્તિ પોતાનાં કામ ઉપર સારી રીતે ફોકસ કરી શકે છે જેનાં લીધે યોગ્ય રીતે કામ કરી શકે છે. લાંબા સમય સુધી દહીં અને ખાંડ ખાવામાં આવે તો તે યાદશક્તિ તેમજ કોન્સટ્રેશનને વધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post