ચોમાસામાં કરો બાજરીની વૈજ્ઞાનિક ખેતી- મળશે સારી સફળતા

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ હાલમાં ચોમાસાની ઋતુ પણ ચાલી રહી છે. થોડા સમયથી રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ઘણા ખેડૂતોને પાકનું નુકશાન પણ થયું છે ત્યારે આપણે ખાસ કરીને ચોમાસામાં જેવા પાકોનું વાવેતર કરવું જોઈએ. જેનાથી વરસાદ આવે તો પણ પાકને કંઈપણ નુકસાન ન થાય આવો જાણીએ આવાં પાકો વિશે..

ધાન્ય પાકોમાં બાજરીએ ગુજરાત રાજ્યમાં સૌથી મહત્વનો ધન્ય ભાગ ગણાય છે. ગુજરાત રાજ્યનાં ઘણા વિસ્તારમાં હાઇબ્રીડ બાજરીનું વાવેતર કરવામાં આવે છે. બાજરી દ્વિતીય ધાન્ય પાકની સરખામણીમાં દુષ્કાળની પરિસ્થિતનો પ્રતિકાર સારી રીતે કરી શકે છે. જેથી એ રાજ્યના સૂકા વિસ્તારમાં બીજા ભાગની સરખામણીમાં સારું તેમજ ખૂબ વધારે ઉત્પાદન આપે છે ત્યારે જે વિસ્તારમાં પિયતની પૂરતી વ્યવસ્થા રહેલી એવા વિસ્તારમાં ઉનાળુ ઋતુમાં પણ બાજરીનું વાવેતર કરી શકાય છે.

બાજરી કરવાની વૈજ્ઞાનિક ખેતી :

જમીનની પસંદગી તેમજ એની માવજત :
બાજરીના પાકને રેતાળ ગોરાડુ કે મધ્યમ કાળી તથા સારા નિતારવાળી જમીન વધુ માફક આવતી હોય છે. જમીન તૈયાર કરતી વખતે સારી રીતે કહોવાયેલું છાણીયું ખાતર પ્રાથમિક ખેડ કરતાં પહેલાં જ નાખી દેવું જોઈએ. ત્યારપછી જ કરવું એ સારી રીતે જમીનમાં ભેળવી પણ દેવું જોઈએ.

બાજરી વાવેતરનો સમય :
વાવણીલાયક વરસાદ થાય અથવા તો તરત જ બાજરીના પાક વાવેતર કરવું એ ઘણું યોગ્ય રહે છે. જેથી વધારે ઉત્પાદન મળી રહે તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ પણ ઘણો ઓછો રહે છે. ત્યારપછીનો પાક લેવા સમયસર જમીન ખાલી પણ કરી શકાય છે. જો વાવણીલાયક વરસાદ 15 જુલાઈ બાદ થાય તો વહેલી પાકની સાથે જાતોનું વાવેતર કરવું ખૂબ જ હિતાવહ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post