સરકારે શરુ કરી અતિઆધુનિક અનોખી પહેલ, જ્યાં વધેલી પેન્સિલ ફેંક્સો ત્યાં ઉગી નીકળશે વૃક્ષ

Share post

શાળામાં બાળકોને લખવા માટેની પેન્સિલ શેમાંથી બનાવવામાં આવે છે એવો સવાલ કોઇ કરે તો એનો સીધો ઉત્તર વૃક્ષ છે. વૃક્ષમાંથી પેન્સિલ બનાવવામાં આવે છે પણ એ પેન્સિલથી વૃક્ષ બને છે એ વાત માનવામાં ન આવે એવી છે પણ ગુજરાતના વન વિભાગને સલામ છે. આ વિભાગે પેન્સિલમાંથી વૃક્ષો વાવવાની શરૂઆત કરી છે તથા એ પણ નવી પેઢીના બાળકોના હસ્તે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

ગુજરાતમાં ગાજરની પીપુડી નામની કહેવત છે તેમજ આ નામ પર ગુજરાતી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. વન વિભાગ દ્વારા ગાજરની પીપુડી બનાવવામાં આવી છે. જે બાળકોને શાળામાં લખવા માટે પેન્સિલનો ઉપયોગ કરી શકે છે તેમજ એ પેન્સિલ ઘસાઇ જાય ત્યારબાદ બાકી વધતા ભાગને જમીનમાં દાટી દેવાનો હોય છે. કારણ કે, આ ભાગમાં જંગલ વિભાગ દ્વારા બિયારણો મૂકવામાં આવ્યા હોય છે.

ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો તેમજ પર્યાવરણને થતું નુકશાન ન કરવાનાં પ્રયાસો માટે સમગ્ર વિશ્વ ચિંતા કરી રહ્યું છે. એવાં સમયમાં એક વિચારઉપાયપ્રયોગ હંમેશા સૌથી અગ્રેસર રહેલો છે તેમજ એ છે રિસાકલિંગ એટલે કે, કોઈપણ ચીજનો ઉપયોગ એક કરતાં વધારે વખત કરવો. ગુજરાત વન વિભાગ દ્વારા સીડ પેન્સિલ” તૈયાર કરવામાં આવી છે. આ એક અદ્દભૂત પ્રયોગ છે.

આ સીડ પેન્સિલ જ્યાં સુધી લખી શકાય ત્યાં સુધી લખવામાં ઉપયોગ કરવાનો તેમજ લખી શકાય ન એટલી નાની થઈ જાય ત્યારે જમીનમાં દાટી દેવાની હોય છે. ખુબ સાવધાનીપૂર્વક આ સીડ પેન્સિલ બનાવવામાં આવી છે. આ સીડ પેન્સિલ બનાવતી વખતે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, કેટલી નાની થયા પછી પેન્સિલથી લખવામાં તકલીફ પડે છે તેમજ ફેંકી દેવામાં આવે છે તેથી જે કટકો ફેંકી દેવાનો વારો આવે છે ત્યાં જ પેન્સિલના બીજા છેડે વિવિધ વૃક્ષછોડક્ષુપનાં બીજ ચોક્કસ પદ્ધતિથી મુકવામાં આવ્યાં છે. આની ઉપરાંત પેન્સિલમાં ક્યાં ઝાડછોડક્ષુપ નાં બીજ છે એ પણ લખવામાં આવ્યું છે.

રાજ્યના જંગલ વિભાગ દ્વારા આ સીડ પેન્સિલનો પ્રચાર ખુબ ઓછો કરવામાં આવ્યો છે પણ જે લોકોને ખબર છે તે પરિવારો એમના બાળકોની માટે આવી પેન્સિલ લાવે છે. જંગલ વિભાગનો આ પ્રયોગ ખુબ ધીમે-ધીમે સરકારી શાળાઓ તેમજ પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ કરવામાં આવ્યો છે.

પેન્સિલનું બોક્સ ખુબ નજીવી કિંમતે આપવામાં આવે છે તેમજ તમામ પેન્સિલ પર લખ્યું હોય છે કે, આ પેન્સિલ લખવાના કામમાં ન આવે એટલી નાની થઇ જાય ત્યારે એને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવી, થોડાં સમય બાદ એમાં રહેલ બીજના અંકુર ફૂટશે. આ પેન્સિલનું એવી જગ્યાએ વાવેતર કરવાનું હોય છે કે, જ્યાં પાણીની વ્યવસ્થા મળી રહે. શાળામાં આ પ્રયોગ સમજાવવા માટે વન વિભાગ દ્વારા વોલિયેન્ટર રાખવામાં આવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post