સૌરાષ્ટ્રનું આ નાનકડું ગામ સોલાર ખેતીમાંથી કરે છે મબલખ કમાણી, સમગ્ર દેશમાં થઇ રહી છે વાહ વાહ!

ગુજરાત અવારનવાર સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બનતું હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જેનાથી આપને ખુબ ગર્વ થશે. ભારતમાં 365 દિવસમાંથી અંદાજે 300 દિવસ સૂરજ ઉગે છે. જો ઉર્જા સંદર્ભે જોઈએ તો આટલા દિવસોમાં ફક્ત સૂર્યનાં કિરણોમાંથી ભારત અંદાજે 5,000 કિલોવૉટ ઉર્જા પેદા કરી શકાય છે.
ભારતમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે તેમજ તેના ઉપયોગની ક્ષમતાને ધ્યાનમાં રાખી છેલ્લાં થોડાં વર્ષોમાં સૌર ઉર્જાક્ષેત્રમાં ખુબ ઓછું કામ થયું છે. હાલમાં ભારતનાં 15 જેટલા રાજ્યોમાં સોલર ઉર્જાની પોલિસી છે. સૌપ્રથમ વર્ષ 2009 માં ગુજરાતે તેની સોલર પોલિસી લૉન્ચ કરવામાં આવી હતી. ગુજરાતની સોલર પૉલિસી કેટલાંક રાજ્યો માટે મોડેલ બની છે.
ગુજરાતમાં આવેલ એક ગામ તેમજ અહીંના ખેડૂતો સમગ્ર દેશનાં અન્ય ગામો તથા ખેડૂતોની માટે સૌર ઉર્જાના યોગ્ય ઉપયોગ માટે એક ઉત્તમ ઉદાહરણરૂપ બન્યાં છે. રાજ્યમાં આવેલ ખેડા જિલ્લાનાં ઢૂંડી ગામમાં વિશ્વની સૌપ્રથમ ‘સૌર સિંચાઈ સહકારી સમિતિ’ નું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિનું નામ ‘ઢૂંડી સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી’ રાખવામાં આવ્યું છે.
એક ખેડૂત તથા આ સહકારી મંડળીના સેક્રેટરી પ્રવીણ પરમાર જણાવે છે કે, વર્ષ 2016 માં આ ગામના કુલ 6 જેટલાં ખેડૂતોએ મળીને આ મંડળી બનાવી હતી તેમજ હાલમાં તેમાં કુલ 9 જેટલા સભ્યો છે. આ સહકારી સમિતિને આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થા (IWMI) ની મદદથી શરૂ કરવામાં આવી છે. આ તમામ ખેડૂતોના ખેતરોમાં અંદાજે 8 કિલોવૉટથી લઈને કુલ 10.8 કિલોવૉટ સુધીની સોલર પેનલ તથા પંપ લગાવવામાં આવ્યા હતાં.
સોલર પંપની મદદથી ખેડૂતો સમયસર ખેતરની સિંચાઈ કરે છે તેમજ સિંચાઇ કર્યાં પછી આ સોલર પેનલથી જે કઈપણ ઉર્જા પેદા થાય તેને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ ખેડૂતોની પાસેથી ખરીદી લે છે. ગામના કોઈપણ ખેડૂતો 4 વર્ષ અગાઉ સોલર પેનલ, પંપ તથા માઇક્રો ગ્રિડ લગાવવા માટે અંદાજે 55,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા હતાં.
ખેડૂતોને વર્ષમાં અંદાજે 30,000 આજુબાજુ વધારાની આવક મળે છે. હવે તેમને સિંચાઈ કરવાં માટે વધારાનો ખર્ચ કરવો પડતો નથી. ધીમે-ધીમે ખેડૂતોને નફો થવા લાગ્યો છે તેમજ તેમના ખેતરોમાંથી કેટલીક સૌર ઉર્જા ઉત્પાદિત થવા લાગી હતી એટલે આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધન સંસ્થાની મદદથી સહકારી મંડળીને ગુજરાતમાં વિજળી વિતરણ કંપનીની સાથે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું.
