દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી મોદીએ સેવ્યું છે આ મોટું સ્વપ્ન, જાણી ખેડૂતો આનંદમાં આવી જશે…

Share post

ગઈકાલે સમગ્ર દેશમાં PM નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિન ઉજવવામાં આવ્યો હતો. તેઓનાં વિશે કહેવામાં આવે છે કે, તેઓ જે પણ કામ કરતાં પહેલાં એક ધ્યેય નક્કી કરી દે છે. આર્થિક રીતે દેશની તસ્વીર બદલવા માટે તેઓએ લકીર ખેંચી છે. વર્ષ 2014માં જ્યારે તેઓ પ્રથમ વાર PM બન્યા હતાં ત્યારે તેઓએ ‘સ્વચ્છ ભારત’ તેમજ તમામ પરિવારને બેંકિંગ સિસ્ટમ જોડવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે એ ફક્ત એક સપનું લાગતું હતું પરંતુ આજે આ સપનું સાકાર કરીને બતાવ્યું છે. ન્યુ ઈન્ડિયાને બનાવવાં માટે PM નરેન્દ્ર મોદીએ કુલ 5 મોટાં સપનાં જોયા છે. જે સાકાર થતાંની સાથે જ દેશની તસ્વીર બદલાઈ જશે એ નક્કી જ છે.

1. આત્મનિર્ભર ભારત:
કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ આર્થિક રીતે ત્રસ્ત થઈ ગયું છે. આ મહામારીએ ભારતીય અર્થવ્યવસ્થાની કમર પણ તોડી નાખી છે પરંતુ આ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરવાં માટે PM નરેન્દ્ર મોદીએ 12 મે વર્ષ 2020 નાં રોજ રાષ્ટ્રને સંબોધન કરતાં ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનું સૂત્ર આપ્યું હતું.

PM નરેન્દ્ર મોદીનું એવું જણાવ્યુ હતું કે, કોરોનાની મહામારી પછી નવું ભારત ઉભરી આવશે, જે આત્મનિર્ભર રહેશે. આ અભિયાન સુધી પહોંચવા માટે કુલ 20 લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજનો ઉપયોગ કરવામાં આવશે. જે દેશની GDP નાં અંદાજે કુલ 10% રહેલો  છે. PM નરેન્દ્ર મોદીનાં પ્રયત્નોએ ભારતને આગામી કેટલાક વર્ષોમાં ભારત પોતાની જરૂરિયાતની કેટલીક વસ્તુઓ માટે પોતાના પર નિર્ભર થઈ જાય.

2. કુલ  5 ટ્રિલિયન ઈકોનોમી:
5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરતી વખતે PM નરેન્દ્ર મોદીએ જણાવતાં કહ્યું હતું કે, આ વિચાર અચાનક જ એમના મનમાં આવ્યો નથી. દેશની તાકાતની ઊંડાણપુર્વકની સમજ પર આધારિત રહેલો છે. કુલ 130 કરોડ ભારતીયોનાં સપનાની સાથે સંબંધિત આ શપથ છે.

PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2024-’25 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાને  5 ટ્રિલિયન ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું  છે. કોરોના મહામારીએ ભલે આ ધ્યેયને મુશ્કેલ બનાવી દીધો છે પરંતુ હજુ PM નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. અર્થતંત્રના આ ધ્યેય સુધી પહોંચવા માટે માર્ગમાં પડકારો પણ રહેલાં છે.

3. ખેડૂતોની આવક બમણી કરવી:
કોરોના મહામારીમાં પ્રતિબંધોને કારણે અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે પરંતુ સારા કૃષિ ઉત્પાદનથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં કૃષિનાં વિકાસ માટે ઘણાં પગલાઓ લેવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

હવે સરકારનું સંપૂર્ણ ધ્યાન ખેડૂતોની આવક વધારવા માટેની યોજનાનો અમલ કરવાં પર રહેલ છે. કોંગ્રેસની ઉતરપ્રદેશની સરકાર દ્વારા વર્ષ 2009-2014 સુધી કુલ 82 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા. જ્યારે PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014-’18ની વચ્ચે 4 જ વર્ષમાં કુલ 694 કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાં હતા.

4. હર ઘર જલ યોજના :
દેશમાં હજુ પણ લોકોને પીવાનું પાણી મેળવવાં માટે કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હોય છે. આને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે તમામ ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-’21 નાં બજેટમાં ‘જલ જીવન મિશન’ અથવા તો ‘હર ઘર જલ યોજના’ ની જાહેરાત કરવામાં આવી હતી. એનો મુખ્ય ધ્યેય દેશના તમામ ઘરોમાં પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવાનો છે.

5. વર્ષ 2022 સુધીમાં તમામ લોકોને ઘર આપવાં :
મોદી સરકાર દ્વારા વર્ષ 2022 સુધીમાં બધાં લોકોને ઘર આપવાનું વચન આપ્યું છે. નવેમ્બર વર્ષ 2016માં PM હાઉસિંગ સ્કીમ (ગ્રામીણ) લોન્ચ કરવામાં આવી હતી. PM આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ તમામ લાભાર્થીને કુલ 1.20 લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે છે.ગ્રામીણ વિસ્તારમાં PM આવાસ યોજનાનો લાભ લોકોને ખુબ જ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post