લુખ્ખાતત્વોએ શિવ મંદિરમાં જમાવ્યો અડ્ડો- પાન માવા અને ગુટખા ખાઈ શિવલિંગ પર…

Share post

સમાજમાં ઘણા લોકો રહે છે પણ સમાજમાં રહેનારા અમુક લુખ્ખાતત્વોને કારણે સમાજનું નામ બદનામ થઇ રહ્યું છે. આ અસામાજિક લોકો ના કરવાનું કામ કરે છે સમાજમાં ગેરસમજ ફેલાવે છે. સાબરકાંઠા જીલ્લામાં આવેલા ઇડર શહેરથી દરેક લોકો પરિચિત હશે. ઇડર શહેરમાં એક સમયે રાજા અને રજવાડાઓનો શાસનકાળ હતો. હાલના સમયમાં ઇડરમાં રાજા-રજવાડા તો નથી પરંતુ તેમની ઘણી યાદો અને ઘણા ઔતિહાસિક સ્મારકો ઇડરમાં જોવા મળી રહ્યા છે.  સાબરકાંઠા જીલ્લામાં આવેલું ઇડર ઐતિહાસિક વારસાને કારણે સમગ્ર ભારત દેશમાં જાણીતું બન્યું છે, પરંતુ આ ઐતિહાસિક ધરોહર હવે દેખરેખના અભાવે જર્જરિત થઇ રહ્યું છે.

ત્યાના સ્થાનિક તંત્ર અને પુરાતત્વ વિભાગની મોટી બેદરકારી સામે આવ્યું છે. સ્થાનિક તંત્ર અને પુરાતત્વ વિભાગને ઇડરમાં આવેલી ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે કંઈ પડી જ ન હોય તેવું આ ઘટના અનુસાર લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે કે, ઇડરમાં આવેલા એક ઐતિહાસિક મંદિરને અસામાજિક તત્ત્વોએ તેમનો કાયમી અડ્ડો બનાવી દીધો છે, આ ઉપરાંત શિવ મંદિરમાં જ્યાં જોવો ત્યાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. પુરાતત્ત્વ વિભાગની બેદરકારીના પગલે સાબરકાંઠા જીલ્લાના ઇડરના અનેક પ્રાચીન સ્થાપત્યો નામ શેષ થવાને આરે હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ઇડરની મધ્યમાં આવેલા સોલંકી કાળના શિવ મંદિરમાં ચારેતરફ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ઐતિહાસિક શિવ મંદિર ધનેશ્વર ડુંગળી વિસ્તારમાં સ્થાપિત છે અને મંદિરમાં સ્વચ્છતા અને દેખરેખના અભાવના કારણે અસામાજિક તત્ત્વોએ આ શિવ મંદિરને પોતાનો અડ્ડો બનાવી દીધો હોય તેવું પરિસ્થતિ જોતા લાગી રહ્યું છે. તેનું એક માત્ર કારણ છે કે, મંદિરની અંદર ગંદકી તો જોવા મળી રહી છે પરંતુ સાથે-સાથે ગુટખા અને તમાકુના કાગળ પણ જોવા મળી રહ્યા છે. અહિયાં બીજી મહત્ત્વની વાત એ છે કે, તંત્ર દ્વારા આ મંદિરની જાળવણી કરવાના બદલે મંદિરની બાજુમાં જ શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે.

પ્રાપ્ત થયેલા ફોટા દ્વારા સાફ-સાફ જોઈ શકાય છે કે, મંદિરમાં ચારેતરફ કેટ-કેટલી ગંદકી છે. ભગવાનના શિવલિંગ પર પણ ગંદકી જોવા મળી રહી છે. તો બીજી તરફ આ પૌરાણિક મંદિરમાં પાન, મસાલા, વિમલ અને ગુટખા ખાઇને લોકો થૂંકતા હોય તેવા નિશાનો જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રની દેખરેખ વગર જ ઐતિહાસિક ધરોહર જર્જરિત થઈ રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે એ જોવાનું છે કે તંત્ર દ્વારા આ મંદિરની સુરક્ષા અને દેખભાળ માટે શું કોઈ નિર્ણય લેવામાં આવે છે કે આમને આમ આ મંદિરને સમાજના લુખ્ખા તત્વોના હાથમાં સોપી દેવામાં આવશે?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post