જો ખિસ્સામાં રૂપિયા ન રહેતા હોય તો, દિવાળીના દિવસે અજમાવો આ નવ ઉપાય – લક્ષ્મી માતાની ખુબ કૃપા થશે

Share post

ગુજરાતી કેલેન્ડર મુજબ આજે વર્ષનો અંતિમ દિવસ છે. જેને ‘દિવાળી’ તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. ઘણાં લોકો એવા હોય છે કે, ખુબ કમાણી હોય પણ એમ છતાં પૈસાની બચત થઈ શકતી નથી. કારણ કે, લક્ષ્મી ખુબ ચંચળ હોય છે. આવામાં એમના પૈસા ખર્ચાતા રહે છે. જો તમારે પણ આ તકલીફ હોય તો દિવાળીના દિવસે આવા કેટલાક ઉપાયો અજમાવો તો તમારા પર લક્ષ્મી માતાની કૃપા રહેશે. પૈસા બચાવવા માટે અજમાવો આ ઉપાયો.

1. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં પીળી કોડીઓ રાખવી. પૂજા કર્યાં પછી આ કોડીઓને તમારી તિજોરીમાં અથવા તો પર્સમાં રાખો. તમારું ખિસ્સું હંમેશા પૈસાથી છલોછલ રહેશે.

2. દિવાળીની રાત્રે પીપળાના વૃક્ષ નીચે ઘીનો દિવો પ્રગટાવીને એની પાસે રૂપિયાનો સિક્કો રાખવો. દિપ પ્રગટાવતી વખતે  લક્ષ્મીજીનો કોઈ મંત્ર પઢો. હવે દિપ પ્રગટાવ્યા પછી સિક્કાને તમારા ખિસ્સામાં રાખવો. આમ કરવાથી ધનનો વ્યય અટકશે.

3. દિવાળીની રાત્રે મહાલક્ષ્મીના મંદિરમાં જઈને કુલ 5 કમળના ફૂલ અર્પિત કરો. જેનાથી દેવી માતા ખુબ પ્રસન્ન થાય છે. હવે ત્યાંથી એક ફૂલ ઉઠાવીને તમારી પાસે સૂકવીને રાખો. તેનાથી ધન વધશે.

4. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને પાન અને સોપારી ચઢાવો. પૂજન કર્યાં પછી સોપારીને લાલ રેશમી કપડામાં લપેટીને તમારી પાસે રાખી લો. એનાથી તમારું ખિસ્સું હમેશા ભરેલુ રહેશે.

5. દિવાળીના દિવસે માતા લક્ષ્મીને કેસર અર્પણ કરો. બીજા દિવસે કેસરને ડબ્બીમાં રાખી એને તમારા પર્સ અથવા તો ખિસ્સામાં રાખો. એનાથી ધનનું આગમન થાય છે.

6. જે લોકોની પાસે પૈસા ટકતા નથી એમણે દિવાળીના દિવસે પોતાના ખિસ્સામાં 1 રૂપિયાનો સિક્કો રાખવો. આ સિક્કાને રાખતા પહેલા લક્ષ્મી પૂજન કરતી વખતે પૂજામાં અવશ્ય મૂકવો.

7. દિવાળીના દિવસે માતા લક્ષ્મી તથા ગણેશજીને લાલ નાડાછડી ચઢાવો. પૂજા કર્યાંના બીજા દિવસે એને તમારા પર્સમાં રાખો. એનાથી ધનમાં વધારો થશે.

8. દિવાળીની રાત્રે તમારા પર્સમાં મહાલક્ષ્મી અથવા તો કુબેર યંત્ર રાખવું. તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

9. ધનમાં વધારો થાય એની માટે દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અર્પણ કરવામાં આવેલ કોઈ પણ લાલ ફૂલ એક કાગળમાં લપેટીને તમારા ખિસ્સામાં રાખો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post