૬૫ વર્ષની ઉંમરમાં પારંપરિક ખેતી છોડી અપનાવી ઔષધીય ખેતી: લાખોમાં છે હવે નફો.

Share post

સુરત ગંજ બ્લોકમાં તંડપુર ગામ ના રામ શુક્લા 65 વર્ષના છે.તેઓ વધારે ભણેલા નથી તો શું થયું પરંતુ આ વૃદ્ધ ખેડૂતે પોતાના ખેતરોમાં પ્રયોગ કર્યા તે પ્રયોગોને અત્યારે બીજા ખેડૂતો પણ અપનાવી રહ્યા છે. રામ શુક્લા એ પોતાના ખેતરોમાં સતાવરી, સહજન, આદુ જેવી વસ્તુ ઉગાડે છે. પોતાના પાકને વેચવા માટે તેમણે દિલ્હી અને મધ્યપ્રદેશ ની ઘણી ઔષધીઓ કંપનીઓ સાથે કરાર કર્યા છે.તેઓ ખેડૂતોની આવક ને બે ગણી કરવા માટે શરૂ કરવામાં આવેલ એરોમાં મિશન સાથે પણ જોડાયેલા છે.

રામ શુક્લા જણાવે છે કે ઘરમાં જેટલા પૈસા લાગે છે પાકની કાપણી બાદ તેટલી જ કમાણી થાય છે. પારંપરિક ખેતીમાં કોઈ ખાસ નફો નથી મળતો.તેવામાં થોડા વર્ષો પહેલા એક સરકારી સંસ્થાના માધ્યમથી ઔષધની ખેતી કરવાની શરૂ કરી.સૌથી પહેલા મેલેરિયા ની દવા આરટી માટે મધ્ય પ્રદેશ ની કંપની સાથે કરાર કર્યા .

હવે નોઇડા ની એક મોટી દવા કંપની સાથે કરાર કરી સહજણ અને કૌંચ ની ખેતી કરી રહ્યો છું. આમાં એક વખત રોકાણ થોડું વધારે થાય છે પરંતુ પાક થયા બાદ તેને વેચવા ની માથાકૂટ રહેતી નથી. કંપનીઓ પોતે જ પાકની ખરીદી કરી લે છે અને પૈસા સીધા ખાતામાં આવી જાય છે.

લોકોએ વિચાર્યું કે મારી બરબાદી ના દિવસો આવી ગયા.

તેઓ જણાવે છે કે જ્યારે મે પહેલી વખત એક એકરમાં પીળી શતાવરી ઉઘાડી તો આજુબાજુના લોકોએ કહ્યું કે પંડિતજી શું આ જાડિયો ઉડાડો છો? કેટલાય લોકોને લાગ્યું કે મારા બરબાદી ના દિવસો આવી ગયા છે. પરંતુ જ્યારે પાક પાક્યો તો ચાર લાખ રૂપિયાની આવક થઈ જે બીજા ભાગ કરતા ઘણી વધારે હતી. સતાવરી ની પ્રોસેસિંગમાં અમે ઘણા લોકોને રોજગાર પણ આપ્યો હતો.

પીળી શતાવરી માં એક એકરમાં લગભગ 70 થી 80 હજારનો ખર્ચો થાય છે. જ્યારે તેમાં નફો ચાર થી પાંચ લાખ નો હોય છે. જોકે તેનો આધાર માર્કેટ ભાવ ઉપર રાત રહે છે.એક એકરમાં પંદરથી વીસ ક્વિન્ટલ ઉપર જ આવે છે અને 30 થી 70 હજાર પ્રતિ ક્વિન્ટલ નો ભાવ મળે છે.

બીજા ખેડૂતો પણ શીખ લઈ રહ્યા છે.

રામ શુક્લા ના ખેતર નો નફો જોઇ બે વર્ષ પહેલાં બીજા ખેડૂતે પણ તેની ખેતી કરવાનું શરૂ કર્યું. તેઓને સતાવરી ની નર્સરી માટે ભાગદોડ ન કરવી પડે એટલા માટે રામે આ વખતે પોતાના ખેતરમાં જ નર્સરી તૈયાર કરી. આ નર્સરી માંથી ખરીદી કરવા માટે મધ્યપ્રદેશથી લઇને ઝારખંડ સુધીના લોકો આવે છે.

આ વખતે રામજીએ 3 એકરથી વધારે જમીનમાં સરગવો ઉગાડ્યો છે.તેઓના મુજબ આસપાસના તમામ ગામમાં સરગવાની ખેતી કરનાર તે પહેલા ખેડુત છે. એકવાર વાવણી કરી તે ચારથી પાંચ વર્ષ સુધી તેની ઉપજ આવતી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post