ખેડૂતો ઘરે બેઠા તુલસીની ખેતી કરી કમાઈ રહ્યા છે લાખો રૂપિયા- જાણો વિગતે

Share post

ભારતીય સંસ્કૃતિમાં તુલસી ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તુલસીનું ધાર્મિ‌ક અને આધ્યાત્મિક દૃષ્ટિએ આગવું મહત્વ છે. શહેરોમાં કે ગામડામાં મોટાભાગના ઘરોમાં આંગણામાં, વાડામાં કે બાલ્કનીમાં લોકો કમસે કમ તુલસીનો એક છોડ ઉછેરે છે અને તેની પૂજા કરે છે. આ ઉપરાંત તુલસીમાં અનેક પ્રકારના ઔષધિય ગુણધર્મો રહેલા છે. તુલસીના પાન, બીજ તથા તેલનો આયુર્વેદમાં વિવિધ રોગોના ઉપચાર માટે વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે.

મધ્ય પ્રદેશમાંં ઉજ્જૈનના એક ખેડૂતે 10 વીઘા જમીનમાં 10 કિલો તુલસીના બીજનું વાવેતર કર્યુ હતું. વાવેતરનો ખર્ચ માત્ર 15 હજાર થયો અને નફો 2.5 લાખ રૂપિયાથી પણ વધારે થયો હતો. તમે પણ તુલસીની ખેતી કરીને સારી કમાણી કરી શકો છો.

3 મહિનામાં પાક થઇ જાય છે તૈયાર

ખેડૂત અનોખીલાલ પાટીદારે 10 વીઘાના ખેતરમાં તુલસીની ખેતી કરી, જેમાં માત્ર 3 મહિનાની અંદર તુલસીનો પાક તૈયાર થઇ ગયો હતો.

1 વીઘાનો ખર્ચ 1500 રૂપિયા આવ્યો. તે હિસાબથી 10 વીના જમીન પર વાવેતર કરવાનો કુલ ખર્ચ 15 હજાર રૂપિયા થયો હતો.

ખેડૂતે તે પાકને 3 લાખ રૂપિયામાં વેચ્યો. એટલે કે તેને માત્ર 3 મહિનાની મહેનત કરી 2 લાખ 85 હજાર રૂપિયાની કમાણી કરી લીધી હતી.

ક્યારે કરવી જોઇએ ખેતી

જુલાઇનો મહિનો તુલસીના પાક માટે સૌથી ઉત્તમ સમય હોય છે.

તુલસીના બીજને 45×45 સે.મીના અંતરમાં પર વાવવા જોઇએ.

અને RRLOC 12 અને RRLOC 14 (એક પ્રકાની જાત)પાકને 50×50 સે.મીના અંતરે વાવવા જોઇએ.

પાક લગાવ્યાના તરત બાદ સાધારણ સિંચાઇ કરવાની શરૂ કરી દેવી જરૂરી છે.

એક્ટપેર્ટ્સ અનુસાર, ખેતીથી 10 દિવસ પહેલા સિંચાઇ કરવાનું બંધ કરી દેવું જોઇએ.

નેચરલ પ્રોડક્ટ અને દવાઓનું બજાર એટલું મોટું છે કે, આવા પ્રોડક્ટ હંમેશા માંગ માં રહે છે,જેથી મેડિસિન પ્લાન્ટ ની ખેતી નો બિઝનેસ ખૂબ જ ફાયદાકારક છે. આ ધંધામાં રોકાણ ખૂબ જ ઓછું છે પરંતુ લાંબા સમય સુધી ફાયદો આપતું રહે છે. મેડિસિનલ પ્લાન્ટ ની ખેતી કરવા લાંબા ખેતરો ની જરૂર નથી અને મોટા રોકાણની પણ જરૂર નથી. ખેતી શરૂ કરવા માટે તમારે અમુક હજાર રૂપિયાની જરૂર પડશે પરંતુ લાખોમાં કમાણી થશે.

મોટાભાગના હર્બલ પ્લાન્ટ જેવાકે તુલસી અને એલોવેરા ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તેમને નાના-નાના કુંડામાં પણ રોપી શકાય છે. હાલના સમયમાં એવી દવાની કંપનીઓ પણ છે કે જે આ ઉત્પાદનને કોન્ટ્રાક્ટ પર ખરીદી લેશે.

3 મહિનામાં 3 લાખની કમાણી

સામાન્ય રીતે તુલસીને ધાર્મિક દ્રષ્ટિથી જોવામાં આવે છે,પરંતુ તેના કેટલાક ઓપચારિક ગુણો પણ છે.જેને કારણે તુલસીની ખેતી કરીને લાખો રૂપિયા કમાઈ શકાય છે. તુલસીના ઘણા બધા પ્રકાર હોય છે, જેમાં યુજીનોલ અને મિથાઇલ સીનામેંટ હોય છે. તેનો ઉપયોગ થી કેન્સર જેવી ભયાનક બીમારી નો પણ ઉપચાર કરી શકાય છે. 1 હેક્ટર તુલસી ઉગાડવા માટે 15 હજાર રૂપિયાનો ખર્ચ થશે. 3 મહિનામાં આ પાક 3 લાખ રૂપિયાનો વેચાઇ શકે છે.

તુલસીની ખેતી માટે પતંજલિ, ડાબર, વૈધનાથ જેવી આયુર્વેદિક દવા બનાવતી કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી રહી છે. જે પાકને પોતાનો માધ્યમથી જ ખરીદી લે છે. તુલસી ના બી થી બનતા તેલનું પણ મોટું બજાર છે.

જરૂરી છે ટ્રેનિંગ

મેડિસિનલ પ્લાન્ટ ની ખેતી કરવા માટે તમારી પાસે જરૂરી ટ્રેનિંગ હોવી આવશ્યક છે. લખનૌ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ આ છોડ ના ઉત્પાદન અંગે ટ્રેનિંગ આપે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post