ડોનાલ્ડ ટ્રમ્પની ભારતમાં માત્ર ૩ કલાકની મુલાકાત ગુજરાત સરકારને પડશે કરોડોમાં- આંકડો જાણી ચોંકી જશો.

Share post

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ 24 મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં 3 કલાકની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવા માટે વિશેષથી વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ ગુજરાત રાજ્ય સરકારે આ હાઈ-પ્રોફાઈલ વિઝિટ માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દીધો છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદની મુલાકાત માટે પ્લાનિંગ તથા તૈયારીમાં લાગેલા ટોચના સૂત્રોએ જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણીએ આદેશ આપ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવા માટે બજેટનો કોઈ અવરોધ ન આવવો જોઈએ. તેમની માટે જેટલા ખર્ચ થયા તેમાં કોઈ વાંધો ન આવો જોઈએ. આવું લાગી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) શહેરના સૌંદર્યકરણ અને રસ્તા બનાવવા માટે સાથે મળીને 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમાં 60 કરોડ રૂપિયા 17 રોડના રીપેરિંગ પાછળ ખર્ચાશે. જેમાં એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી 1.5 કિલોમીટરનો રસ્તો પણ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સ્થાનિક જગ્યા અને રસ્તાના સૌંદર્યકરણ માટે 6 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. જ્યારે AUDA રસ્તા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. અધિકારીએ કહ્યું કે, ટ્રમ્પની મુલાકાત માટે ખર્ચાયેલી ટોટલ રકમનો સાચો આંકડો બાદમાં જાણી શકશે, પરંતુ હાલમાં અંદાજ મુજબ 100 કરોડ ખર્ચાશે. જેમાંથી કેટલોક ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરશે જ્યારે મોટાભાગનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, બજેટમાં શહેરના રસ્તાને રિસરફેસ કરવા માટે 500 કરોડનું ફંડ ફાળવાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાએ જણાવતા કહ્યું કે, તેમાંથી સાબરમતી આશ્રમ, એરપોર્ટ અને મોટેરા સ્ટેડિયમની નજીકના રસ્તાઓને રિસરફેસ કરવા માટે ફંડ અપાયું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post