ડોક્ટર હોવાં છતાં ભારતના હવામાનમાં ન થઈ શકે એવાં ડ્રેગન ફ્રુટની ખેતી દ્વારા આ ખેડૂતભાઈ કરી રહ્યાં છે મબલખ કમાણી

Share post

હૈદરાબાદમાં આવેલ કુકટપલ્લીનાં વતની શ્રીનિવાસ રાવ માધવરામ વ્યવસાયે એક ડોક્ટર છે. રોજ સવારમાં 7 વાગ્યાથી લઈને બપોરનાં 12 વાગ્યા સુધીમાં દર્દીઓની સારવાર કરે છે. ત્યારબાદ તેઓ નીકળી પડે છે એમના ખેતર બાજુ. છેલ્લા 4 વર્ષથી તેઓ ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. હાલમાં એમને કુલ 12 એકર જમીન પર ડ્રેગન ફ્રુટની ખેતી કરી છે. જેનાથી એમણે વાર્ષિક કુલ 1.5 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. કુલ 200થી વધારે ખેડૂતોને તેઓ મફતમાં તાલીમ આપી રહ્યા છે.

જો કે, શ્રીનિવાસ આ બધું કમાણી માટે નથી કરી રહ્યા. તેઓ જણાવતાં કહે છે કે, ખેતી એમનો જુસ્સો છે, પેશન છે. માત્ર 35 વર્ષના શ્રીનિવાસને વર્ષ 2009માં MBBS તથા વર્ષ 2011માં MD કરેલું છે. ત્યારબાદ એક કોલેજમાં આસિસટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. એમને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ફેલોશીપ પણ મળી હતી. હાલમાં તેઓ એક હોસ્પિટલમાં જનરલ ફિઝીશીયન છે.

તેઓ હંમેશા વિચારતા હતાં કે, ખેતી વિશે લોકોનાં વિચારમાં બદલાવ લાવવો જોઈએ. ખેડૂતોને સમુદ્ધ કરવામાં આવે જેને લીધે એમને આપઘાત જેવું પગલું ભરવું પડે નહી. અમારા તેલંગાણામાં મોટી સંખ્યામાં ખેડૂત આપઘાત કરી રહ્યાં છે. ડોક્ટર બન્યા બાદ પણ હું ગામડામાં જતો હતો, ખેડૂતોને મળતો હતો. મનમાં એક વાત હતી કે, એમના માટે કંઈક કરવું છે પરંતુ એ નક્કી કરી શકતો ન હતો કે, શરૂઆત કેવી રીતે તેમજ કોનાંથી કરવામાં આવે.

શ્રીનિવાસ જણાવતાં કહે છે કે, સૌપ્રથમવાર ડ્રેગન ફ્રુટ વર્ષ 2016માં જોવા મળ્યું હતું. એમના ભાઈ એક ફેમલી ફંક્શન માટે ડ્રેગન ફ્રુટ લઈને આવ્યા હતા. મને તે ફ્રુટ ખુબ ગમ્યું હતું તથા મને તેના વિશે જાણવાની ઈચ્છા થઈ. ત્યારપછી મેં એની વિશે રિસર્ચ કરવાની શરૂઆત કરી કે, એનું વેચાણ ક્યાં કરવામાં આવે છે, ક્યાંથી ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેમજ એનું ફાર્મિંગ ક્યાંથી કરવામાં આવે છે.

રિસર્ચ બાદ એમને જાણ થઈ કે, એમની સેંકડો પ્રજાતિઓ હોય છે પરંતુ ભારતમાં ખુબ ઓછા ખેડૂતો તેની ખેતી કરી રહ્યાં છે. ફક્ત 2 જાતનાં ડ્રેગન ફ્રુટ અહીંયા વાવવામાં આવે છે. ત્યારબા એમને મહારાષ્ટ્રનાં એક ખેડૂતની પાસેથી કુલ 1,000 ડ્રેગન ફ્રુટના છોડની ખરીદી કરી પણ એમાંથી કેટલાંક ખરાબ થઈ ગયા હતા. કારણ માત્ર એક જ હતું કે, એ છોડ ભારતનાં હવામાનમાં ઉગાડી શકાય નહી.

કુલ 80,000 રૂપિયાનું નુકસાન થયું. થોડુ દુઃખ થયું હતું પરંતુ પિતાજીએ હિંમત વધારતા જણાવ્યું કે, હવે પાછળ ફરીને જોવાનું નથી. ત્યારબાદ શ્રીનિવાસે ગુજરાત, કોલકાતા સહિત કેટલાંક શહેરોની મુલાકાત કરી. શ્રીનિવાસ જણાવતાં કહે છે કે, જ્યારે આપણે કોઈ દર્દીને કુલ 3 માસ વેન્ટિલેટરના સહારે જીવતા રાખી શકીએ છીએ તો આ પ્લાન્ટને કેમ નહીં. આપણે આર્ટિફિશીયલ રીતે ડ્રેગન ફુ્ટ તો ઉગાડી જ શકીએ છીએ.

આ અંગે હું રિસર્ચ કરી રહ્યો હતો કે, મને IIHR બેંગલુરુના ડો. કરુણાકરણ વિશે જાણ થઈ કે, જે ડ્રેગન ફ્રુટ અંગે રિસર્ચ કરી રહ્યા હતા. ત્યારબાદ હું તેમને મળ્યો હતો. એમને જણાવતાં કહ્યું હતું કે, વિયતનામથી સૌથી વધારે ડ્રેગન ફ્રુટ ઈમ્પોર્ટ કરવામાં આવે છે તેમજ ત્યાંની કેટલીક સંસ્થાઓમા એની તાલીમ પણ આપવામાં આવે છે.

