શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભગવાન શિવના આ 8 મુખ્ય નામનો જાપ કરવાથી થશે બધી જ ઈચ્છાઓ પૂર્ણ

Share post

આમ તો ભગવાન શિવનાં  વિવિધ નામ છે. શિવ ભક્તો પણ એમને ભોલેનાથ, મહાકાલ, મહાદેવ, ભોલે ભંડારી, શિવ વગેરેનાં નામથી રટણ કરે છે, પણ આજે જ અમે આપને જણાવીશું કે ભગવાન શિવનાં આઠ મુખ્ય નામને વિશે. તો, ચાલો જાણીએ એને વિસ્તારથી.. આપણાં પ્રાચીન દેવતામાં ‘શિવ’ને જ ઉત્તમ માનવામાં આવ્યા છે.

ભાવ તેમજ ભક્તિ પૂર્વક એમનાં નામનું સ્મરણ કરવાથી જ તે તરત જ પ્રસન્ન થઈ જાય છે. તેથી જ તેને ‘આશુતોષ’ પણ કહેવામાં આવે છે. શ્રી પુષ્પદંતે શિવજીનાં ગુણગાન ગાયેલ ‘શિવમહિન્મ સ્તોત્ર’ ની પણ રચના કરી હતી. વરદાન પામીને શિવજીનાં આઠ નામોનું પણ વર્ણન કર્યું છે. જે નામષ્ટક તરીકે જાણીતા થયાં છે. સહસ્રનામો પણ રૂદ્રીનાં પાંચમાં અધ્યાયમાં આવ્યા છે.

પણ મુખ્ય તો આઠ જ નામો છે. એમાનાં કોઈપણ એક નામનો જાપ ‘મંત્ર’ બનીને આપણું કલ્યાણ કરી જાય છે. ‘ભવ, શર્વ, રુદ્ર- પશુપતિ, ઉગ્ર- સહમહાન, ભીમ, તથા ઇશાન, આમ કુલ 8 નામો શિવજીનાં જ છે. એમાં તમામ નામ બોધક જ છે. એવું શાસ્ત્ર પણ પ્રતિપાદન કરી રહ્યું છે. ‘સર્વનાં કારણભૂત એવાં ઇશ્વર આપને હું સર્વભાવથી પ્રણામ કરૂં છું.’

રુદ્ર:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. પાપીને ક્રોધથી, હાથથી, બાણથી મારીને રડાવવામાં આવે છે. તેથી તેને રુદ્ર પણ કહેવામાં આવે છે. અસતનો પણ રૂદ્રસ્વરૂપથી રડાવીને તેનો નાશ કરનારા છે. આ કોપાયમાન થયેલ શિવજીનું સ્વરૂપ એ રુદ્ર સ્વરૂપ જ છે. આ સર્વને ભસ્મ કરનાર એમનું અગ્નિતત્વનું સૂચક પણ છે.

પશુપતિ:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. પશુપતિ એ તેમનું ચેતન સ્વરૂપ રહેલું છે. પશુજાતિ તથા સર્વ અજ્ઞાાની જીવોનો એવા બન્ને હોવાથી એમને ભગવાન પશુપતિ પણ કહેવામાં આવે છે.

ઉગ્રઃ
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. પ્રચંડ વેગથી વહેતા વાયુતત્વનાં પ્રતીક રૂપમાં ઉગ્ર નામથી પણ તેને ઓળખવામાં આવે છે.

સહમહાન:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. સહમહાન નામનો અર્થ થાય છે – મહાન સહિતનો શબ્દ, એટલે કે ‘મહાદેવ’ જ સર્વ મહાનતા સહિત જે પ્રવર્તે છે તે, મહાનતા તેમજ મનને શિતળતા આપનાર ગ્રહ ચંદ્ર સર્વ શીતળતા પ્રદાન પણ તેઓ જ કરે છે. આમ, ‘સહમહાન્’એ નામ પણ ‘સોમમૂર્તિ’નું જ છે.

ભીમ:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. ભીમ એટલે કે વિશાળ કાય, જેની ખુબ જ વિશાળ કાયા છે. એટલે કે આકાશ, આકાશ એ સર્વવ્યાપી છે. તેથી, ભીમ નામ એ શિવજીનાં જ આકાશનું પ્રતીક રૂપ પણ રહેલું છે.

ઇશાન:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. ઇશાન એટલે કે જે સર્વનો નિયંતા છે. જેને કારણે જીવ-પ્રાણીમાત્રનું જીવન રહેલું છે એટલે કે  ‘સૂર્ય’ .

ભવ:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. જે ઉત્પતિનો જ વાચક શબ્દ રહેલો છે. જે સર્વની ઉત્પતિનું મૂળભૂત કારણ રહેલું છે. એનું નામ પણ ‘ભવ’ જ છે. સંસારની ઉત્પતિ તેમજ પ્રલયનાં કારણભૂત હોવાથી તેને ‘ભવ’ પણ કહેવામાં આવે છે.

શર્વ:
મુખ્ય 8 નામમાંથી આ નામનો પણ સમાવેશ થાય છે. જે સર્વને ધારણ- પોષણ કરે છે. તમામ દોષની ક્ષમા પણ આપે છે. એવાં પૃથ્વીનાં તત્ત્વનું સુચન એટલે કે ‘શર્વ’ નાં નામથી જ થાય છે.આ શિવની મુખ્ય 8 વિભૂતિ છે. એમાંથી કોઈપણ એક વિભૂતિનું પણ અનુસંધાન કરીએ તો ઇશ્વરનું જ અનુસંધાન થાય છે. આ નામોનું રટણ કરવું એ જ શિવજીની સ્તુતિ મનાય છે.

ખુબ જ નિકટવર્તી એવા આપને નમસ્કાર તેમજ વળી ખુબ જ દૂરવર્તન, કામ ને ભસ્મ કરનાર, અતિ સૂક્ષ્‍મ તેમજ અતિ મહાન, ત્રણનેત્રોવાળા, સર્વાત્મા સ્વરૂપ, રજોગુણથી પણ સંસારને ઉત્પનન કરનાર તેમજ તમો ગુણથી વિનાશ પણ કરનાર તથ્સ એ ત્રણેય ગુણોથી પણ રહિત-નિર્ગુણ એવા આપનાં સ્વરૂપને અમે શત-શત પ્રણામ કરીએ છીએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post