સરકારી હોસ્પિટલમાં જ ભેદભાવ: અમદાવાદ અને સુરત સિવિલ ના કેસ ચાર્જ અલગ.

Share post

સુરતના ધારાસભ્ય આરોગ્ય મંત્રી હોવા છતાં સુરતના જ દર્દી પાસેથી વધુ પૈસા વસુલાયા છે.

રાજ્યની જનતા સાથે ભેદભાવ થતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર માટે દર્દીઓ પાસેથી અમદાવાદ સિવિલ કરતા પાંચ રૂપિયા વધુ લેવાય છે.

જોકે, નવાઈની વાત એ છે કે રાજ્યના આરોગ્ય મંત્રીનું કિશોર કાનાણી પણ સુરતના ધારાસભ્ય છે ત્યારે સુરતની જનતા પાસેથી આ રીતે તેમની પાસે થી વધુ પૈસા વસુલાય ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલમાં જ ભેદભાવ રાખે છે એટલું જ નહિ પણ સુરતના આરોગ્ય મંત્રી હોવા છતાં સુરત સહિત વિસ્તારના સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ પાસે વધારે પૈસા પડાવતા હોય એવું લાગે છે. જોકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બુકના માત્ર પાંચ રૂપિયા જ્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેસ પેપરના રૂપિયા 10 રૂપિયા દર્દી પાસેથી ડબલ પૈસા વસૂલી રહ્યાં થયા છે.

દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ વિવિધ તકલીફોની સારવાર માટે આવે છે અને આ દર્દીઓ પહેલા કેસ પેપર કરાવ્યા બાદ જે તે વિભાગમાં ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવે છે જેમાં સીનીયર સીટીઝન, બીપીએલ કાર્ડ ધારક સહિતના કેટલાક વ્યક્તિઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે પણ મોટાભાગના દર્દીઓ પાસે કેસ પેપરના રૂપિયા 10 લેવામાં આવે છે જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બુકના માત્ર પાંચ રૂપિયા દર્દી પાસે લેવામાં આવતા હોવાની માહિતી મળી છે.

દર્દી સેવા સમિતિના પ્રમુખે કહ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ સરકારી હોસ્પિટલમાં ભેદભાવ રાખતી હોય એવું લાગે છે, કારણકે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઓ.પી.ડી સોળ પાનાંની કેસ પેપર બુકનાના માત્ર 500 રૂપિયા લેવામાં આવે છે જ્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેસ પેપરના એક કાગળના રૂપિયા 10 દર્દીઓ પાસે લઈને જાણે લૂંટી રહી હોય એવું લાગી રહ્યું છે. જોકે, અમદાવાદની કેસપેપર બુકમાં પેથોલોજી સર્ટી ફોર્મ દાખલ કિસ લેબોરેટરી તપાસ નિયમની સૂચના આવો વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક કાગળ પર કેસ પેપર આપવામાં આવે છે.

નોંધનીય છે કે સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હોવા છતાં ગરીબ દર્દીઓ પાસેથી અમદાવાદ સિવિલ હોસપીટલ કરતા કેસ પેપરના સિવિલ હોસ્પિટલમાં ડબલ પૈસા ઉઘરાવી રહયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.નવી સિવિલ હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં કેસ પેપરના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા જોકે ફરી રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળશે જેમાં કેસપેપર ના ભાવ અંગે ચર્ચાઓ કરી નક્કી કરવામાં આવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post