શ્રીનિવાસ જણાવતાં કહે છે કે, જ્યારે ક્યાંથી કોઈ પ્રત્યુતર ન મળ્યો તો વિયતનામમાં ભારતના રાજદૂત હરીશ કુમારને મળવાની અપોઈન્ટમેન્ટ લીધી હતી. એમની સાથે માત્ર 15 મીનિટ માટે મારી મુલાકાત નક્કી થઈ હતી પણ જ્યારે અમે મળ્યા તો તેઓ મારા આઈડિયાથી એટલા પ્રભાવિત થયા કે, તેઓ કુલ 45 મીનિટ સુધી અમારી વાતચીત ચાલતી રહી. ત્યારબાદ એમને ત્યાંના હોર્ટિકલ્ચર યુનિવર્સિટીમાં અધિકારીઓની સાથે વાતચીત કરી તેમજ મને ડ્રેગન ફ્રુટ વિશે જાણકારી આપવા માટે કહ્યું. હું ત્યાંની એક હોર્ટિકલ્ચર યુનિવર્સિટીમાં ગયો,અંદાજે અઠવાડિયા સુધી રહ્યો તથા એનાં વિશે જાણકારી પણ લીધી હતી.

ત્યારબાદ એક ખેડૂતના ઘરે ગયો જે ડ્રેગન ફ્રુટની ખેતી કરતો હતો. એની સાથે આખી પ્રક્રિયા શીખવવાની વાત કુલ 21,000 રૂપિયામાં નક્કી કરવામાં આવી. હું રોજ એમની સાથે ખેતરમાં જતો હતો તેમજ એમની પાસેથી તાલીમ લેતો હતો. ત્યાં હું એક સપ્તાહ રોકાયો. જ્યારે હું તને રૂપિયા આપતો હતો તો એને ના પાડી દીધી. કહેવા લાગ્યો કે, પહેલા તે પણ ગરીબ હતો, આ ડ્રેગન ફ્રુટના સહારા દ્વારા એનું નસીબ બદલાઈ ગયું છે.

વિયતનામથી આવ્યા બાદ શ્રીનિવાસે તાઈવાન, મલેશિયા સહિત કુલ 13 દેશોની મુલાકાત લીધી હતી. ત્યાંના ડ્રેગન ફ્રુટ વિશે જાણકારી મેળવી હતી. ત્યારપછી ભારતમાં આવીને એમણે પોતાના નામે ડ્રેગન ફ્રુટની એક પ્રજાતિ તૈયાર કરી. જેને ભારતના હવામાન મુજબ ક્યાંય પણ વાવી શકાય છે. હાલમાં ડો. શ્રીનિવાસ માત્ર 12 એકર જમીન પર ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે. અંદાજે 30,000 પ્લાન્ટ્સ છે.

તેઓ કુલ 80 ટન સુધીનું પ્રોડક્શન કરી રહ્યાં છે. તેમની સાથે એમના પિતા તથા ભાઈ પણ કામમાં મદદ કરે છે. તેમને જણાવતાં કહ્યું હતું કે, માત્ર 1 એકર જમીન પર એની ખેતી કરવાંથી કુલ 10 ટન ફ્રુટનું ઉત્પાદન થાય છે. જેનાથી પ્રતિ ટન કુલ 8-10 લાખ રૂપિયાની કમાણી થાય છે. માર્કેટમાં કુલ 120 રૂપિયા સુધીની કિમત રહેલી છે. કોરોનાનાં આવા કપરાં સમયમાં કિંમતમાં વધારો થયો હતો.

ડ્રેગન ફ્રુટની ખેતી કેવી રીતે થાય છે:
ડ્રેગન ફ્રુટ વાવવા માટે બીજ સારી પ્રજાતિના હોવા જોઈએ. ગ્રાફ્ટેડ પ્લાન્ટ હોય તો વધુ અનુકુળ રહેશે. કારણ કે, એને તૈયાર થવામાં ઓછો સમય લાગે છે. જેને માર્ચ મહિનાથી લઈને જુલાઈ મહિનાની વચ્ચે ગમે ત્યારે વાવી શકાય છે. પ્લાન્ટિગ બાદ નિયમિત રીતે કલ્ટીવેશન તથા ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. અંદાજે 1 વર્ષમાં પ્લાન્ટ તૈયાર થઈ જાય છે. મેચ્યોર થયા બાદ જુલાઈથી લઈને ઓક્ટોબર માસ સુધી ફળ આપે છે. જેની માટે તાપમાન કુલ 10 ડિગ્રીથી ઓછું તથા કુલ 40 ડિગ્રીથી વધુ હોવું જોઈએ નહી. એના વચ્ચે કોઈપણ તાપમાન પર તેને વાવી શકાય છે. જેની માટે કોઈ પણ વિશેષ પ્રજાતિની જમીનની જરૂર પડતી નથી.

ડ્રેગન ફ્રુટથી થતાં ફાયદા:
ઈમ્યુનિટીમાં વધારો કરવાં માટે, કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો કરવાં માટે, હીમોગ્લોબિનમાં વધારો કરવાં માટે, હાર્ટના રોગ માટે, સારા વાળ માટે, ચહેરા માટે, વેઈટ લોસ તથા કેન્સર જેવી બિમારીઓને ઠીક કરવામાં એનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post