આવતીકાલથી જ સૌરાષ્ટ્રથી લઈ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

Share post

હાલ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓને ખેતી સમયે સારી મદદ ઉભી થાય, આમ તો વરસાદની સીઝન બેસી ગઈ છે. અને ઘણી વાર વરસાદ પણ પડી ચુક્યો છે. જેના કારણે ઘણા ક્ષેત્રોમા ખેડૂતોએ ખેતી ચાલુ કરી દીધી છે. હાલ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારી તારીખે આ વિસ્તારોમાં થઇ શકે સારો એવો વરસાદ.

ગુજરાત રાજ્યમાં આવતીકાલે જ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ થઈ ગઈ હોવાથી સૌરાષ્ટ્ર સહિતનાં આખાં રાજ્યમાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  હવામન વિભાગના ડિરેક્ટર જયંત સરકારનાં જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદમાં આજે સામાન્ય અને આવતીકાલે ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી  છે. દાદરા-નગર હવેલી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ગીર સોમનાથ, કચ્છ, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ એમ બધે જ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સિસ્ટમ 6 તારીખથી આખાં રાજ્યમાં છવાઈ જશે, જેને લીધે સાર્વત્રિક અને ભારે વરસાદ પડવાની શરૂઆત થાશે. જ્યારે 10 જુલાઈ સુધીમાં સર્વત્ર રાજ્યને આવરી લેવામાં આવશે. આ સિસ્ટમનાં અસરના ભાગરૂપે દરિયાકાંઠેથી છૂટો-છવાયો વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર,ઉત્તર પ્રદેશ,મધ્યપ્રદેશ,ગુજરાત,ગોવા-કોંકણ,છત્તીસગઢ અને બિહારમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.મુંબઈ અને આજુબાજુનાં વિસ્તારમાં પણ 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.શનિવારે આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ બહાર પાડ્યું છે.શુક્રવારનો આખો દિવસ મુંબઈ સહિતનાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.રત્નાગિરી અને રાયગઢના ઘણાં વિસ્તારમાં પાણી ભરાયું હતું.5 મીટર ઊચા મોજા ઉછળી શકે છે.BMCએ દરિયા કિનારે ન જવાનું કહેવામાં આવ્યું છે.

મુંબઈની સાથે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ આવી રહ્યો છે.મુંબઈનાં મરીન ડ્રાઈવમાં દરિયામાં ભરતીને લીધે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં પણ  ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શુક્રવારનો આખો દિવસ મુંબઈ સહિતનાં ઘણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.મુંબઈમાં લોકોને દરિયા કિનારે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી છે.NDRF એ દ્વારા રેડ એલર્ટને જાહેર કરવામાં આવી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post