ફક્ત 12 પાસ આ પટેલ ખેડૂતભાઈ ખાસ પ્રકારની ખેતીમાંથી દર વર્ષે કરી રહ્યાં છે લાખોની કમાણી

Share post

હાલના ખેડૂતો પ્રગતીશીલ બની રહ્યાં છે. નવાં-નવાં પ્રકારની ખેતીમાંથી ખેડૂતો મબલખ કમાણી કરી રહ્યાં છે ત્યારે હાલમાં એક આવા જ એક સફળ ખેડૂતની કહાની સામે આવી રહી છે. આજે આપણે મધ્યપ્રદેશના ખંડવા જિલ્લા કાલંકા ગામમાં રહેતા રામચંદ્ર પટેલની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ. રામચંદ્ર પટેલે ફક્ત 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે પણ આજે તેઓ ખેતીથી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.

અંદાજે 25 વર્ષ અગાઉ તેઓએ અળવીની ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં તેઓ દિલ્હી, મુંબઈ સહિત અનેક શહેરોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાઈ કરી રહ્યાં છે. ગત વર્ષે તેઓએ કુલ 60 લાખથી પણ વધારેની કમાણી કરી હતી. 48 વર્ષીય રામચંદ્ર એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ જણાવે છે કે, હું 3 ભાઈઓમાં સૌથી મોટો છું. પિતાજી એકલા ખેતી સંભાળી શકતા ન હતા.

ઘરમાં પણ પૈસાની ભારે અછત રહેતી હતી. હું નહોતો ઈચ્છતો કે મારા બંને નાના ભાઈઓ ખેતી કરે, તેથી મેં પોતે ખેતી કરવાનો નિર્ણય કર્યો. ત્યારે અમારી પાસે વધુ જમીન ન હતી. પિતાજી પારંપરિક ખેતી કરતા હતા. તેમાં કોઈ ખાસ નફો થતો ન હતો. જે પછી મેં વિચાર્યું કે કેમ ન એવા કોઈ પ્લાન્ટ્સની ખેતી કરવામાં આવે કે જેનાથી જમીનની જરૂર પણ ખુબ ઓછી રહે છે તેમજ નફો પણ વધુ થાય છે.

તેઓ જણાવે છે કે, તે સમયે મારા મામાને ત્યાં અળવીની ખેતી કરવામાં આવતી હતી તેમજ તેઓ સુખી સમ્પન્ન હતા. મેં પણ નક્કી કર્યું હતું કે, એકવાર અળવીની ખેતી કરવી જોઈએ. ત્યારપછી હું મામા પાસેથી એક ગુણી અળવી લઈને મારા ગામમાં આવીને મારા ખેતરમાં વાવેતર કર્યું હતું. જ્યારે ગ્રામવાસીઓને જાણ થઈ તો તેઓએ જણાવ્યું હતું કે, અહીં અળવીની ખેતી સંભવ નથી. તારી પાસે જે થોડી ઘણી જમીન છે, તેને પણ ખરાબ કરી રહ્યો છે પણ હું પીછેહઠ કરવા માંગતો ન હતો. વિચાર્યું, જે કંઈ થશે તે જોયું જશે.

રામચંદ્ર જણાવે છે કે, પહેલાં વર્ષે મારી મહેનત રંગ લાવી અને એક ગુણીથી કુલ 40 ગુણી અળવીનું ઉત્પાદન થયું હતું. તેનાથી મારું મનોબળ વધી ગયું હતું. મેં બાકી જે થોડી જમીન હતી તેના પર પણ અળવીનું વાવેતર કરી નાંખ્યું હતું. આ રીતે દર વર્ષે હું તેનો વ્યાપમાં વધારો કરતો ગયો હતો. હાલમાં 20 એકર જમીન પર હું અળવીની ખેતી કરી રહ્યો છું. ગત વર્ષે કુલ 3,000 ગુણી અળવીનું ઉત્પાદન થયું હતું.

જાણો કેવી રીતે કરવી જોઈએ અળવીની ખેતી :
અળવીની ખેતી ખરીફ તથા રવી પાક એમ બંને સિઝનમાં કરી શકીએ છીએ. ખરીફ પાકની વાવણી જૂન-જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. જે ડિસેમ્બર તથા જાન્યુઆરી મહિના સુધી તૈયાર થઈ જાય છે. ત્યાં રવી પાકની સીઝન ઓક્ટોબર મહિનામાં શરૂ થાય છે. જે એપ્રિલ-મે મહિના સુધી તૈયાર થઈ જાય છે. અળવીની ખેતી કરવાં માટે લાલ માટી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. માત્ર 1 એકર જમીનમાં અળવીની ખેતી કરવાં માટે કુલ 4-5 ટ્રોલી ગોબર ખાતરની જરૂર રહે છે. આની સાથે જ જરૂર પ્રમાણે રાસાયણિક ખાતરની પણ જરૂર પડે છે.

ખેતર ખેડવામાં આવ્યા પછી તેમાં ગોબરના ખાતરને સારી રીતે ભેળવી દેવામાં આવે છે. ત્યારપછી 1 ફુટના અંતરે બીજ લગાવીને માટીથી ઢાંકી દેવામાં આવે છે. બીજ સાફ તથા સ્વસ્થ હોય તે વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. આની માટે 4 દિવસનાં અંતરે સિંચાઈની જરૂર રહે છે. વરસાદ તથા ઠંડીમાં પાણીની જરૂર ખુબ ઓછી રહેતી હોય છે.

એક એકરથી લાખ રૂપિયાની કમાણી કરી શકે છે :
રામચંદ્ર કહે છે કે, એકરદીઠ અળવીની ખેતીમાંથી લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે. જો માર્કેટમાં યોગ્ય ભાવ મળે તો તેનાથી વધુની પણ કમાણી થઈ શકે છે. એકરદીઠ જમીન પર અળવીની ખેતી કરવાં માટે કુલ 60,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેઓ જણાવે છે કે, શહેરી ક્ષેત્રોમાં અળવીના પાંદડાની પણ ખુબ સારી એવી માંગ રહેલી છે. અળવીની સાથે ધાણા તેમજ અન્ય શાકભાજીઓની પણ ખેતી કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post