અચાનક બીપી લો થઇ જય તો ચિંતા ના કરતા, આ ઘરેલું ઉપાયથી તરત જ થઇ જશે કંટ્રોલ

Share post

ઘણા લોકો બ્લડપ્રેસરથી પીડાઈ રહ્યા છે.  લો બ્લડ પ્રેશર, હાઇપોટેન્શન, જેમાં શરીરમાં લોહીનું સર્ક્યુલેશન ખૂબ જ ધીમુ થઇ જાય છે, બીપી ઘટવાને કારણે ચક્કર આવવા, નબળાઇ આવવી, ઉલટી જેવું થવું, આંખેથી ઝાંખુ દેખાવું અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ઘણી સમસ્યાઓ થવા લાગે છે. પરંતુ હાલના સમયમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પરિસ્થિતિમાં સૌથી પ્રથમ કામ શું કરવું જોઇએ? જો અચાનક બીપી લો થઇ જાય તો, ગભરાવવાની કોઈ જરૂર નથી. આ પ્રમાણે કરવાથી તરત જ થઇ જશે નોર્મલ…

ઇલેક્ટ્રોલનું મિશ્રણ
જો અચાનકથી કોઇ પણ પુરુષ કે મહિલાનું બીપી લો થઇ જાય છે અને તેને ચક્કર આવવા લાગે છે, ચહેરા પર સનસનાટીનો અનુભવ થવા લાગે છે, હાથ-પગ ધ્રુજવા લાગે છે. બીપી લો થતા આવા લક્ષણો સામાન્ય રીતે શરીરમાં દેખાય છે. તો તેમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોલ ઘોલ અથવા ખાંડ અને મીઠાનું પાણી આપો. આમ કરવાથી તરતને તરત જ બીપી નોર્મલ થઇ જશે, અને રાહત પણ થશે.

મીઠાવાળું પાણી
મીઠું ઘણીબધી સમસ્યાઓનું સમાધાન છે. પહેલેથી જ મીઠું ખાવાથી ખુબ સારી વાત માનવામાં આવે છે અને જેનાથી ઘણા ફાયદાઓ પણ થાય છે. બીપી લો થવા પર સૌથી પ્રથમ ઘરેલૂ ઉપચાર તરીકે મીઠાવાળું પાણી પીઓ કારણ કે મીઠામાં રહેલ સોડિયમ બ્લડ પ્રેશર વધારવાનું કામ કરે છે. મીઠું સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળે છે, મીઠું સૌથી સસ્તું અને ઉપયોગી સાબિત થાય છે. પરંતુ ધ્યાન રાખો કે, ખૂબ જ વધુ પ્રમાણમાં પણ તેનો ઉપયોગ ન કરવો જોઇએ. મીઠાનું વધુ પ્રમાણ પણ બોડી માટે યોગ્ય નથી. જો વધારે માત્રામાં મીઠાનું સેવન કરવામાં આવે તો, શરીરને ખુબ તકલીફ ઉભી થઇ શકે છે.

મીઠુ અથવા નમકીન
ઘણીવાર એવા સંજોગો ઉભા થઇ જાય છે કે, બીપી લો થતા જોઈતી વસ્તુ મળી શકતી નથી. તો આવા સમયમાં શું કરવું કે, જેનાથી બીપી કંટ્રોલમાં આવી જાય. બીપી લો થતા તેમાંથી કંઇ પણ શક્ય ન હોય તો તાત્કાલિક કંઇ પણ મીઠું અને નમકીન ખાઇ લો. તે પણ તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરશે. સામાન્ય રીતે ઘરમાં મીઠી વસ્તુ ઘરમાં મળી રહે છે.

કૉફી
કોફી પીવાથી પણ બીપી લો કંટ્રોલમાં આવી શકે છે. એક કપ કોફી, હોટ ચોકલેટ અથવા કૈફીન વાળી વસ્તુઓ ખાવાથી અથવા પીવાથી પણ લો બીપીને તરત કંટ્રોલમાં લાવી શકાય છે. લો બીપીની તકલીફ ઘણા સમયથી ચાલી રહી છે, ત્યારે સવારે ઉઠતા જ એક કપ કૉફી પીઓ અથવા નાસ્તાની સાથે લો. પરંતુ કૉફી પીવાની આદત ન પાડશો કારણ કે વધુ કૈફીન પણ બૉડી માટે યોગ્ય નથી.  સામાન્ય રીતે કોફીનું સેવન સવાસ્થ્ય માટે સારું નથી. પરંતુ ઈમરજન્સીના સમયમાં કોફીપણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post