પ્રવીણ પરમાર જણાવે છે કે, સોલર ઉર્જાના આ યોગ્ય ઉપયોગથી હવે ખેડૂતોને પહેલાં કરતાં પણ વધુ ફાયદો થાય છે. આ ખેડૂતોને હવે સિંચાઇ કરવાં માટે ડીઝલ વાળા પંપ પર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. જેને લીધે ખેતીમાં થતાં ખર્ચમાં ઘટાડો થાય છે. અણી સાથે જ કંપની તેમની પાસેથી વધારાની વિજળીની ખરીદી કરી લે છે. આની માટે ખેડૂતોને કુલ 7 રૂપિયા, યુનિટના દરે તેમને દર મહિને પૈસા મળે છે.
જેને લીધે ખેડૂતોને વધારાની આવક પણ મળી રહે છે. વર્ષ 2016 માં આણંદમાં આવેલ ‘આંતરરાષ્ટ્રીય જળ પ્રબંધ સંસ્થા’ દ્વારા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તેનું મુખ્ય કેન્દ્ર કોલંબોમાં આવેલું છે તેમજ ભારતમાં તેનાં કુલ 2 કેંદ્ર આવેલા છે. જેમાંથી એક દિલ્હી તથા બીજું આણંદમાં આવેલું છે. તેનું મુખ્ય કાર્ય કૃષિક્ષેત્રમાં જળ પ્રબંધન તથા ભૂ-જળમાં ઘટતા જતાં સ્તર પર સંશોધન કરવાનું છે.
સંશોધન કર્યાં પછી પ્રોજેક્ટ તથા પોલિસી તૈયાર કરવાનું છે કે, જેમાં પાણીની બચત કરી શકાય છે તેમજ ખેડૂતોની માટે ફાયદાકારક સાબિત થાય છે. આની સિવાય જો ક્યાંય દુષ્કાળ પડે અથવા તો પછી ક્યાંક પૂર આવે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે તથા તેમની પાસે કમાણીનું કોઇ સાધન હોતું નથી. એટલે કે, પછી ખેડૂતોને કિસાન બેન્ક અથવા તો શાહુકાર પાસેથી દેવું લેવું પડતું હોય છે.
રાઠોડ જણાવે છે કે, ખેડૂતો પાણીનો બગાડ ન કરે તથા તેમને વધારાની કમાણી પણ થાય છે.પોતાના ફાયદાની સાથે જ આ તમામ ‘સોલર ખેડૂત’ એવા ખેડૂતોને પણ મદદરૂપ થશે કે, જેઓ તેમના ખેતરમાં પંપ ન લગાવડાવી શકે. પહેલાં આવા નાના તથા ગરીબ ખેડૂતોને ડીઝલવાળા પંપ ચલાવતા લોકોની પાસેથી પાણી ખરીદી કરવું પડતું હતું.
આની માટે તેમને દર કલાકના કુલ 500 રૂપિયા ચૂકવવા પડતા હતા. ગુજરાત સરકાર દ્વારા ગામના આ સફળ પ્રયત્નને આધારે ‘સૂર્યશક્તિ ખેડૂત’ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતના 33 જેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો. આ યોજના પ્રમાણે, આ જિલ્લામાં ખેડૂતો તેમના ખેતરમાં વિજળી ઉત્પાદિત કરશે.
રાઠોડ જણાવતા કહે છે કે, જો સરકાર સમગ્ર દેશમાં નાની-નાની સહકારી મંડળી બનાવીને કામ કરવામાં આવે તો, ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે. સમગ્ર દેશમાં અંદાજે 21 મિલિયન ડીઝલ-પંપને બદલે સોલર પંપ લગાવી શકાય છે. જો આમ થાય તો, આવકમાં વધારો થશે. સમગ્ર દેશમાં ઉર્જા ઉત્પાદનમાં વધારો થશે તેમજ ભૂજળની ખપતને પણ નિયંત્રિત કરી શકશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…