અંધશ્રધ્ધાની પણ હદ હોય , વરસાદ માટે લોકોએ કરાવ્યા ગધેડાના લગ્ન !

Share post

દેશ ચંદ્ર સુધી પહોંચી ચુક્યો છે પરંતુ તેમ છતા કેટલાક રાજ્યો એવા છે જ્યાં વસતા લોકોમાં અંધશ્રદ્ધા જોવા મળે છે. આ અંધશ્રદ્ધાના કારણે અનેકવાર લોકો એવા કામ કરતાં હોય છે જે ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની છે જ્યાં વરસાદ સારો થાય તે માટે લોકોએ ગધેડાના લગ્ન કરાવ્યા છે.

તેલંગણામાં આ વર્ષે સારો વરસાદ થાય તે માટે ગામ લોકોએ એકઠા થઈ એક ટોટકાના ભાગરૂપે ગધેડાના લગ્ન કરાવ્યા છે. વરસાદ માટે આમ તો અનેક પ્રકારના ધાર્મિક કાર્યો લોકો કરતા હોય છે પરંતુ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ઈંદ્રદેવની કૃપા થાય તે માટે લોકોએ બોવનપલ્લીના નલ્લા પોચમ્મા મંદિરમાં બે ગધેડાને લગ્નગ્રંથીથી બાંધી દીધા છે. આ લગ્ન પણ સાદાઈથી નહીં ધામધૂમથી કરવામાં આવ્યા છે. લોકો એકઠા થયા, આતશબાજી કરી, ઢોલના તાલે નાચ્યા અને વાજતે ગાજતે ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા.

લગ્ન માટે એક ગધેડાને વરરાજા અને બીજાને વધૂની જેમ શણગાર કરવામાં આવ્યો હતો. લોકોનું માનવું છે કે ચાર વર્ષ પહેલા આ રીતે ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા હતા ત્યારે અહીં સારો વરસાદ થયો હતો.


Share post