લીંબુ અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરી જામનગરનાં માત્ર 35 વર્ષીય દિલસુખભાઇ ખેડૂતોની માટે બન્યાં પ્રેરણારૂપ      

Share post

હાલમાં દેશનો ખેડૂત આત્મનિર્ભર બન્યો છે. શિક્ષિત લોકો કરતાં પણ વધારે કમાણી હાલમાં દેશનો તમામ ખેડૂત કરી રહ્યો છે. અતિભારે વરસાદને કારણે ખેતરમાં ઉભો થયેલ પાક ધોવાઈ જવાથી ખેડૂતોને ખુબ જ નુકસાન થયું છે. ઘણીવાર સફળ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક સફળ ખેડૂતની કહાની સામે આવી રહી છે.

રાજ્યમાં આવેલ જામનગર જિલ્લાનાં ધ્રાંગડા ગામના માત્ર 35 વર્ષનાં ખેડૂત દિલસુખભાઇ ગડારાની પાસે કુલ 35 વીઘા જમીન રહેલી છે. એમાંથી તેઓએ કુલ 4 વર્ષ અગાઉ કુલ 7 વીઘા જમીનમાં કાગદી લીંબુની રોપણી કરી હતી. ગયા વર્ષથી તેમાં લીંબુના ઉત્પાદનની શરૂઆત થઇ હતી. દિલસુખભાઇ લીંબુનું વેચાણ હોલસેલ બજારમાં કરવાને બદલે સોડાવાળાને કરી રહ્યાં છે.

સોડાવાળાને છુટક રીતે વેચાણ કરવાથી દિલસુખભાઇને પ્રતિ કિલો અંદાજે 30-35  રૂપિયા જેટલા ભાવ મળી રહે છે. જ્યારે હોલસેલ બજારમાં ભાવ ખુબ જ નીચા રહે છે. આની ઉપરાંત સોડાવાળાને કાચા લીંબુની જરૂરીયાત પડતી હોય છે. આને લીધે દિલસુખભાઇને લીંબુ પાકવા માટે પણ ખુબ રાહ જોવી પડતી નથી. આમ, લીંબુમાં જુદી રીતે વેચાણ વ્યવસ્થા ઉભી કરવાથી તેઓને કુલ 2 લાભ થયા.

હોલસેલ બજાર કરતાં ઉંચા ભાવ મળે છે તેમજ કાચા લીંબુનું પણ વેચાણ કરી શકાય છે. ગયા વર્ષે દિલસુખભાઇએ પોતાની જમીનમાં ડ્રેગન ફ્રૂટના કુલ 50 રોપાની રોપણી કરી હતી. જેમાં આ વર્ષથી ઉત્પાદન મળવાની શરૂઆત થઇ ગઈ છે. જેમાં માત્ર 1 છોડ પર કુલ 8-10 જેટલા ફળ આવી રહ્યા છે. સારી ગુણવત્તાનું ફળ હોય તો માત્ર 1 ડ્રેગન ફ્રૂટના કુલ 100 રૂપિયા સુધી બજારભાવ મળી શકે છે એવુ દિલસુખભાઇ જણાવી રહ્યા છે.

ડ્રેગન ફ્રૂટમાં તેઓએ શિયાળામાં મહિનામાં બે પિયત તથા ઉનાળામાં મહિનામાં કુલ 4  પિયત આપવામાં આવ્યાં છે. આની ઉપરાંત ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આની ઉપરાંત દિલસુખભાઇએ જામફળ, એપલબોર, સરગવો, સીતાફળ સહિત ઘણાં રોપાઓની પણ પ્રાથમિક ધોરણે રોપણી કરી છે. દિલસુખભાઇ લીંબુ, જામફળ તથા ડ્રેગન ફૂટના રોપાઓનું વેચાણ પણ ખેડૂતોને કરે છે.

દિલસુખભાઇ ઘણી રીતે ખેડૂતોને પ્રેરણા આપી રહ્યા છે. પોતાની કુલ 35 વીઘા જમીનમાંથી તેઓ કુલ 7 વીઘા જમીનમાં બાગાયતી ખેતી કરી રહ્યાં છે. આની સાથે લીંબુમાં અલગ રીતે વેચાણ વ્યવસ્થા ઉભી કરીને તેઓએ વધારે ભાવ મેળવ્યા છે. આની સાથે રોપા તૈયાર કરીને દિલસુખભાઇએ ખેતીની સાથે સંલગ્ન પુરક વ્યવસાય પણ ઉભો કર્યો છે. ખેડૂતોએ એમાંથી પ્રેરણા લઇને ખેતીને વ્યાપક રીતે કરવાની જરૂર રહેલી છે. તમે લીંબુ તથા ડ્રેગન ફ્રૂટની ખેતીની વધારે જાણકારી માટે દિલસુખભાઇનો મો. 9904516242 પર સંપર્ક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post