દિવાળીના તહેવારમાં ભૂલથી પણ આ ભૂલો ના કરતા, નહીતર થઇ જશે અર્થનું અનર્થ

Share post

દિવાળીનાં તહેવાર પર મા લક્ષ્મી તથા કુબેરની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે. એવા સમયમાં જરૂરી હોય છે કે, તમે પૂજનનું શુભ મુહૂર્તનું ધ્યાન રાખવું. શુભ સમય તથા વિધિ-વિધાન પ્રમાણે, પૂજા કરવાથી તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીની કૃપા બની રહેશે. દર વખતની જેમ આ વખતે પણ દિવાળી પૂજનના શુભ મુહૂર્ત છે. આ સમયે મા લક્ષ્મી તેમજ ભગવાન શ્રીગણેશજીની આરાધના કરીને શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો.

ઉપાય:
ધનવૃદ્ધિ માટે નારિયેળના ચમકીલા કાપડમાં બાંધીને એને પૂજા ઘર અથવા તો તિજોરીમાં રાખવી. આવું કરવાથી તમારી પાસે ક્યારેય પણ પૈસાની અછત સર્જાશે નહી. દિવાળીના દિવસે મા લક્ષ્મીને દૂધ-ચોખાની ખીર અથવા તો દૂધથી બનાવવામાં આવેલ પકવાનનો ભોગ અવશ્ય લગાવવું. દિવાળીના દિવસે તમે આખા ઘરને ભલે ઓછુ સજાવો પણ ભૂલથી પણ મુખ્ય દ્વારને ખાલી ન રાખવું. દરવાજા પર રંગોળી, ફૂલ જરૂર કરો. સાંજના સમયે દીવા પ્રગટાવીને અંધારુ દૂર કરવું.

દિવાળીનાં તહેવાર પર સૂર્યોદયથી લઈને આગામી દિવસ સૂર્યોદય સુધી અખંડ દીવો પ્રગટાવવો. એનાથી આપને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થશે. મા લક્ષ્મીની પૂજાની સાથે ધ્યાન રાખવું કે, તમે કોઈ પણ સ્ત્રીનો અનાદર ન કરો. એવું માનવામાં આવે છે કે, સ્ત્રીના અનાદરથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે તથા શુભ ફળ પણ અશુભ થઈ જાય છે.

મા લક્ષ્મીને પ્રસન્ન કરવાના મંત્ર:
ઉપર બતાવવામાં આવેલ પૂજાની સાથે તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે અહીં નીચે આપેલ મંત્રોનું જાપ પણ ખાસ કરજો.
ऊं आद्यलक्ष्म्यै नम:
ऊं विद्यालक्ष्म्यै नम:

ऊं सौभाग्यलक्ष्म्यै नम:
ऊं अमृतलक्ष्म्यै नम:
ऊं कामलक्ष्म्यै नम:

ऊं सत्यलक्ष्म्यै नम:
ऊं भोगलक्ष्म्यै नम:
ऊं योगलक्ष्म्यै नम:

ત્યારબાદ આ મંત્રનું પણ ઉચ્ચારણ કરવું:
“ऊं अपवित्र: पवित्रोवा सर्वावस्थां गतो पिवा. य: स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तर:.. ऊं श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः”

દિવાળીના પૂજાના શુભ મુહૂર્ત :
એમ તો દિવાળીનો સંપૂર્ણ દિવસ જ શુભ માનવામાં આવે છે. તમે દિવાળીના કોઈપણ સમયે પૂજન કરી શકો છો પણ પ્રદોષ કાળથી લઈને નિશાકાળ સુધીનો સમય શુભ રહે છે. જે લોકો આ દિવસે પૂજા કરે છે, એમના માટે રાહુ કાળનો વિચાર કરવો જોઈએ. જે લોકો ફક્ત શ્રીગણેશજી તથા લક્ષ્મીજીની પૂજા કરે છે, તેઓએ કંઈ પણ ધ્યાન ન રાખવું જોઈએ. કારણ કે, અમાસની તિથિ પર રાહુ કાળનો દોષ થતો નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post