વીજ કંપનીની નાની એવી બેદરકારી આ પટેલ ખેડૂત ઉપર પડી ગઈ ભારે, જોતજોતામાં આખો પાક…

Share post

એકબાજુ કોરોનાની મહામારી અને બીજી બાજુ ગુજરાતમાં આવેલ અતિભારે વરસાદને કારણે હાલમાં રાજ્યનો ખેડૂત નિરાધાર બની ગયો છે. અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા અવારનવાર આગાહી કરવામાં આવતી હોય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોનાં પાકને નુકસાન થતું હોય છે. આને કારણે ખેડૂતોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો હોય છે.

આર્થિક સંકડામણને કારણે ઘણીવાર આત્મહત્યાનું પગલું ભરી લેતાં હોય છે. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા આવા કપરાં સમયની વચ્ચે આર્થિક સહાય આપવા માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ગુજરાતમાં સુરતનાં બારડોલી તાલુકામાં આવેલ અકોટી ગામમાં વીજ કંપનીની બેદરકારીને લીધે ખેડૂતે પોતાના ખેતરમાં ઉભો કરેલ શેરડીનો પાક બળી જતા ખેડૂતને કુલ 1 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

વીજ કંપનીની બેદરકારીને લીધે ખેડૂતને પડતા પર પાટું જેવા હાલ થઈ ગયાં છે. બારડોલી તાલુકામાં આવેલ અકોટી ગામમાં નવું ફળિયામાં રહેતા પ્રતીકભાઈ દીલિપભાઈ પટેલનું બ્લોક નં. 666, સર્વે નં. 392/2નું ખેતર આવેલ છે. જેમાં એમણે અથાગ મહેનત કરીને શેરડીનો પાક ઊભો કર્યો હતો. 15 ઓક્ટોબરે વીજ કંપનીના નમેલા વીજળીનો તાર પવનની ગતિને કારણે સ્પાર્ક થઈ ગયો હતો.

આ દરમિયાન તણખા ઝળતા ખેતરમાં ઊભો થયેલ કુલ 2 વીઘાનો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. જેને કારણે ખેડૂતને મોટું નુકસાન ભોગવવું પડ્યું હતું. જીવંત વીજ તાર નમેલા હોવાને કારણે વીજ કંપનીમાં પહેલાં પણ જાણ કરવામાં આવી હતી. એમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. આ અંગે વીજ કંપની બેદરકારી દાખવી રહી છે તથા ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post