ગુજરાતના આ વિસ્તારમાં ભારે વરસાદ પડતા ગૌશાળામાંથી 40 પશુઓ પાણી તણાયા- જુઓ હ્રદયસ્પર્શી વીડિયો

Share post

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે રાજકોટથી હૃદયદ્રાવક દૃશ્યો સામે આવ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખીજડીયા ગામમાં એક ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ વરસાદી પાણીના ખતરનાક વહેણમાં તણાઈ ગયા હતા, જેનો હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવી રહ્યો છે.

હૃદયદ્રાવક આ વીડિયો રાજકોટ જિલ્લાનો છે. મળતી માહિતી અનુસાર, પડધરીના ખીજડીયામાં ધોધમાર વરસાદ પડતા ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ સાથે જ વીજપોલ  ધરાશાયી થતાં ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. જેથી વાહનચાલકોને પમ હાલાકી પડી હતી.

એક ગાયનો જોખમી બચાવ

ભાર વરસાદના પગલે ગૌશાળામાં રહેલા 40 જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી એક ગાયનો જોખમી બચાવ થયો હતો. જ્યારે અન્ય પશુઓ પાણીના વેણમાં તણાયા હતાં. આ વીડિયો સામે આવતા પશુપ્રેમીઓમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈલ થઈ રહ્યો છે.

વીડિયોમાં મહિલા બોલે છે કે, હે માતાજી આ ગાયોને બચાવો

સોશ્યલ મીડિયામાં વાઈરલ થયેલ આ વીડિયોમાં એક મહિલા બોલે છે કે હે મેલડી માતાજી હવે આ વરસાદને રોકો, આ ગાયોને બચાવો. નજરની સામે જ ગાયો તણાતી જોઇ મહિલા અંદરો અંદર દુખી થતી હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પડધરી પંથકમાં ગઇકાલથી મૂશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આથી અમુક ગામો બેટમાં ફરવાયા છે. ગામની વચ્ચે નદી પસાર થતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post