વર્ષમાં ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી રહે છે બીમાર, જાણો આશ્ચર્યજનક કારણ?

Share post

તાવ અને બીમારીઓનો ભોગ માત્ર માણસો જ નથી બનતા ભગવાનને પણ આ દુ:ખ માંથી પસાર થવું પડે છે. વર્ષમાં એક વાર ભગવાન પણ બીમારીનો ભોગ બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આખી દુનિયાને રોગો માંથી મુક્તિ આપીને ભગવાન જગન્નાથ પણ જેઠ મહિના ના સ્નાન પૂર્ણિમાના દિવસે બીમાર પડી જાય છે. અને તેમને દવા રૂપે ઉકાળા પીવરવામાં આવે છે. ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી બીમાર રહે છે અને ભક્તોને દર્શન આપતા નથી. આ જ કારણે ભગવાન જગન્નાથનાં દ્વાર પણ 15 દિવસ બંધ રહે છે. આ બીમારીના સમય દરમિયાન ભગવાનને ફળોના જ્યૂસ, દવાઓ અને દલિયા નો ભોગ ધરાવવામાં આવે છે. અને ત્યાર પછી ભગવાન જગન્નાથ સ્વસ્થ્ય થઈને રથ પર સવાર થઈ ભક્તોને મળવા નીકળી પડે છે. જેને જગન્નાથની રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. આ રથયાત્રા અષાઢ માસની સુદ પક્ષની બીજના દિવસે જ નીકળે છે.

શા માટે બીમાર પડે છે જગન્નાથ ?

એક એવો સમય  હતો કે જે સમયમાં ઉડીસા ના જગન્નાથ પૂરીમાં ભગવાન જગન્નાથના એક ભક્ત માધવદાસજી રહેતા હતા અને તે દરરોજ ભગવાનના ભજન કરતા હતા. તે રોજ ભગવાન જગન્નાથના નાં દર્શન કરતા અને પોતાની જ ધૂનમાં મસ્ત રહેતા હતા તેઓને સંસારિક જીવનની કોઇ મોહમાયા લાગી નહોંતી. પ્રભુ પણ માધવજી સાથે લીલાઓ કરતા અને તેમને ચોરી કરતાં પણ શીખવાડતા હતા. પરંતુ અચાનક માધવ દાસજીની એક દિવસ તબીયત ખરાબ થઈ અને તેમને ઉલટીઓ અને પેટમાં દુખવા લાગ્યું. જેથી તેને ખૂબજ અશક્તિ આવી ગઈ જેના કારણે તેમને બેસવા અને ઉઠવામાં પણ તકલીફ પડવા લાગી. પહેલા માધવજી તેમનાં બધાં જ કામ પોતે જ કરતા હતા, તેઓ કોઇ ની પણ મદદ માંગતા નહોંતા. જે વ્યક્તિ તેમની મદદ કરવા આવતી તેને માધવજી કહેતા કે, ભગવાન જગન્નાથ જાતે જ તેમની રક્ષા કરવા માટે આવશે.

થોડા સમય માંજ તેની તબીયત એવી ખરાબ થઈ ગઈ કે, મળ મૂત્ર નો વસ્ત્રોમાં જ ત્યાગ કરી દેતા. આવું બંતા હવે ભગવાન જગન્નાથ જાતે જ સેવક રૂપે માધવદાસજી પાસે તેમની સેવા કરવા માટે પહોંચ્યા હતા.અને હા તેઓ માધવદાસજીનાં ગંદાં વસ્ત્રો પોતાના હાથે સાફ કરતા અને સેવા કરતા. ભગવાને ભક્તની એટલી સેવા કરી, જેટલી ભાગ્યે જ કોઇ વ્યક્તિ કરી શકે.

જ્યારે માધવદાસજી સ્વસ્થ્ય થયા અને તેમને હોશ આવ્યો ત્યારે તેઓએ ભગવાન ને ઓળખી ગયા અને પૂછ્યું કે, હે પ્રભુ, તમે તો ત્રિભોવન ના સ્વામી છો અને તમે ઇચ્છત તો મારો રોગ પણ મટાડી શકતા હોત, તોઇ તમે કેમ આટલી બધી સેવા કરી મારી પ્રભુ? ત્યારે ભગવાન જગન્નાથે કહ્યું, “ હે વત્સ માધવ, મારા થી ભક્તનું દુ:ખ દેખ્યું ન ગયું એટલે મેં જાતે જ તમારી સેવા કરી હતી. નસીબમાં જે લખેલું હોય તો, તેને ભોગવવું જ પડે છે અને જો આ જન્મમાં તે ચૂકાઇ જશે તો, તે ભોગવવા માટે બીજો જન્મ લેવો પડશે અને માટે મેં તારી સેવા કરી. વત્સ છતાં પણ તું કહે છે તો, હું ભક્તની વાત નહીં ટાળું. હજી તારા નસીબમાં પંદર દિવસની બીમારી લખેલી છે, આ પંદર દિવસની બીમારી મને આપી દે. એએમ કરી ને માધવદાસજીની પંદર દિવસની બીમારી ભગવાન જગન્નાથે લઈ લીધી, ત્યારથી આજ સુધી ભગવાન પંદર દિવસ બીમાર રહે છે. એટલા માટે ત્યાર થી આજ દિવસ સુધી આ જ ચાલ્યું આવે છે. વર્ષમાં એકવાર ભગવાનને પવિત્ર સ્નાન કરાવવામાં આવે છે. જેને આપણે સ્નાનયાત્રા તરીકે ઓળખીએ છીયે. સ્નાનયાત્રા બાદ 15 દિવસ માટે જગન્નાથ બીમાર રહે છે. અને મંદિરનાં કપાટ બંધ રહે છે તથા ભગવાનનું રસોડું પણ બંધ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post