ભીંડાનું સેવન કરવાથી શરીરમાં થાય છે ચમત્કારી ફાયદા- જાણો વિગતે

Share post

ભીંડો એ શાકભાજીનો ચોમાસુ તથા ઉનાળુ ઋતુમાં થતો મહત્વનો પાક છે. ભીંડાની લીલી કુમળી શિંગોનો ઉપયોગ શાકભાજી તરીકે કરવામાં આવે છે. ભીંડામાંથી વિટામિન A, B તથા C  અને પ્રોટીન તેમજ રેસાઓ પણ સારી માત્રામાં મળી રહે છે. આની ઉપરાંત એમાંથી લોહ તથા આયોડિન જેવાં તત્વો પણ મળતાં હોવાથી ભીંડો સ્વાસ્થ્યની માટે ઘણા ગુણકારી ગણાય છે.

લીલા શાકભાજીમાં ભીંડો એ  મુખ્ય સ્થાન પર રહેલો છે. તે આરોગ્યની માટે ખૂબ જ લાભદાયક છે. એમાં કેટલાંક પોષક તત્વ તેમજ પ્રોટીન રહેલાં છે. ભીંડામાં પ્રોટીન વસા,રેશા,કાર્બોહાઈડ્રેડ,કેલ્શિયમ,ફાસ્ફોરસ,આર્યન મેગ્નેશિયમ પોટેશિયમ તેમજ સોડિયમ પણ રહેલુ છે. ભીંડાનું સેવન કરવાથી આરોગ્યને ખુબ જ લાભ થાય છે.

કૈંસરથી બચાવ :
કેંસર જેવા ભયંકર દૂર કરવામાં ભીંડા ખૂબ જ લાભદાયક છે. આ આંતરડામાં રહેલ ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. કોલન કૈંસરને દૂર કરવામાં ભીંડો ઘણો લાભદાયક છે.

ભિંડામાં રહેલ વિટામિન C એ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરીને ખાંસી તેમજ ઠંડીથી રક્ષણ કરે છે. ભીંડામાં રહેલ વિટામિન-A તેમજ બેટા કેરિટીન આંખોની માટે પણ ઘણું લાભદાયક છે.

ડાયબિટીસ :
ભીંડામાં રહેલાં યૂગેનૉલ તેમજ ડાયબિટીસની માટે ઘણું જ લાભદાયક સાબિત થયુ  છે. ભીંડો એ શરીરમાં શર્કરાનાં  સ્તરમાં વધારો કરવાથી રોકે છે. જેને લીધે ડાયાબીટિસ થવાનો ભય ઘણો ઓછો  રહેલો છે.

હૃદય :
ભિંડો એ આપનાં હ્રદયને પણ ખુબ જ સ્વસ્થ રાખે છે. તેમાં રહેલાં પેક્ટિન,કોલેસ્ટ્રોલને ઓછા કરવામાં ઘણી મદદ કરે છે. આની સાથે જ એમાં રહેલાં ઘુલનશીલ ફાઈબર.

લોહીમાં કોલેસ્ટ્રોલને  નિયંત્રિત કરે છે. જેના કારણે  હૃદય રોગના ખતરો ઓછો થાય છે.

અનીમિયા :
ભીંડો એ એનિમિયામાં ખુબ જ  લાભદાયક છે. એમાં રહેલાં આર્યન હીમોગ્લોબિનનું  નિર્માણ કરવામાં સહાયરૂપ બને છે તેમજ રક્તસ્ત્રાવને અટકાવવાનું  કાર્ય કરે છે.

પાચન તંત્ર :
ભીંડો એ ફાઈબરથી ભરપૂર શાક રહેલું છે. તેમાં લીસો ફાઈબર પાચનતંત્રની માટે ઘણું લાભદાયી હોય છે. ભીંડાને કારણે પેટ ફૂલવૂં, કબજિયાત થવી તેમજ ગેસ જેવી સમસ્યા નહી થાય.

હાડકા મજબૂત બનાવે છે :
ભીંડામાં રહેલાં લીસો પદાર્થ આપણા હાડકાની માટે ઘણી ઉપયોગી છે. એમાં રહેલાં વિટામિન- K હાડકાને ખુબ જ મજબૂત બનાવવામાં મદદરૂપ બને છે.

મ્યૂન સિસ્ટમ :
ભીંડામાં વિટામિન-C હોવાંની સાથે જ આ એંટી ઓક્સીડેંટથી ભરપૂર રહેલું છે. જેને લીધે તે  ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને શરીરને રોગોની સાથે લડવામાં મદદરૂપ થાય છે. એનો ભોજનમાં સામેલ કરવાંથી કેટલાંક રોગો જેમ કે ખાંસી, ઠંડી જેવી સમસ્યાઓ પણ નહી થાય.

આંખોની રોશની :
ભિંડો એ વિટામિન-A બીટા કેરોટીન તેમજ એંટી એઓક્સીડેંટથી ભરપૂર રહેલો છે. જે સેલ્યુલર ચયાપચયથી ઉપજેલ મુક્ત કણોનો વિનાશ કરવામાં સહાયરૂપ બને છે. આ કણ નેત્રહીનતાની માટે ઘણો જવાબદાર રહેલો છે. આની સિવાય ભિંડા મોતિયાબિંદથી પણ બચાવે છે.

ગર્ભાવસ્થા દરમિયાન ભિંડાનું સેવન કરવું ઘણું લાભદાયક છે. ભિંડામાં ફોલેટ નામનું એક પોષક તત્વ રહેલું હોય છે. જે ભ્રૂણનાં મગજનો વિકાસ વધારવામાં અગત્યની  ભૂમિકા ભજવે છે. આની સીવાય ભિંડામાં ઘણાં પોષક તત્વ રહેલાં હોય છે, જે આરોગ્યની માટે લાભદાયક હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post