કોરોના વચ્ચે આ રોગ થયો હોય અને આવા લક્ષણો દેખાય તો જરૂરથી કરો આ કામ

Share post

1.મગનું પાણી:

મગ ને ખૂબ બાફી ,ઉકાળી તેની અંદર મીઠુ ,હળદર, ધાણા,જીરું, લસણ,લીબુ,આદુ, વગેરે મસાલો નાખી સારી પેઠે વલોણથી ખૂબ ચોળીને ગણી થી ગાળી લેવું આમ તેને સ્વાદિષ્ટ અને શરીર માટે ખૂબ જ સારું હોય છે.

2.રાબ:

જુવાર બાજરી ઘઉંનો લોટ એક નાની ચમચી લઈ તેને ઘી ગુલાબી થાય ત્યાં સુધી સારી રીતે શેકી નાખવું પછી તેમાં એક ગ્લાસ જેટલું ગોળા નું પાણી નાખી સારી પેઠે ઉકાળીને બનાવી રાબ બનાવી આ રાબ રોગીને ભાવે છે અને તેની શક્તિ આપે છે.

3.કાંજી:

થોડા સાબુદાણા લઇ તેમાં અડધું દૂધ, અડધું પાણી અને પ્રમાણસર સાકર એ ખાંડ નાખી, ખૂબ ઉકાળી કાંજી નામની વાનગી બને છે દૂધ સાકર સાબુદાણા ધણી પૌષ્ટિક છે વળી તેમાં પાણી નાખીને ખૂબ વાનગી માંદા ને અનુકૂળ આવે છે.

4.જાવાળું:

મગ કે મગની દાળ જૂના ચોખા અને ઘઉંની તાવડીમાં નાખી ને શેકી લો પછી તેને અધકચરા ખાંડી પછી તેમાં ચૌદઘણું પાણી રેડો તેમાં મીઠું ધાણા જીરું લસણ આદુ વગેરે મસાલા સ્વાદ માટે સુપાચ્ય બનાવવા માટે નાખી શકાય છે જાવાળા ને ઘી અને જીરાનો વઘાર કરી શકાય છે.

5.ખીચડી:

રોગી જરા સશક્ત હોય અને તેનો અગ્નિ જરા તે જ હોય તો મગની દાળની ખીચડી આપી શકાય છે જે મગની દાળ અને ચોખા ને ઘી ની ખીચડી બનાવવામાં આવે તો તે વધારે સુપાચ્ય બને છે મગ અને ચોખાના પ્રમાણ કરતા છ ગણું પાણી નાખી આ ખીચડી બનાવી શકાય અનાજવાળા હારમાં મગની ખિચડી સૌથી શ્રેષ્ઠ અને સુપાચ્ય ગણાય છે.

6.બાજરી ની ચાનકી:

બાજરીના લોટમાં અજમો અને લસણ કચરીને નાખવાથી તેની પાતળી ચાનકી બનાવવી સારી રીતે પકાવી ને રોગીને ને ખાવા આપી શકાય છે.

7.ખાખરા:

ખાખરા હલકો ખોરાક છે જૈન લોકો તેનો વધુ ઉપયોગ કરે છે સાદા કે મસાલા વાળા ખાખરા રોગીને તેની ઇચ્છા પ્રમાણે આપી શકાય છે ખાખરા ઉપર સહેજ ઘી પણ લગાવી શકાય છે.

8.મમરા:

વઘારેલા કે સાદા મમરા રોગી માટે ઘણાં સારા છે સહેજ ઘી મૂકીને મીઠું હળદર નાખીને વઘારેલા મમર રોગીને આપી શકાય છે તે રોગીનું નું મોઢું ચોખ્ખું કરશે અને રોગીની કંઈ ખાધું છે તેવું લાગશે.

9.ઉકાળો:

અડધુ પાણી અને તેમાં અડધું દૂધ લઈ તેમાં સહેજ ખાંડ, તુલસીના પાન કરેલું આદુ ફુદીનો ગરમ મસાલો નાખી સારી રીતે ઉકાળીને બનાવેલો મસાલો રોગીને દીપન પાચન નું કામ કરશે.

10.ઘસિયો:

ઘઉંના લોટને ધીમા સારી પેઠે શેકી ડબ્બામાં ભરીને રાખવો આવો શેકેલો લોટ લાંબા સમય સુધી બગડતો નથી ગરમ દૂધમાં જરૂર પૂરતી ખાંડ હો અને આ લોટ ની ૨ થી ૩ ચમચી ઘી નાખી મિશ્રણ તૈયાર કરવું ઘઉંનો લોટ ફુલશ અને દૂધને ઘટ્ટ કરશે આ હલકો નાસ્તો ભોજન તરીકે માંડવી વ્યક્તિ લઇ શકે.

11.થૂલું:

ઘઉંના ફંડમાં જરૂર પૂરતું પાણી અને સહેજ ગોળી નાખી કુકરમા પકવો. આ સ્વાદિષ્ટ થૂલું રોગીને ભાવશે અને શક્તિ પણ આપશે.

12.ઘેંસ:

બાજરી જુવાર કે ઘઉંના લોટ ને છાશમાં વઘારી સહેજ મીઠું નાખી સારી રીતે પકવો આને ભૈડકુ પણ કહે છે દાંત માટે આ ઘેંસ ખૂબ સારી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post