ધોરાજીના પ્રગતિશીલ પશુપાલકે લોકડાઉનમાં આફતને અવસરમાં બદલી, આ રીતે કર્યો આવકમાં બમણો વધારો

Share post

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. લોકડાઉનમાં ઘરમાં રહીને કેટલાંક લોકો કેદ થઈ ગયા હતા. કેટલાંક લોકોએ આ લોકડાઉનને અવસરમાં બદલીને કઈક નવું કરી બતાવીને તેમાંથી પણ પ્રગતિ કરીને પોતાની આવકમાં વધારો કર્યો હતો, આવુ જ કઈક ધોરાજીના એક ખેડૂતે કર્યું હતું કે, જેણે ગૌશાળામાં દૂધ તથા દહીં સાથે અન્ય કેટલાંક ઉત્પાદનો બનાવીને એક નવો ચીલો સાધ્યો હતો.

ધોરાજીના એક ખેડૂત વિપુલભાઈ સુદાણી કે, જેઓ ગૌશાળાનું સંચાલન કરી રહ્યાં છે તથા દૂધનું ઉત્પાદન કરી રહ્યાં છે. થોડા સમય અગાઉ જે લોકડાઉન આવ્યું ત્યારે નવરાશની પળ ઝાઝી મળી તથા તેવોએ આ નવરાશની પળમાં ગૌશાળામાં કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. કચ્છમાં આવેલ એક ગૌશાળાનું ઉદાહરણ લઈને ત્યાં ગૌશાળામાં દૂધ, દહીં તથા ઘી સિવાયના ઉત્પાદન કરી શકાય તે અંગેનું જ્ઞાન મળ્યું હતું.

તેમણે ગાયના છાણ અને ગૌ મૂત્ર વગેરેમાંથી આયુર્વેદિક દવા બનાવવા અંગે આગળનું કામ શરૂ કર્યું હતું. હાલમાં તેમણે પોતાની જ ગૌશાળામાં અનેકવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે, તેમણે ગૌશાળામાં ગાય દ્વારા દૂધ, દહીં તથા ઘી સિવાયના ઉત્પાદનો બનાવવા માટેની પ્રેરણા કચ્છમાં લઈને આજે એક ઉત્તમ ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે. ધોરાજીના વિપુલભાઈ તેમની ગીર ગાયની ગૌશાળામાં કુલ 75 જેટલી ઉત્તમ નસલની ગીર ગાય છે તથા તેણે ગૌશાળાની ગાયની સંભાળ એક ખુબ જ આધુનિક રીતે રાખી રહ્યા છે.

અહીં ગાયોની સંભાળ પણ ખાસ રીતે રાખવામાં આવે છે. આની સાથે જ ગાયના દૂધ દોહવા માટે પણ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ગાય જે ગૌ મૂત્ર તથા છાણ આપે છે તેને અલગ રાખીને તેમાંથી મેડિકલની વસ્તુઓ બનાવવામાં આવે છે કે, જેમાં ગૌ મૂત્રમાંથી ચામડી રોગો સહિત અનેકવિધ રોગોમાં ઉપયોગી એવા ગૌ મૂત્ર અર્કનું ઉત્પાદન કરવામાં આવે છે.

જ્યારે છાણમાંથી અનેક અન્ય વસ્તુ પણ બનાવવામાં આવે છે કે, જેમાં ફીનાઇલ સહિતના ઉત્પાદન કરવામાં આવે છે તેમજ સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે.
આ રીતે અનેક ગણી આવક મેળવી રહ્યા છે. કુલ 75 જેટલી ગીર ગાય સાથેની ગૌ શાળા ચલાવી રહેલ વિપુલ ભાઈ હાલમાં લોકોને ગૌ શાળામાંથી ફક્ત દૂધ, દહીં અથવા તો ઘી ના જ ઉત્પાદનની સિવાય પણ વેસ્ટ વસ્તુઓ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવો?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post