શું તમેં પણ માથાના દુખાવાથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર

વ્યસ્તતા અને ભાગદોડ ભરેલાં જીવનમાં માથાનો દુખાવો જાણે સામાન્ય બાબત બની ગઇ છે. મોટાભાગના દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક આ તકલીફનો સામનો કર્યો જ હશે. પરંતુ ઘણીવાર માથાનો દુખાવો એટલો બધો વધી જાય છે કે સહન કરવો અસહ્ય બની જાય છે. લાઇફ સ્ટાઇલમાં આવેલા બદલાવ અને રીલેક્શનના અભાવને કારણે તેમ જ અન્ય કેટલાક કારણોને લીધે માથાનો દુખાવો અસહ્ય બની જાય છે. વધુ પડતી પેઇન કિલર લેવાથી રીએક્શનનો પણ ડર બની રહે છે.
માથાના દુખાવાને કાબૂમાં કરતી બજારમાં મળતી દવાઓ અસરકારક હોય છે કે એનાથી થોડી ક્ષણોમાં માથાનો દુખાવો મટી જાય છે. પરંતુ એ જેટલી અસરકારક છે એટલી જ નુક્સાનકારક છે. એ તમારા શરીરને એટલી હદે નુક્સાન કરે છે જેનાથી તમારુ પાચનતંત્ર અને તમારી કીડની પર અસર થાય છે. માથાના દુખાવાની દવા લેવી એ તો એવી બાબત છે કે એક બીમારી મટાડતા મટાડતા તો વ્યક્તિ અન્ય જીવલેણ બિમારીઓને સામેથી જ આમંત્રણ આપે છે. તો એના માટે શું કરવુ જોઇએ કે જેનાથી તમારો માથાનો દુખાવો પણ મટી જાય અને તમારા શરીરને નુક્સાન પણ ન થાય.
માથાના દર્દો માટે ઘરગથ્થુ ઉપચાર:
લવિંગનું તેલ ઘસવાથી માથાનો દુખાવો મટે છે.
હિંગના પાણીના ટીપાં નાકમાં નાખવાથી પણ આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી નો દુખાવો મટે છે.
સૂંઠને દૂધમાં ઘસીને તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
દૂધમાં ઘી મેળવીને પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી આધાશીશી મટે છે.
ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના 3-4 ટીપાં નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
નાળીયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથાનો દુખાવો મટે છે.
એક કપમાં અડધો ચમચો લીંબુનો રસ અને અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે.
તુલસીના પાન સાથે મરી ચાવવાથી ચક્કર આવતા બંદ થઈ જાય છે.
મરીનું ચૂર્ણ, ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થઈ જાય છે.
વરીયાળી તથા ખાંડ સરખા ભાગે લઈ ચૂર્ણ બનાવી સવાર-સાંજ લેવાથી ચક્કર આવતાં બંધ થઈ જાય છે.
બસમાં કે ગાડીમાં ચક્કર આવતા હોય તો તજ અને લવિંગ મોંમાં રાખવાં.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…