દાબી દાબીને ભાત ખાવાથી વધે છે મૃત્યુનો ખતરો, જો આવા સંકેતો દેખાતા હોય તો સમજી લેજો કે…

Share post

શોધકર્તાઓએ જણાવતાં કહ્યું હતું કે, ચોખામાં આર્સેનિક હોવાને લીધે સમગ્ર વિશ્વમાં દર વર્ષે કુલ 50,000 લોકોના મૃત્યુ થાય છે. બ્રિટનની માન્ચેસ્ટર તથા સેલ્ફોર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં સંશોધનકારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. હૃદયરોગથી થતા મૃત્યુનું મુખ્ય કારણ વધારે ચોખા ખાવાનું છે. એનું કારણ ચોખામાં કુદરતી રીતે રહેલું આર્સેનિક તત્વ છે.

આ દાવો બ્રિટેનની માન્ચેસ્ટર તથા સાલ્ફોર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં કરવામાં આવ્યો છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે સમગ્ર વિશ્વમાં ચોખા ખાવાની દ્રષ્ટિએ બ્રિટનમાં લોકો કુલ 25 માં ક્રમ પર આવે છે. અહિ કુલ 6% લોકોના મૃત્યુ હૃદયરોગથી જ થઇ રહ્યા છે. ચોખામાં આર્સેનિક હોવાને લીધે મૃત્યુનું જોખમ વધુ રહેલું છે.

રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ પ્રમાણે ભારતમાં ચોખા સૌથી વધારે બિહાર તથા ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ખાવામાં આવે છે. નવા સંશોધન પ્રમાણે, આવા રાજ્યોએ વધારે ભાત ખાવાની જગ્યાએ એમના ભોજનમાં બીજા કોઈ અનાજનો સમાવેશ કરવાની જરૂર રહેલી છે. ચોખામાં આર્સેનિક કેવી રીતે પહોંચે છે આવો જાણીએ…

1. ચોખામાં આર્સેનિકને કારણે દર વર્ષે કુલ 50,000 મોત:
સંશોધનકારોના મત અનુસાર, ફૈઝલના ઉત્પાદન દરમિયાન એમાં માટી દ્વારા કેટલાંક રસાયણો પ્રવેશ કરતાં હોય છે. અનાજ ખાવાથી હ્રદય સંબંધિત રોગ તથા કેન્સર થાય છે. ઘણીવાર તો લોકોનું મૃત્યુ પણ થઇ જાય છે. ચોખા એ અનાજ છે, જેની ઉપર મોટાભાગની વસ્તી આધારીત રહેલી છે. તે પુષ્કળ પ્રમાણમાં કેલરી તથા પોષક તત્વો પ્રદાન કરે છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે ચોખામાં આર્સેનિકને લીધે સમગ્ર વિશ્વમાં દર વર્ષે કુલ 50,000 મોત થાય છે.

2. ચોખા જ કેમ જોખમી, અન્ય પાક કેમ નહિ ?
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, ખેડૂતો સિંચાઈ કરતી વખતે આર્સેનિક ધરાવતા રસાયણોનો છંટકાવ કરે છે. બીજા પાક પર આર્સેનિકની કોઈ અસર થતી નથી, જેને કારણે આરોગ્યને ખુબ નુકસાન થાય છે. કારણ કે, ચોખાનો પાક લાંબા સમય સુધી પાણીમાં ડૂબી રહે છે, જેથી એમાં કુલ 20% આર્સેનિક વધારે મળી આવે છે. આર્સેનિકનું ઝેરી રસાયણ તમારા માટે કેટલું જોખમી છે, એ વાત એના પર નિર્ભર છે કે તમે એક દિવસમાં કેટલા ચોખા ખાઓ છો.

3. ચોખા ખાવાનું છોડવાની જરૂર નથી, વિકલ્પો બદલો :
સંશોધનકારો જણાવતાં કહે છે કે, લોકોને ડરવાની જરૂર નથી અથવા તો ચોખા એકસાથે છોડવાની જરૂર નથી. કારણ કે, એમાં ફાઇબરની સાથે જ ઘણાં પોષક તત્વો પણ રહેલાં હોય છે. લોકોને ચોખાની અન્ય જાતનો પોતાના ખાવામાં ઉપયોગમાં લેવાની જરૂર રહેલી છે જેમ કે, બાસમતી. એમાં અન્ય ચોખા કરતા આર્સેનિક સ્તર ખુબ ઓછું હોય છે.

4. આર્સેનિક કેવી રીતે ઘટાડવું ?
બ્રિટનની ક્વીન્સ યુનિવર્સિટીના સંશોધનકર્તા એન્ડ્ર્યૂ મેહાર્ગ જણાવતાં કહે છે કે, જો ચોખા બનાવવાની રીતમાં બદલાવ કરવામાં આવે તો આર્સેનિકની અસર ઓછી થઈ શકે છે. સામાન્ય રીતે લોકો ચોખા ત્યાં રાંધે છે કે, જ્યાં સુધી તે સંપૂર્ણ પાણીને શોષી ન લે. આવું કરવાથી ચોખામાં આર્સેનિક જળવાઈ રહે છે. ચોખામાં પાણીનું પ્રમાણ વધારવાથી આર્સેનિક વધારે સારી રીતે બહાર આવે છે. 12 ગણું પાણી ઉમેરીને કુલ 57% થી વધારે આર્સેનિકમાં ઘટાડો થઇ જાય છે. એનાથી સાબિત થાય છે કે, પ્રવાહી પાણીમાં આર્સેનિક ગતિશીલ રહે છે. જેને દૂર કરી શકાય છે.

5. ભારતમાં કેમ સજાગ થવાની જરૂર રહેલી છે ?
સમગ્ર વિશ્વમાં ચોખાના ઉત્પાદનમાં ભારત બીજા નંબરનો દેશ છે. રાષ્ટ્રીય નમૂનાના સર્વે પ્રમાણે, શહેરો અનુસાર દેશના ગામડાઓમાં ચોખાનો વધારે વપરાશ થાય છે. ગામમાં એક ભારતીય દર મહિને કુલ 6 કિલો ચોખા ખાય છે, જ્યારે શહેરી માણસોમાં આ આંકડો કુલ 4.5 કિલો રહેલો છે. ઉત્તર પ્રદેશ તથા બિહારના ગ્રામીણ વિસ્તારોમાં ચોખાનો વધારે વપરાશ થાય છે. દેશમાં દક્ષિણ, પૂર્વ તથા ઉત્તર-પૂર્વના લોકોને ચોખા વધારે પસંદ છે. મોટાભાગનાં રાજ્યોમાં લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, એવા સમયમાં સજાગ રહેવાની જરૂર રહેલી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post