દેવદિવાળીના પરમ પવિત્ર દિવસે આ કામ કરવાથી ચમકી ઉઠશે તમારી કિસ્મત અને પ્રાપ્ત થશે ભગવાન વિષ્ણુની અપરમ્પાર કૃપા

Share post

ભગવાન વિષ્ણુને જગતના પાલનહાર માનવામાં આવે છે. જો તેમની કૃપાદ્રષ્ટિ કોઈ વ્યક્તિ પર થઈ હોય તો તે વ્યક્તિના જીવનના તમામ દુઃખ દુર થઇ જાય છે, જેનાથી વ્યક્તિ પોતાનું જીવન આનંદથી ભરેલ છે. કાર્તિક માસના શુક્લ પક્ષ એ આવનાર એકાદશીને ‘દેવઉઠની એકાદશી’ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા વ્રત કરવામાં આવે છે તો એનાથી ભગવાન વિષ્ણુ ખુબ પ્રસન્ન થાય છે.

આજના દિવસે ભગવાન વિષ્ણુ કુલ 4 મહિના બાદ ઊંઘ પૂર્ણ કરીને ઉઠે છે, દેવઉઠની એકાદશીનું ખુબ મહત્વ રહેલું છે. આજના દિવસે લોકો પોતાના ઘરમાં ભગવાન વિષ્ણુની પૂજાની સાથે જ તુલસીમાતાનાં લગ્ન કરાવે છે. આજના દિવસથી તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. પુરાણો પ્રમાણે જો વ્યક્તિ આજના દિવસે સાચા મનથી પૂજા કરે તો એને મોક્ષ મળે છે તેમજ એની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

એની સિવાય ઘણાં લોકો એવા છે કે, જેઓ મનપસંદ વરદાન મેળવવા માટે કેટલાંક ઉપાય અપનાવે છે, જેનાથી વિષ્ણુજી પ્રસન્ન થઈને એમની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી દે છે. આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવવા માટે જઈ રહ્યાં છીએ કે, જેમને જો તમે દેવઉઠની એકાદશીના દિવસે કરશો તો ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ તમને આશીર્વાદ આપશે.

દેવઉઠની એકાદશીનાં દિવસે કરો કોઈપણ એક ઉપાય :
આજનાં દિવસે તમે સૂર્યોદય પહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આની સિવાય રાત્રે જાગરણ કરીને ભગવાન શ્રી વિષ્ણુનું કીર્તન કરવું જોઈએ. આજના દિવસે પોતાના ઘરમાં દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું સ્વાગત કરવું જોઈએ. કારણ કે, આજના દિવસે ભગવાન વિષ્ણુ ઊંઘમાંથી જાગે છે. જો, તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો આજનાં દિવસે તુલસીના લગ્ન શાલીગ્રામ સાથે કરાવવાં જોઈએ. જેનાથી ભગવાન વિષ્ણુજીનાં આશીર્વાદ પ્રાપ્ત થશે.

જો તમે આજના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા છો તો તે દરમિયાન એમને તુલસી જરૂર અર્પણ કરવાં જોઈએ. કારણ કે, ભગવાન વિષ્ણુને તુલસી સૌથી વધુ પ્રિય છે. જો, તમે એકાદશીનું વ્રત કરી રહ્યા હો તો નિર્જળ વ્રત કરવું જોઈએ. જો તમે નિર્જળા વ્રત કરવામાં સક્ષમ ન હો તો તમે આવું ભોજન ગ્રહણ કરીને પણ વ્રત રાખી શકો છો પરંતુ તમને એક સમયે જ ભોજન કરવું પડશે. તમે ભોજનમાં મીઠાનો ઉપયોગ કરવો જોઈએ નહી.

જો, તમે આજના દિવસે પૂજા કરી રહ્યા છો તો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો વધુમાં વધુ વખત જાપ કરવાં જોઈએ કે,જેથી તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. ભગવાન વિષ્ણુને જગાડવા માટે આજના દિવસે ઘંટડી વગાડવી જોઈએ. જે લોકોએ આજનાં દિવસનુ વ્રત કર્યું છે તેઓ પૂજા કર્યા બાદ ઘંટડી વગાડીને વિષ્ણુને જગાડવા જોઈએ. આજનાં દિવસે ગાયને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post