ગુજરાત: મગફળી ખરીદીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાં માટે લાચાર બનેલ ગામડાનાં ખેડૂતો કરી રહ્યાં છે એવું કે… 

Share post

એકબાજુ કોરોનાની વેશ્વિક મહામારી અને બીજી બાજુ રાજ્યમાં પડેલ અતિભારે વરસાદ. આ બંનેને લીધે ગુજરાતનો ખેડૂત લાચાર બની ગયો છે. અતિભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે એવાં સમયે રાજ્યમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર વિશ્વ હાલમાં  21મી સદી બાજુ અગ્રેસર થઈ રહી છે ત્યારે ભાવનગરનમાં આવેલ સિહોર તાલુકાનું ખાંભા ગામના લોકો હજુ પણ પોતાને 20 મી સદીમાં હોવાનો અનુભવ કરી રહ્યા છે. આજના સમયમાં વિશ્વ મોબાઈલ નેટવર્કથી જોડાઈને સતત આગળ વધી રહી છે ત્યારે ખાંભા ગામમાં એક પણ મોબાઈલ નેટવર્ક કંપનીનું નેટવર્ક આવતું નથી.આવી સ્થિતિમાં સરકાર દ્વારા જ્યારે કુલ 20 દિવસમાં રજિસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અહીંના ખેડૂતોને મગફળીનું રજિસ્ટ્રેશન કરવા માટે ડુંગરો પર ચડવું પડે છે.

નેટવર્ક માટે અગાસી, ઝાડ અથવા તો ડુંગરો પર જવું પડતું :
એક સમય હતો કે, જ્યારે મોબાઈલ યુગની શરૂઆત થઈ હતી.આ સમયે બે ચાર કંપનીઓ જ માર્કેટમાં હતી. આમ છતાં નેટવર્ક માટે અગાસી, ઝાડ કે દૂર ડુંગરો પર જવું પડતું હતું. આવા દ્રશ્યો ભૂતકાળમાં નજરે પડ્યા હશે પણ હવે આટલા વર્ષો બાદ આવા દ્રશ્યો સર્જાય તો ડીઝીટલ યુગની કલ્પનાને ઝાંખપ લાગી ગણાય. સિહોરના ખાંભા ગામમાં હાલમાં પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આજના આધુનિક સમયમાં આપણે ગમે એટલી ગતિશીલ તથા ડિજિટલની વાતો કરીએ પણ  20મી સદીનું વાસ્તવિક ચિત્ર નકારી શકાય એમ નથી, ભલે ને બૂમ-બરાડાઓ પાડી પાડીને વિકાસ તથા સંવેદનશીલતાના નામે દેકારા પડકારો કરીએ પણ સત્ય એ આખરે સત્ય જ હોય છે. ખેડૂતો પર જાણે કુદરત રૂઠયો હોય એમ મુશ્કેલીઓ પીછો છોડતી નથી, કમોસમી વરસાદે ખેતરોના ઉભા પાકમાં તારાજી સર્જી, અતિવૃષ્ટિને લીધે ખેડૂતોના બેહાલ થયા છે.

ખાંભા ગામ હજુ 20 મી સદીમાં જીવે છે એવો લોકોને આભાસ :
બીજી બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાંની જાહેરાતો કરી એમની 20 તારીખ સુધી મગફળી રજિસ્ટ્રેશન શરૂ થયું, ત્યાં VCE ઓપરેટરોએ પગ ભરાવ્યા તથા પોતાની માંગણીઓની માંગ સાથે સરકાર સામે બાયો ચડાવીને રાજ્યમાં ગ્રામ પંચાયત ઓપરેટરો હડતાળ પર જવાનું એલાન કરી દેતા ખેડૂતોની પરીસ્થિતિ જાયે તો જાયે કહા તેવી પરીસ્થિતિનું નિર્માણ થયું હતું.

આવા સમયમાં સિહોરમાં આવેલ ખાંભા ગામમાં એક પણ મોબાઈલ કંપનીના નેટવર્ક પ્રોબ્લેમને લીધે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. હાલમાં ખેડૂતોને મગફળીની નોંધણી કરવાં માટે તથા પાક નુકશાનની ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે ત્યારે ખાંભા ગામનાં ખેડૂતોને કુલ 2 કીમી દુર આવેલ ડુંગરની ટોચ પર જઇને ઓનલાઈન નોંધણી કરવાની ફરજ પડી રહી છે. કોઈ કંપનીનું નેટવર્ક નહિં આવતું હોવાથી ખાંભા ગામ હજુ 20 મી સદીમાં જીવે છે એવો આભાસ લોકોને થઈ રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post