કોરોના વચ્ચે 50 હજારના રોકાણે શરુ કરો આ ખેતી, એક એકરે મળશે 5 થી 7 લાખની બેઠ્ઠી આવક

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ખેડૂતો ખેતીમાંથી લાખોની કમાણી કરી રહ્યાં છે. આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.કોરોના વાયરસે ફક્ત લોકોનું જીવન જ નહીં પરંતુ કમાણીનો સ્રોત પણ બદલી નાખ્યો છે. કોરોનાને લીધે નોકરી ગુમાવનાર લોકો હવે ધંધા અથવા તો ખેતીમાં હાથ અજમાવી રહ્યા છે. જો, તમે પણ આ ક્ષેત્રમાં હાથ અજમાવવા ઈચ્છો છો તો ઔષધીય છોડની ખેતી એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

આયુર્વેદની ઉપરાંત ઔષધિમાંથી નીકળેલ કેમિકલનો ઉપયોગ કરીને એલોપથમાં ઘણી દવાઓ પણ બનાવવામાં આવી રહી છે. એનું મુખ્ય કારણ છે કે, એની માંગમાં ઘણો વધારો થયો છે.આજે અમે આપને એવાં ઔષધીય છોડની ખેતી વિશે જણાવી રહ્યા છીએ, જેની સારી માંગ જ નહીં પણ બીજાની સરખામણીમાં પણ એની કિંમત ખુબ જ વધારે રહેલી છે.

આપ શતાવરીનાં છોડની ખેતીની શરૂઆત કરી શકો છો. કેટલીય દવાઓ બનાવવામાં શતાવરીનો ઉપયોગ કરવામાં  આવે છે. જો, આવકની વાત કરવામાં આવે તો શતાવરીની ખેતીથી કમાણી પણ સારી થાય છે. આ ખેતીમાં 2 વર્ષમાં અંદાજે માત્ર 50,000 રૂપિયાનું રોકાણ કરીને 1 એકર ખેતીમાંથી કુલ 6 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.

કેટલા મહિનામાં પાક તૈયાર થાય છે ?
શતાવરી A-ગ્રેડ ઔષધીય છોડ છે. એનો પાક કુલ 18 માસમાં તૈયાર થઈ જાય છે. શતાવરીનાં મૂળમાંથી દવાઓ બનાવવામાં આવે છે. કુલ 18 માસ પછી ભીનું મૂળ પ્રાપ્ત થાય છે. ત્યારપછી જ્યારે એને સૂકવવામાં આવે છે, એમાં વજન અંદાજે એક તૃતીયાંશ રહે છે. જો આ ઔષધીય છોડમાંથી કુલ 10 ક્વિન્ટલનો મૂળ પ્રાપ્ત થાય તો એને સુકવ્યા પછી તે ફક્ત કુલ 3 ક્વિન્ટલ થઈ જાય છે. પાકની કિંમત મૂળની ગુણવત્તા પર આધારિત રહેલી છે.

માર્કેટમાંથી શતાવરીના બીજની ખરીદી કર્યાં બાદ  ખેતરમાં વાવણી કરવી જોઈએ.1 એકરમાં કુલ 20-30 ક્વિન્ટર પાક તૈયાર કરવામાં આવે છે તેમજ બજારમાં 1 ક્વિન્ટલની કિંમત 60,000 રૂપિયા છે.  જો, શતાવરીને પ્લાસ્ટિકલ્ચર પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવે તો પાકને ખુબ ઓછુ નુકસાન થાય છે તેમજ પાક સારો મેળવી શકાય છે.

કમાણી કેટલી થાય છે ?
શતાવરીની ઉપજને આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ કંપનીને સીધુ વેચાણ કરવામાં આવે છે. આ પાકને આપ હરિદ્વાર, કાનપુર, લખનઉ, દિલ્હી, બનારસ જેવિ માર્કેટોમાં વેચી શકો છો. જો આપ સારી ગુણવત્તાના કુલ 30 ક્વિન્ટલ મૂળ વેચી શકો છો તો આપને કુલ 9 લાખ રૂપિયા સહેલાઈથી મળી શકે છે. જો ભાવ અને ઉપજ ઓછી માનવામાં આવે તો પણ કુલ 6 લાખ રૂપિયા સુધીની કમાણી સહેલાઈથી કરી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post