Sun. Feb 23rd, 2020

નિવૃત DYSP બટાકાની ખેતી કરીને, કરી રહ્યાછે કરોડોની કમાણી

બનાસકાંઠામાં રહેતા એક નિવૃત Dysp ખેતરમાં બટાકાનું ઉત્પાદન કરીને લાખો નહીં પણ કરોડોની આવક કરી રહ્યા છે .જેના કારણે સરકાર દ્વારા તેમને આલુ ગૌરવ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.આ ડીવાયએસપી નું નામ પથી ચૌધરી છે .અને તેઓ બનાસકાંઠામાં 90 એકર જમીનમાં બટાકા ઉગાડે છે. પથી ચૌધરીએ છેલ્લા ચાર મહિનામાં બટાકાનું મોટાપ્રમાણમાં ઉત્પાદન કરીને અઢી કરોડ રૂપિયાની આવક કરી છે.

પથી ચૌધરીએ જણાવ્યું કે પ્રોસેસિંગ વેરાઈટી ના બટાકા બધે થતા નથી. સારી કવોલિટીના બટાકાનું ઉત્પાદન ઇન્દોર, પંજાબ અને ગુજરાતમાં જ થાય છે. સારી ક્વોલીટીના બટાકામાંથી વેફર ,ફ્રેન્ચ ફ્રાઇઝ અને આલું ટીક્કી જેવી વેરાઈટી બને છે .તેના ભાવ પણ સારા મળે છે .હું દર વર્ષે 87 એકર જમીનમાંથી અંદાજીત અઢી કરોડ જેટલી આવક કરું છું .આ જમીનમાંથી મે 2010માં હેકટર દીઠ ઉત્પાદન 35 મેટ્રિક ટન લીધેલું છે અને ત્યારબાદ આ ઉત્પાદનમાં વધારો કરતા કરતા નેધરલેન્ડના 54 મેટ્રીકટન રેકોર્ડબ્રેક કરતા મે હેક્ટરદીઠ 87 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું હતું.

પથી ચૌધરી ભૂતકાળમાં psi થી dyps બન્યા હતા. અને પોલીસની નોકરી માંથી નિવૃત્ત થઈને તેમણે બટાકાની ખેતી શરૂ કરી હતી અને થોડા જ સમયમાં તેઓ હેક્ટરદીઠ સૌથી વધારે ઉત્પાદન કરતા ખેડૂત બની ગયા છે .પથી ચૌધરીએ નેધરલેન્ડનો રેકોર્ડ તોડી નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. તેમની આ સફળતાના કારણે તેઓ બીજા ખેડૂતોને સંદેશો આપે છે કે ,કુદરતને સાથે રાખીને ખેતી કરવામાં આવે તો ખેતીમાં પણ સારામાં સારી કમાણી મેળવી શકાય છે.