શું તમે પણ મોઢાના ચાંદાથી પીડાઈ રહ્યા છો? આ ઘરેલું ઉપાયથી રાતોરાત થઇ જશે દુર

Share post

હાલના સમય અનુસાર લોકો દવાખાના અને હોસ્પિટલોમાં જવા કરતા ઘરેબેઠા જ દરેક રોગોના નિદાન કરી રહ્યા છે, તેનું એકમાત્ર કારણ છે કે, દરેક રોગોનું નિદાન હાલમાં ઘરમાં રહેલી વસ્તુઓ દ્વારા જ થઇ રહ્યું છે. ઘણા લોકોના મોઢામાં ચાંદા પડી જતા હોય છે, અને દવાદારૂ પાછળ ઘણો ખર્ચ પણ કરી નાખે છે. છેવટે પણ યોગ્ય સારવાર ન મળતા તકલીફ ઉભી જ રહે છે, પરંતુ આ લેખ ભલભલા ચાંદાને પણ મુળિયા માંથી નસ કરી નાખે તેવા ઉપાયો બતાવા જઈ રહ્યો છે…

ખાસ કરીને ઉનાળામાં લોકોને મોઢામાં ચાંદા પડી જાય છે. ગરમીને કારણે લોકોના મોઢામાં ચાંદા પડી જાય છે. મોટાભાગના લોકોને ગાલની અંદર ચાંદા પડતા હોય છે. પરંતુ ક્યારેક જીભ પર પણ ચાંદા પડી જતા હોય છે. સામાન્ય રીતે છ થી સાત દિવસ પછી ચાંદા આપમેળે જ સારા થઈ જતા હોય છે. પણ જ્યા સુધી પણ આ રહે છે ત્યા સુધી ખાવુ તો દૂર પીવુ પણ મુશ્કેલ થઈ જાય છે. એટલે કે ખુબ જ પીડા અને તકલીફો ઉભી થાય છે. તેથી તેની સારવાર થવી ખુબ જ જરૂરી છે. ચાંદાનો ઈલાજ કોઈ મોંઘો નથી પરંતુ ઘરેબેઠા જ થઇ જાય તેવો સરળ છે.

હળદર –
હળદર સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં મળી રહે છે. હળદર દ્વારા પણ મોઢાના ચાંદા માંથી રાહત મળે છે. સૌથી પહેલા થોડીક હળદરને પાણીમાં ઉકલી લો. આ પાણીથી રોજ સવાર-સાંજ કોગળા કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. અને સૌથી સરળ ઉપાય છે.

લીમડાના પાન
તમારા ઘરની આસપાસ લીમડાનું ઝાડ તો હશે. અને લીમડાના પાનથી પણ મોઢાના ચાંદા દુર થઇ શકે છે. લીમડાના પાનમાં એંટીસેપ્ટિક હોય છે. લીમડાના પાનને દિવસમાં ત્રણ થી પાંચ વાર ચાવવાથી ચાંદામાં લાભ થાય છે. આ માટે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો. લીમડાના આ પાણીથી દિવસમાં વારંવાર કોગળા કરો. આમ કરવાથી પણ મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. અથવા તો લીમડાના પાનને વાટીને દેશી ઘી માં મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી દુખાવાથી રાહત મળે છે.

ઈલાયચી
ઈલાયચી પણ સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં મળી રહે છે. ઈલાયચીને વાટીને મધ સાથે મીસર્ણ કરીને મોઢાના ચાંદા પર લગાવવાથી ઘણી રાહત મળે છે. નાની ઈલાયચીના બીજ અને કાથાને ઝીણો વાટીને પાવડર બનાવી લો. અને આ પાવડરને ચાંદા પર લગાવો. આ પાવડરને લગાવવાથી મોઢામાં જે લાર બને છે તેનાથી મોઢાની ગંદકી ખતમ થઈને મોઢાના ભલભલા ચાંદા પણ દુર થઇ જાય છે.

જામફળના પાન
જામફળના પાનને ચાવવાથી મોઢાનાં ચાંદા ઠીક થઈ જાય છે. આ માટે જામફળના કોમળ પાનમાં કાથો મિક્સ કરીને પાનની જેમ દિવસમાં બે થી ત્રણ વાર ચાવવાથી મોઢાના ચાંદામાંથી રાહત મળે છે.

ચા ના ઝાડનું તેલ
ચાના ઝાડનું તેલને પણ ત્વચાના કીટાણુનાશકના રૂપમાં માનવામાં આવે છે. મોઢાના ચાંદાને દૂર કરવા માટે તેને 90 ટકા પાણીમાં 10 ટકા ચા ના ઝાડનું તેલ મિક્સ કરીન દિવસમાં બે વાર કોગળા કરો. આવુ કરવાથી મોઢાના ચાંદાની સાથે ચાંદામાં થનારો દુખાવો પણ દૂર થઈ જશે. ચાંદાથી રાહત મેળવવા આ ઉપાય ખુબ ફાયદાકારક છે.

ટી બેગ
મોઢાના ચાંદાના સારવાર માટે ટી બૈગ ખૂબ જ ફાયદાકારી સાબિત થાય છે. તેમા રહેલા ટૈનિક એસિડથી ચાંદાનો દુખાવો ઠીક થાય છે. બસ તમારે થોડીક મિનિટ માટે ટી બેગને ચાંદા પર લગાવવાની છે.

ફટકડી –
ફટકડીના ઉપયોગથી ચાંદાના દુખાવાથી રાહત મળે છે. ફટકડીને હોઠની અંદર ચાંદાવાળા સ્થાન પર દિવસમાં 2 વાર લગાવો. આ વાતને ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે તમને બળતરા થઈ શકે છે. પહેલા બળતરા થશે પરંતુ સમય જતા થોડી પણ પીડા અને તકલીફ ઉભી થાય.

બટાટાનું જ્યુસ
બટાટાના જ્યુસને માઉઠવોશની જેમ ઉપયોગ કરવાથી મોઢાના ચાંદામાં રાહત મળે છે. આ માટે 1-2 મોટી ચમચી આલુના જ્યુસને મોઢોમાં લઈને 2-3 મિનિટ સુધી કોગળા કરો કે પછી નાનકડા રૂ ના પુમડાને આલુના જ્યુસમાં ડુબાડીને ચાંદા પર લગાડો.

બેકિંગ સોડા
તમને જાણીને નવાઈ લાગશે કે બેંકીગ સોડાથી કેવી રીતે ચાંદથી રાહત મળે? પરંતુ આ વાત સાચી છે. મોઢાના ચાંદા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો ફાયદાકારી હોય છે. આ માટે તમારે કુણા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને એક દિવસમાં અનેકવાર કોગળા કરવા પડશે. તેનાથી ચાંદામાં થનારો દુ:ખાવો પણ ઠીક થઈ જશે.

મીઠાનું પાણી –
મીઠું સૌથી સસ્તું અને દરેક લોકોના ઘરમાં સરળતાથી મળી રહે છે. મીઠાના પાણીને મોઢાના ચાંદા માટે સૌથી અસરદાર સારવાર માનવામાં આવે છે. સાથે જ મીઠાની અંદર ચાંદાને સૂકાવવાની ક્ષમતા પણ હોય છે. તેથી કુણા પાણીમાં એક ચમચી મીઠુ મિક્સ કરીને દિવસમાં ચાર પાંચ વાર કોગળા કરો. કોગળા કરવાથી ચાંદાથી રાહત મળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post