સોના જ નહિ પરંતુ હીરા કરતા પણ મોંઘુ છે આ કબુતર, કિંમત જાણી આંખે અંધારા આવી જશે

Share post

શું કોઈ કબૂતર કરોડો રૂપિયામાં વેચાઈ શકે છે? માનવું ખુબ મુશ્કેલ છે! પણ એક બેલ્જિયન કબૂતરની 1 હરાજીમાં 14 કરોડ જેટલા રૂપિયાથી વધારેમાં વેચાયુ, જે બાદ તેની ચર્ચા થઈ રહી છે. આનાંથી એવું સ્પષ્ટ થાય છે કે, ઘણી ચિઠ્ઠીઓ આમથી તેમ કરનારા તેમજ બોલીવુડનાં ગીતોની શાન ગણાતું એવું પક્ષી સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે. રિપોર્ટ મુજબ, બેલ્જિયમનાં આ રેસર કબૂતરને 19 લાખ જેટલા ડોલરમાં વહેચવામાં આવ્યુ છે. 2 વર્ષની માદા કબૂતરનું નામ ન્યૂ કિમ છે. પહેલા તેને 237 જેટલા ડોલરની હરાજી માટે મૂકવામાં આવ્યુ હતું, પણ એક ચીની વ્યક્તિ દ્વારા તેને 19 લાખ જેટલા ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું.

શહેરોની ઉંચી ઇમારતો ઉપર ગટાર-ગૂ કરતાં કબૂતર ભાગ્યે જ કોઈને ગમશે. તમે લોકોએ ઘણી વાર વિચાર્યું છે કે, જગ્યાએ-જગ્યાએ ગંદકી કરતાં કબૂતર કરોડો રૂપિયામાં વેચાય છે.

બેલ્જિયમની હરાજીમાં, એક માદા કબૂતરને 14 કરોડ કરતાં વધારેનાં રેકોર્ડ ભાવમાં ખરીદવામાં આવ્યું હતું. તે પહેલા 237 જેટલા ડોલરની હરાજીમાં મૂકવામાં આવ્યું હતુ. પણ એક ચીની વ્યક્તિ દ્વારા તેને 19 લાખ ડોલર એટલે કે (14 કરોડ 15 લાખ રૂપિયા કરતાં વધારે) માં ખરીદવામાં આવ્યું હતુ.

આ કબૂતરે ફ્રાન્સમાં વર્ષ 2018 યોજવામાં આવેલ એક રેસમાં જીત મેળવી હતી. એ પછી આ કબૂતરની કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. ન્યૂ કિમ 2018 માં રેસ પછી નિવૃત્ત થઈ હતી. સાધારણ રીતે નર કબૂતરની કિંમત માદા કબૂતરથી વધુ હોય છે, પણ આ વખતે માદા કબૂતરે રેસમાં બધા કબુતરને પાછળ છોડી દીધા છે.

હરાજીમાં 445 જેટલા પક્ષીઓની હરાજી થઇ હતી. જ્યાં ચીનની એક વ્યક્તિએ તેને 14 કરોડ જેટલા રૂપિયાથી વધારે રકમ આપીને ખરીદી હતી. તમને જણાવી દઈએ કે, ચીન દેશમાં કબૂતર રેસિંગનો ખુબ જ ક્રેઝ છે, આ રમત અહીંયા હજારો વર્ષો અગાઉ ચાલુ કરવામાં આવી હતી, તેમાં મોંઘા કબૂતરને ખરીદવામાં આવે છે.

આ બધાં કબૂતરો બહુ જ ઝડપથી ઉડે છે. એમનું જીવન પણ 15 વર્ષ સુધી ચાલે છે. આ કબૂતરોની રેસ ઘોડાઓની જેમ જ યોજવામાં આવે છે તેમજ આ રેસની ઉપર જોરદાર સટ્ટો લાગે છે. તમને લોકોને જણાવી દઈએ કે, રેસિંગ કબૂતર 10 વર્ષની ઉંમર સુધી બાળકો પેદા કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે, ન્યૂ કિમનો ઉપયોગ તેનાં નવાં માલિકો પ્રજનન માટે કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post