ભોજન બાદ દાબી-દાબીને દાળભાત ખાનારા લોકો ચેતી જજો! નહીતર શરીરમાં થઇ શકે છે…

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણાં લોકોનાં ધંધા-રોજગાર બંધ હોવાંથી ઘરે જ બેઠાં રહે છે. સતત ઘરે બેઠાં રહેવાને કારણે લોકોનાં ભોજનમાં પણ ખુબ જ વધારો થયો છે. વધુ પડતું ભોજન લેવાથી પણ શરીરને ઘણું નુકશાન થતું હોય છે. આવો જાણીએ અહી ….

સામાન્ય રીતે તમામ લોકોનાં ઘરમાં ભાત તો બનાવવામાં આવતાં જ હોય છે. ઘણાં લોકો એને ખાવાનું પણ ખૂબ જ પસંદ કરતાં હોય છે. પણ શું આપ જાણો છો, કે નિયમિત રીતે એને ખાવાથી સ્વાસ્થ્ય પર પણ ઘણાં પ્રકારનાં નુકસાન પણ થઇ શકે છે. માત્ર 1 જ બાઉલ રાંધેલા ભાતની વાત કરીએ તો એમાં અંદાજે કુલ 136 કેલરી રહેલી હોય છે. ડાયાબિટીસ ધરાવતાં લોકોની માટે તો આ ખૂબ જ ખતરનાક છે.

કારણકે, એનાથી શરીરમાં શુગરનું લેવલ પણ ખુબ જ ઝડપથી વધે છે. આવામાં ખાસ કરીને શુગરનાં દર્દીઓએ એનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઇએ. જો આમ છતાં પણ આપ ભાત ખાવા ઈચ્છો છો, તો સફેદની જગ્યાએ બ્રાઉન ભાતનું સેવન પણ કરી શકો છો. તો, આવો જાણીએ વધુ માત્રામાં સફેદ ચોખા ખાવાંથી શરીરને કયા પ્રકારનો ખતરો રહે છે.

વજન વધવું
એમાં ચરબીનું પ્રમાણ વધુ પડતું હોવાથી શરીરનું વજન વધવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં પહેલેથી જ વધુ પડતું વજન હોય તેવાં લોકોએ એનું સેવન કરવાથી બચવું જ જોઇએ પણ સફેદની જગ્યાએ તમે બ્રાઉન રાઇસનો પણ ઉપયોગ કરી શકો છો. કારણ,કે તે તમારા સ્વાસ્થ્ય માટે એ ઘણું લાભદાયક પણ હોય છે.

ચોખાને વારંવાર ધોવાથી પોષ્ટિક તત્વ નષ્ટ થાય છે
ચોખાને રાંધતા પહેલાં જ બરાબર રીતે ધોવા અથવા તો સાફ કરવા જોઇએ તે ખુબ જ જરૂરી છે પણ એને વધુ સમય સુધી ધોવાંથી એમાં રહેલ વિટામિનનું પ્રમાણ તથા પોષ્ટિક તત્વ પણ નષ્ટ થઇ જાય છે. ખાસ કરીને તો વિટામીન-C ની ઉણપ પણ થાય છે. એનાંથી રોગ પ્રતિકારક શક્તિ પણ ઘણી ઓછી થઇ જાય છે.

પાચન તંત્રની સમસ્યા
સફેદ ચોખામાં ફાઇબરની માત્રા ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે. આવામાં રોજ વધુ માત્રામાં ભાત ખાવાથી પાચનતંત્ર પર પણ તેની ઘણી અસર થાય છે. એનાંથી વ્યક્તિની પાચન શક્તિ ઘણી નબળી થઇ જવાંથી પેટથી જોડાયેલ સમસ્યાનો ખતરો પણ ખુબ જ વધે છે.

વારંવાર ભૂખ લાગવી
સફેદ ચોખામાં ફાઇબર ખુબ જ ઓછી માત્રામાં હોવાથી તે ખુબ જ ઝડપથી પચી પણ જાય છે. એને કારણે વારંવાર ભૂખ પણ લાગે છે. એવામાં ઓવર ઇટિંગની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post