fbpx
Sat. Jul 20th, 2019

શું તમારે પણ ખેતી દ્વારા થવું છે લખપતિ ? તો કરો આ ખેતી.

જો તમને લાગે છે કે સારી કમાણી નથી થતી તો મોતીની ખેતી માં તમારે અજમાવવું જોઈએ .આ ખેતી લગભગ બે લાખ રૂપિયાના રોકાણ થી શરૂ થઈ શકે છે અને ત્યારબાદ આપ ને દર મહિને એક લાખ રૂપિયા ની કમાણી કરાવી શકે છે. આજકાલ મોતી ની માંગ ઘરેલું તેમજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી છે. મોતીની ખેતી શરૂ કરવા માટે ખેતીની જમીન ની જગ્યાએ એક નાના તળાવ ની જરૂર પડે છે. આ તળાવમાં તમે સીપ ના માધ્યમથી મોતીની ખેતી કરી શકો છો .જે બાદમાં સારી કમાણી કરાવે છે. આ તળાવમાં મોતી એ રીતે તૈયાર થાય છે જેમ કે તેઓ પ્રાકૃતિક સ્વરૂપમાં મળી આવે છે. જો કોઈ ધારે તો સરકાર થી મોતી ની ખેતી માટે સરકારી ફ્રીમાં ટ્રેનીંગ પણ મેળવી શકે છે. એટલું જ નહીં બેન્કમાંથી મોતી ની ખેતી માટે સહેલી શરતોની લોન પણ ઉપલબ્ધ છે.

આવી રીતે થાય છે મોતીની ખેતી….

મોતીની ખેતી શરૂ કરવા માટે લગભગ 500 વર્ગ ફૂટના એક તળાવ ની જરૂરિયાત હોય છે.આ તળાવમાં ૧૦૦ જેટલા સીપ નાખી મોતીની ખેતી ની શરૂઆત કરી શકાય છે. આ સીપ ની કિંમત બજાર માં લગભગ 15 થી 25 રૂપિયા હોય છે. આજ તળાવના પ્રકારના સેટઅપ માટે લગભગ ૧૦ હજારથી ૧૨ હજાર રૂપિયાનું રોકાણ જોઈએ છે. આ ઉપરાંત વોટર ટ્રીટમેન્ટ માટે લગભગ હજાર રૂપિયાના ઉપકરણો લેવા પડે છે.

આવી રીતે થાય છે કમાણી….

જ્યારે સીપ ને તળાવમાં નાખવામાં આવે છે તો તેમાં 15 થી 20 મહિના બાદ સીપ માંથી એક મોતી મળે છે. આ મોતીની બજારમાં કિંમત 300 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી હોય છે.સાથે જ જો તમારું તૈયાર કરવામાં આવેલું મોતી સારી ગુણવત્તાનું હોય તો આ ડિઝાઈનર મોતી માટે તમને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૧૦,૦૦૦ રૂપિયાની કિંમત પણ મળી શકે છે. જો આમાં એક મોતીથી એવરેજ હજાર રૂપિયા મળી જાય તો કુલ મળીને એક લાખ રૂપિયા સુધીની કમાણી સહેલાઇથી કરી શકાય છે. જો તમે સીપ ની સંખ્યાને વધારો તો તમે તમારી કમાણી પણ વધારી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…