fbpx
Sat. Jul 20th, 2019

ધ્રોલ તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ વિરોધ પ્રદર્શન- વાંચો વધુ

ધ્રોલ તાલુકામાં ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ જવાથી ખેડૂતોને ચૂકવવામાં આવેલ પાક વિમાની રકમમાં હળાહળ થયેલા અન્યાયના સંદર્ભે ધ્રોલ તાલુકા સરપંચ સંગઠન દ્વારા તાલુકાના ૪૨ ગામોના સરપંચ ખેડૂતો આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ તાજેતરમાં જ મામલતદારને આવેદનપત્ર આપ્યા પછી પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરકરણ નહીં  આવતા આજે ફરીથી ૪૨ ગામના સરપંચો ખેડૂતો દ્વારા વીમા કંપની વિરુધ્ધ સૂત્રોચ્ચાર પોકારી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવી વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવા તેમજ કસૂરવારો સામે અકીલા આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી.

તેમજ જો તાકીદે વીમા કંપની સામે ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલડ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપી હતી. ગયા વર્ષે ચોમાસુ નબળું જતાં ધ્રોલ પંથકના  મુખ્ય ભાગ કપાસ અને મગફળી સહિતના પાકોનું નહિંવત ઉત્પાદન થવા પામ્યું હતું પાક નિષ્ફળ જવાના પગલે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી વિમાની રકમમાં પણ અન્યાય કરવાં આવ્યો હતો તેમજ પ્રધાનમંત્રીએ ફસલ વીમા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવાની થતી રકમ માં ધ્રોલ પંથકના ખેડૂતોને થયેલા અન્યાયના પગલે આ પંથકના ખેડૂતોમાં ઉગ્ર રોષ અને આક્રોશ પ્રસરી જવા પામ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…